(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
(નોંધઃ ચંદ્ર અનુસાર રાશિફળ)
? મેષ (અ,લ,ઈ) ?
આજનો દિવસ આપના માટે ઉર્જાસભર રહેશે. ઘણાં સમયથી અટકેલા કાર્યો પૂરા કરી શકશો. સંતાનોના વર્તન પર વિશેષ ધ્યાન રાખવું જરૂરી. જીવનસાથીની વાતને ગંભીરતાથી નહીં લો તો તકલીફ થઈ શકે છે.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે દાન-પુણ્યના કાર્ય કરીને માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકશો. આજે કોઈ વડીલ વ્યક્તિ તરફથી નાણાંકીય લાભ પ્રાપ્ત થાય. સાંજના સમયે કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. એકાંતમાં રહેવાનું આપને ગમશે.
? મિથુન (ક,છ,ધ) ?
આજે નિયમિત કસરત કરવાનો સંકલ્પ લઈ શકો છો. આજે ઉધાર ચૂકવવામાં અડચણ અનુભવી શકો છો. મિત્રો – સંબંધીઓ તરફથી આશ્ચર્યજનક ગિફ્ટ મળી શકે છે. આજે ખર્ચનું પ્રમાણ અધિક રહેશે.
? કર્ક (ડ,હ) ?
આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં તાણનો અનુભવ કરી શકો છો. આર્થિક તંગીથી બચવા માટે બજેટ બહાર ખર્ચ કરવો નહીં. આજે કામનું ભારણ અધિક રહેશે. આજે ગુસ્સાને કારણે પરિવારજનો સાથે કલહ કરી શકો છો.
? સિંહ (મ,ટ) ?
આજે આર્થિક સ્તર પર લાભ પ્રાપ્ત થાય. કર્જમાંથી મુક્તિ પ્રાપ્ત થાય. પરિવારજનની તબિયતને કારણે ચિંતાગ્રસ્ત રહેશો. કોઈ સબંધી આજે અચાનક ઘરે આવી શકે છે. મિત્રોને કારણે મુસીબતમાંથી બહાર નિકળશો.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે આપને સ્વાસ્થ્યને લગતી બાબતોમાં સુધારો લાવવાનો સમય મળે. આજે કોઈ એવા વ્યક્તિની મુલાકાત થાય જે આપનો આર્થિક પક્ષ મજબૂત કરશે. જીવનસાથી સાથે આજે મતભેદ થાય તેવી શક્યતા જણાય છે.
? તુલા (ર,ત) ?
આજે આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. કોઈની સલાહ વિના પૂરે પૂરો વિચાર કર્યા વગર રોકાણ કરવું નહીં. જીવનસાથી જીવનમાં પરિવર્તન લાવવામાં સહાય કરશે. અણધાર્યો પ્રવાસ કરવો પડી શકે છે.
? વૃશ્ચિક (ન,ય) ?
આપનો સ્પષ્ટ અને નીડર અભિગમ આપના મિત્રોના અહંકારને ઠેસ પહોંચાડી શકે છે. પ્રિયજનની નાની – મોટી ભૂલોને અવગણવી જરૂરી. કિંમતી ચીજવસ્તુઓની વિશેષ કાળજી રાખશો.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે માનસિક સ્વાસ્થ્યને મજબૂત કરવા આધ્યાત્મિક કાર્યોમાં પરોવાયેલા રહી શકો છો. બીજાને પ્રભાવિત કરવામાં આજે આપ ખોટા ખર્ચ કરી શકો છો. આજે કોઈની સાથે મજાક મસ્તી કરવી નહીં.
? મકર (ખ,જ) ?
આજે આપે ખાન – પાન પર ખાસ નિયંત્રણ રાખશો. શેર – સટ્ટામાં આજે નુકસાન પ્રાપ્ત થઈ શકે છે. પરિવારજનોની સલાહ લઈને જ કોઈ નિર્ણય પર પહોંચવું. કોઈ જૂની વાત યાદ કરી જીવનસાથી નારાજ થાય.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે કોઈ નવો વિચાર આર્થિક સ્તર પર લાભપ્રદાયક બની શકે છે. કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લો તેવી શક્યતા. જીવનસાથી તરફથી કોઈ સરપ્રાઈઝ પ્રાપ્ત થઈ શકે છે. જૂના મિત્રોની મુલાકાત થાય તેવી શક્યતા.
? મીન (દ,ચ,ઝ,થ) ?
ખોટા વિચારો કરવામાં આજે આપ સમય બગાડી શકો છો. આર્થિક સ્તરે દિવસ નરમ – ગરમ રહેશે. કોઈ દૂર રહેતા પ્રિયજનની યાદ સતાવી શકે છે. ભવિષ્યની ચિંતા આપના મન પર છવાયેલી રહેશે. દિવસ મધ્યમ.