(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
? મેષ (અ,લ,ઈ) ?
આજે આપ દાન – પુણ્ય કરશો. શક, અનાસ્થા, લાલચ જેવી વૃત્તિઓનો આજે ત્યાગ કરવો જરૂરી. સંતાનના કારણે ખર્ચ કરવો પડી શકે છે. વૈવાહિક જીવનમાં કોઈ સુખદ પરિવર્તન જોવા મળે તેવી શક્યતા જણાય છે.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે કોઈ મિત્રને કારણે એવી વ્યક્તિને મળવાનું થાય જે આપના વિચારોમાં પરિવર્તન લાવે. આર્થિક પક્ષ મજબૂત રહે તેવી શક્યતા. આજે ઉધાર આપેલા નાણાં પરત મળી શકે છે. જીવનસાથીની તબિયત બગડી શકે.
? મિથુન (ક,છ,ધ) ?
આજે કોઈક સ્રોતથી ધન પ્રાપ્ત થવાને કારણે આર્થિક તંગીમાંથી છુટકારો મળી શકે છે. કાર્યક્ષેત્રમાં આપ ઉર્જા સાથે કાર્ય કરવામાં અસમર્થ રહી શકો છો. વ્યસનને કારણે પરિવારજનો સાથે ખટરાગ થવાની શક્યતા.
? કર્ક (ડ,હ) ?
આજે આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. માતા – પિતા કે કોઈ વડિલની મદદથી આર્થિક તંગીમાંથી છુટકારો પ્રાપ્ત થાય. સહકર્મીઓ સાથે સારો તાલમેલ રહેશે. ઘરે કોઈ પાર્ટીનું આયોજન થાય તેવી શક્યતા જણાય છે.
? સિંહ (મ,ટ) ?
આજે આપનું મગજ સારી બાબતોનો સ્વિકાર કરવા ખુલ્લુ રહેશે. ધાર્મિક કાર્યમાં ખર્ચ કરશો. સંતાન તરફથી કોઈ શુભ બાબત સાંભળવા મળી શકે છે. જીવનસાથી આજે આપની સાથે પ્રેમપૂર્વક વર્તન કરી શકે છે.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે આપ અંગત સંબંધોનો ઉપયોગ કરી શકો છો. નાણાંના રોકાણમાં વિશેષ કાળજી રાખવી જરૂરી. જીવનસાથી સાથે સારો દિવસ વ્યતિત કરવા મૌન જાળવવું જરૂરી જણાય છે.
? તુલા (ર,ત) ?
આજે આપ મોજમસ્તી કરવાના મૂડમાં રહી શકો છો. કોઈ નજીકના સંબંધીને કારણે લાભ પ્રાપ્ત થઈ શકે છે. પારીવારીક સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવશો. જીવનસાથીને વાયદો કરવો નહીં.
? વૃશ્ચિક (ન,ય) ?
આજે દિવસની શરૂઆત મધ્યમ રહેશે પણ બપોર બાદ કોઈ ઉપાધીનો સામનો કરવો પડી શકે છે. સમાજીક કાર્યક્રમમાં જવું પડી શકે છે. જીવનસાથી સાથે આજે મન ખોલીને વાતચીત થાય તેવી શક્યતા છે.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે આપે કોઈ પદાધીન વ્યક્તિ સાથે વાત કરતી વખતે આત્મવિશ્વાસ કેળવવો જરૂરી છે. રિયલ એસ્ટેલને લગતું રોકાણ લાભ કરાવે. પરિવારનો આજે પૂર્ણ સહયોગ પ્રાપ્ત થાય. જીવનસાથી સાથે ચકમકની શક્યતા.
? મકર (ખ,જ) ?
આજે સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી. આજે ભાઈ તરફથી અધિક મદદ પ્રાપ્ત થાય. આજે કોઈની સાથે પ્રેમ થાય તેવી શક્યતા. વ્યાવસાયિક મિટિંગમાં બોલવા પર કાબૂ રાખવો જરૂરી. જીવનસાથીનું ધ્યાન રાખવું પડે.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે પરિવારજનોની ઇચ્છાઓ પૂરી કરવામાં ચીડાઈ શકો છો. આજે સૌભાગ્ય આપની તરફ આવશે અને અગાઉ કરેલી મહેનતનું ફળ પ્રાપ્ત થયા. જીવનસાથી સાથે પ્રેમપૂર્વક સમય વિતે તેવી પૂરી શક્યતા.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે આપના વિનમ્ર સ્વભાવની પ્રશંસા થઈ શકે છે. સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે. આજે મનમાં કોઈક બાબતે નારાજગી રહી શકે છે. ઘરમાં હવન પૂજા પાઠનું આયોજન થઈ શકે છે. જીવનસાથીને દુઃખી કરશો.