વિક્રમ સંવત 2078 મહા વદ – દશમ
આજની ચંદ્ર રાશિ – ધન
મેષ (અ,લ,ઈ)
આઉટડૉર રમતો તમને આકર્ષશે-ધ્યાન તથા યોગ લાભ લાવશે. અનિચ્છીત કોઈ મહેમાન આજે ઘરે આવી શકે છે જેના આવવા થી તમારે તે વસ્તુઓ ઉપર પણ ખર્ચ કરવો પડી શકે છે જેને તમે આવતા મહિને કરવાનું વિચાર્યું હતું। પારિવારિક વાતાવરણ જાળવવા તથા તેને કલુષિત ન કરવા તમારે તમારા ગુસ્સા પર કાબૂ મેળવવાની જરૂર છે. આજે રૉમાન્સ માટે ગૂંચવણભર્યું જીવન છોડો.
વૃષભ (બ,વ,ઉ)
અન્યોની જરૂરિયાત તમારી ઈચ્છામાં હસ્તક્ષેપ કરશે આથી પોતાનું ધ્યાન રાખો-તમારી લાગણીઓને દબાવો નહીં અને હળવાશ અનુભવવા માટે તમને જે ક્રમમાં ચીજો કરવી ગમે છે તેમ કરો. નિવેશ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે આ વાત તમને આજે સમજ માં આવી શકે છે કેમ કે કોઈ જુના નિવેશ થી તમને આજે લાભ થયી શકે છે. દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે.
મિથુન (ક,છ,ધ)
થોડી મોજ-મજા માટે ઑફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો. ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ થવાનું ટાળો. પારિવારિક ચિંતાઓને તમારૂં ધ્યાન અન્યત્ર વાળવા ન દો. ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે. પોતાના પર દયા ખાવામાં સમય વેડફવા કરતાં જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો.
કર્ક (ડ,હ)
તમારે કેટલાક આઘાતનો સામનો કરવાની શક્યતા હોવાથી તમારે તમારી લાગણીઓને અંકુશમાં લેવાની તથા તમારા ભયથી મુક્ત થવાની તાકીદે જરૂર છે. તમારા આશાવાદી અભિગમ દ્વારા તમે આ બંનેનો સામનો કરી શકો છો. તામ્ર પૈસા ત્યારેજ તમારા કામ માં આવશે જયારે તમે તેને સંચિત કરો આ વાત તમે જેટલી સારી રીતે સમજી લો તે વધારે સારું નહીંતર પાછળ થી તમે પછતાશો।
સિંહ (મ,ટ)
તમારૂં મોહિત કરનારૂં વર્તન ધ્યાન આકર્ષિત કરશે. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. તમારા પરિવારના સભ્યોની જરૂરીયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથિમકતા હોવી જોઈએ. આજે તમે પ્રેમની પીડા અનુભવશો. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે.
કન્યા (પ,ઠ,ણ)
કોઈક આધ્યાત્મિક વ્યક્તિ તમારા પર શુભાશિષ વર્ષાવશે તથા તેને કારણે માનસિક શાંતિ આવશે. તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. દૂરનાં કોઈ સગાં તરફથી અણધાર્યો સંદેશ આખા પરિવાર માટે ઉત્સાહ લાવશે. તમારા પ્રેમને કોઈ મહામૂલી જણસની જેમ તાજો રાખો. તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે.
તુલા (ર,ત)
તમારી સાંજ મિશ્ર લાગણીઓથી ભરેલી હશે જે તમને તાણગ્રસ્ત રાખી શકે છે.પમ એમાં ઝાઝી ચિંતા કરવા જેવું નથી- કેમ કે તમારી ખુશી તમને નિરાશા કરતાં વધુ આનંદ આપશે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે. સાંજે બાળકો સાથે થોડો આનંદદાયક સમય વિતાવજો. તમારો સનાતન પ્રેમ તમારા પ્રિયપાત્ર માટે નદી સમાન છો.
વૃશ્ચિક (ન,ય)
વાહન ચલાવતી વખતે ચેતતા રહેજો ખાસ કરીને વળાંક પર. અન્ય કોઈકની બેદરકારી તમારી માટે સમસ્યા ઊભી કરે શકે છે. તમારા ભાઈ બહેનો માં થી આજે કોઈ તમારી જોડે પૈસા ઉધાર માંગી શકે છે, તમે તેમને પૈસા આપી તો દેશો પરંતુ આના થી તમારા આર્થિક હાલત ખરાબ થયી શકે છે. બાળકો કેટલાકજબરજસ્ત સમાચાર લાવી શકે છે. તળાવમાંની સૌથી સુંદર માછલી સાથે આજે મુલાકાત થવાની ઊંચી શક્યતા છે.
ધન (ભ,ફ,ઢ,ધ)
ભાગ્ય પર આધાર ન રાખો અને તમારૂં સ્વાસ્થ્ય સુધારવાના પ્રાયાસ કરો કેમ કે નસીબ એવી આળસું દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં આવે. તમારું કોઈ મિત્ર આજે તમારા થી મોટી રકમ ઉધાર માંગી શકે છે, જો તમે તેને આ રકમ આપો છો તો તમે નાણાકીય સંકટ માં આવી શકો છો. જેઓ સંવેદનશીલ પુનરાશ્વાસન શોધી રહ્યા છે તેમની મદદે તેમના વડીલો આવશે. તમારો ખાસ મિત્ર તમારા આંસું લૂંછશે.
મકર (ખ,જ)
મિત્રો તમારો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશેજે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે. સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે. પરિવારમાં કોઈ મહિલા સભ્યની તબિયત ચિંતાનું કારણ બનશે. લાગણીશીલ અંતરાયો તમને તકલીફ આપી શકે છે. આજે કોઈ ને જાણ કર્યા વિના, તમારા ઘર માં કોઈ દૂર ના સંબંધી ની એન્ટ્રી થઈ શકે છે, જે તમારો સમય બગાડી શકે છે.
કુંભ (ગ,શ,ષ,સ)
મિત્રો સાથે સાંજ આહલાદક રહેશે પણ વધુ પડતા ભોજન અને હાર્ડ ડ્રિન્ક અંગે સાવચેત રહેજો. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. મુશ્કેલીના સમયમાં તમારી મદદ કરનારા સંબંધીઓ તરફ તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરો. તમારૂં નાનકડું પગલું તેમનો ઉત્સાહ વધારશે. કૃતજ્ઞતા જીવનની સુંદરતા વધારે છે, તો કૃતઘ્નતા તેને ઝાંખી પાડે છે. પ્રેમના આનંદની અનુભૂતિની શક્યતા છે.
મીન (દ,ચ,ઝ,થ)
તમારા ખભા પર ઘણી જવાબદારી આવી પડી છે અને નિર્ણય લેવા માટે મગજની સ્પષ્ટતા તમારી માટે મહત્વની સાબિત થશે. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો-લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે- તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો. સઘન પ્રયત્નો કરો તમે ચોક્કસ જ નસીબવાન પુરવાર થશો કેમ કે આજનો દિવસ તમારો છે.
(આજનો Funrang જોક)
ટાઈગર – ભાઈ, મેં આ કાર બે વર્ષ પહેલા ખરીદી છે, પણ તને ભરોસો નહીં આવે… આજ સુધી મેં ક્યારેય સર્વિસનો એક રૂપિયો નથી ચૂકવ્યો.. બોલ તને આશ્ચર્ય થયું ને…
પકડું – મને સ્હેજેય આશ્ચર્ય નથી થયું…
ટાઈગર – કેમ?
પકડું – મારી હમણાં જ તારા સર્વિસ સ્ટેશનવાળા સાથે વાત થઈ… એણે કીધું કે બે વર્ષથી તે બીલ નથી ચુકવ્યા.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેની માહિતી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
#funrang #funrangnews #jyotish #rashifal #Bhavishya