વિક્રમ સંવત 2078 પોષ વદ – પાંચમ

આજની ચંદ્ર રાશિ – કન્યા

મેષ (અ,,ઈ)

આજે વિચારોના પ્રવાહમાં સતત પ્રવાહિત રહેશો. આપની કલ્પનાશક્તિથી દરેક કાર્ય સારી રીતે પુરી રીતે કરી શકશો. આજે સફળતા પ્રાપ્ત કરી શકશો. બહુ શુભ દિવસ છે.

વૃષભ (બ,,ઉ)

આજે દરેક કાર્યમાં સાવધાન રહેવું જરૂરી છે. આજે પરિવારજનોની સલાહ સમજવી જરૂરી છે. હિતશત્રુથી આજે ખાસ સાચવશો. નકારાત્મક વિચારો ટાળવા.

મિથુન (ક,,ધ)

આજે આપની ભૂતકાળની ભૂલોનું પરિણામ ભોગવવું પડી શકે છે. માતા – પિતાના આર્શિવાદ પ્રાપ્ત થાય. જીવનસાથી સાથે ખોટી રકઝક ટાળવી.

કર્ક (ડ,હ)

આજે મિત્રોનો સહકાર પ્રાપ્ત થાય. જીવન અંગેનો કોઈ મહત્વનો નિર્ણય લેવો જરૂરી છે. ખોટા માર્ગ પર મહેનત કરી રહ્યા હોવ એવી લાગણી અનુભવી શકો.

સિંહ (મ,ટ)

આજે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. ઇશ્વરની કૃપાથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. વાણી પર સંયમ રાખવો જરૂરી છે. વડીલોનો સહકાર પ્રાપ્ત થાય.

કન્યા (પ,,ણ)

આજે આપનો દિવસ થોડોક તકલીફવાળો રહી શકે છે. સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી. સંતાન અંગે ચિંતા રહેશે. ભાઇ-ભાંડુનો સહકાર પ્રાપ્ત થઈ શકે.

તુલા (ર,ત)

આજે આપને સ્વજનોની ચિંતા રહી શકે છે. જીવનસાથી સાથે મતભેદ કરવો નહીં. સંતાનોના પ્રશ્નોને સમજી નિરાકરણ લાવી શકશો. દિવસ મધ્યમ રહી શકે છે.

વૃશ્ચિક (ન,ય)

આજનો દિવસ આર્શિવાદ સમાન રહેશે. હાથમાં આવેલી તકને છોડશો નહીં. નાણાંનું રોકાણ વિચારીને કરશો. ઇશ્વરના આર્શિવાદ પ્રાપ્ત થવાથી લાભ મળી શકે છે.

ધન (ભ,,,ધ)

આજે આપની લાગણી કોઈની સમક્ષ વ્યક્ત કરી શકો છો. પરિવારલક્ષી બાબતોમાં વધારે ધ્યાન આપશો. યાત્રા પ્રવાસના યોગ છે. દિવસ આનંદમય રહેશે.

મકર (ખ,જ)

આજે પોતાની જવાબદારીઓનું સારી રીતે નિર્વાહન કરી શકો છો. જીવનસાથી આપની વાત માને નહીં એવું બની શકે છે. નોકરી – ધંધામાં લાભ પ્રાપ્ત થાય.

કુંભ (ગ,,,સ)

આજે પરિવારજનો સાથે કોઈ પણ પ્રકારનો મતભેદ કરવો નહીં. વિશ્વાસુ લોકો તરફ પણ આશંકા રહી શકે છે. માનસિક શાંતિ આજે રહી શકશે નહીં.

મીન (દ,,,થ)

આજે સંતાન સાથે અધિક સમય વ્યતિત કરવો જરૂરી છે. નકારાત્મક વિચારો મગજ પર છવાયેલા રહેશે. પોતાની ભૂલોનો સ્વિકાર કરવાથી રાહત પ્રાપ્ત થઈ શકે છે.

(આજનો Funrang જોક)

ટાઈગર – અરે યાર પકડું જબરું થયું.

પકડું – એવું શું થયું?

ટાઈગર – પેલો મારો દોસ્ત ચમક હોસ્પિટલમાં દાખલ હતો ને….

પકડું – હા…

ટાઈગર – બે મહિના હોસ્પિટલમાં સારવાર લીધા પછી ડિસ્ચાર્જ થતી વખતે એણે નર્સને કહ્યું કે, મને લાગે છે કે તે મારું દિલ ચોરી લીધું છે…

પકડું – અચ્છા… નર્સ સાથે પ્રેમ થઈ ગયો…

ટાઈગર – અરે હા પણ… નર્સે કીધું કે તારું દિલ નહીં અમે તો કિડની ચોરી લીધી છે.

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેની માહિતી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

#funrang #funrangnews #jyotish #rashifal #Bhavishya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *