(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
(નોંધઃ ચંદ્ર અનુસાર રાશિફળ)
? મેષ (અ,લ,ઈ) ?
આજે રચનાત્મક કાર્યોમાં પોતાની જાતને વ્યસ્ત રાખશો તો નકારાત્મક વિચારોને ટાળી શકશો. કોઈ જૂની બિમારી આજે હેરાન કરી શકે છે. નાણાંકીય ભીડ હેરાન કરી શકે. જીવનસાથી સાથે મતભેદ થાય તેવી શક્યતા.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે ક્ષણિક ગુસ્સાને કારણે અંગત લોકોનું મન ખાટું કરી શકો છો. અચાનક આર્થિક ખર્ચ કરવો પડી શકે છે. આજે આપની ઇમાનદારીની પ્રશંસા થશે. જીવનસાથી આજે આપને ખૂબ જ સારો સહકાર આપશે.
? મિથુન (ક,છ,ધ) ?
આજે સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી. આપની મનોકામનાઓ પ્રાર્થનાથી પૂરી થવાની શક્યતા છે. મુસીબતમાં પરિવારજનોનો પુરતો સહકાર પ્રાપ્ત થશે. મહત્વના વ્યક્તિઓ સાથે વાતચીત કરતી વખતે સાચવવું જરૂરી.
? કર્ક (ડ,હ) ?
આજે આપ ખોટા ખર્ચા કરો તેવી શક્યતા છે. આજે કોઈને પણ ખોટા વાયદા કરવા નહીં. આજે દિવસ વ્યસ્તતા ભર્યો રહેશે. સાંજના સમયે મનપસંદ કાર્ય કરી શકવા સમર્થ રહેશો. જીવનસાથી આજે કંઈક ખાસ કાર્ય કરશે.
? સિંહ (મ,ટ) ?
આજે બપોર બાદ આપને ધન લાભ થવાની પૂરી શક્યતા છે. આજે વેપાર અંગેની વાતચીતમાં કાળજી પૂર્વક આગળ વધવું. કોઈ ખરીદી બાબતે જીવનસાથી સાથે તકરાર થાય તેવી શક્યતા. ઈશ્વર સ્મરણ કરવું જરૂરી.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે સ્વાસ્થ્ય નરમ ગરમ રહેશે. નાણાંકીય બાબતો અંગે પરિવારજનો સાથે ખટરાગ થવાની શક્યતા. આજે ઘરમાં પાર્ટીનું આયોજન થવાની શક્યતા છે. જીવનસાથીની નાની વાતો પર પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી.
? તુલા (ર,ત) ?
આજે આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. મિત્રો સાથે ક્યાક ફરવા જવાની યોજના બને તો નાણાં સમજીને ખર્ચવા. આજે મોટાભાગનો સમય આરામમાં વિતાવી શકો છો. જીવનસાથી કોઈ વાતે આપનાથી નારાજ થઈ શકે.
? વૃશ્ચિક (ન,ય) ?
આજે પરિવારજનોની આશાઓ પર સાચા સાબિત થવા સમય વિતાવશો. વેપાર ધંધા માટે પ્રવાસ કરવો પડી શકે છે. આજે નાણાંની ચોરી થવાની શક્યતા છે. આજે પોતાની જાત માટે સારો એવો સમય કાઢી શકશો.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે ઈચ્છાશક્તિનો અભાવ ભાવનાત્મક અને માનસિક સ્તર પર હેરાન કરી શકે છે. લાંબાગાળાના રોકાણ માટે સારો દિવસ. ઘરમાં ઉલ્લાસનું વાતાવરણ રહેશે. મહેનતનું સારું એવું પરિણામ પ્રાપ્ત થાય. શુભ દિવસ.
? મકર (ખ,જ) ?
આજે ખુલ્લા મનથી આપ સારી બાબતો સ્વિકારશો. વડીલો આપનાથી નારાજ થઈ શકે છે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી. આજે કોઈક કારણસર આપનો કિંમતી સમય બગડી શકે છે. જીવનસાથી રોમાંસથી ભરપૂર રહે.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે યાત્રા – પ્રવાસ આપને આનંદીત કરશે. સંતાનના શિક્ષણ અંગે ખર્ચ કરવો પડી શકે છે. કોઈ સંબંધી સાથે વાત કરીને માનસિક તણાવમાંથી રાહત પ્રાપ્ત થાય. આજે જીવનસાથી સાથે મહત્વની ચર્ચા કરી શકો છો.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે માતૃપક્ષથી આપને લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે. પરિવારજનોની મદદ પ્રાપ્ત થાય. કામકાજમાં કોઈ કર્મચારીને કારણે હેરાન થવું પડી શકે. જીવનસાથીનો ભરપૂર સહયોગ આજે આપને પ્રાપ્ત થશે.