(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

? મેષ (અ,,ઈ) ?

આજે આપનું કોઈ સપનું હકીકતમાં બદલાઈ શકે છે. ઉત્સાહ પર કાબૂ રાખવો જરૂરી. કોઈ અંગત વ્યક્તિની વાત આપને આજે વધુ ખરાબ લાગી શકે છે. જીવનસાથી આજે અધિક વ્યસ્ત રહેશે, આપને સમય ના આપે.

? વૃષભ (બ,,ઉ) ?

આજે મનમાંથી નફરતની ભાવના દૂર રાખવા જરૂરી છે. આજે નાણાંની બચત કરવા અંગેનો વિચાર કરી શકો છો. લાંબાગાળાના કામ માટે કરવામાં આવેલી યાત્રા સફળ રહેશે. જીવનસાથી આજે આપનું મન સમજશે.

? મિથુન (ક,,ધ) ?

આજે આર્થિક લાભ થાય તેવી શક્યતા. દાન – પુણ્ય કરીને આજે માનસિક શાંતિ પ્રાપ્ત થાય. વિવાદાસ્પદ બાબતોની ચર્ચામાં આપે મૌન જાળવવું જરૂરી. આજનો હસી મજાકનો સ્વભાવ વાતાવરણ આનંદમય બનાવે.

? કર્ક (ડ,હ) ?

આજે સ્વાસ્થ્ય સારું રહેશે. આત્મવિશ્વામમાં વૃદ્ધિ થશે. કોઈ દેણદાર સામેથી નાણાં પરત કરી શકે છે. પરિવારજનોની જરૂરીયાત પૂરી કરવા દોડધામ કરવી પડી શકે. જીવનસાથી પર પોતાના વિચારો ના થોપવા.

? સિંહ (મ,ટ) ?

આજે કોઈ બિમારીમાંથી છૂટકારો પ્રાપ્ત થઈ શકે છે. ઉર્જાસભર દિવસ વિતી શકે છે. લાંબાગાળાનું રોકાણ ફાયદાકારક નિવડશે. આજે કોઈ શત્રુ આપની સાથે સુલેહ કરવા આવી શકે છે. જીવનસાથી સાથે ચકમક થાય.

? કન્યા (પ,,ણ) ?

આજે સ્થાવર સંપત્તિને કારણે લાભ પ્રાપ્ત થાય છે. પરિવારમાં આનંદમય વાતાવરણ આપ બનાવી શકશો. ખોટો દેખાડો કરવાથી આજે આપ હાસ્યાસ્પદ ઠરી શકો છો. જીવનસાથી સાથે હસી મજાક ભર્યો સમય વિતશે.

? તુલા (ર,ત) ?

જીવન પ્રત્યેની ઉદાસીનતા આજે મન પર છવાયેલી રહેશે. હરવા ફરવાની યોજના બની શકે છે. કોઈ આધ્યાત્મિક વ્યક્તિ કે વિચાર આપના મન પર જબરદસ્ત પરિવર્તન લાવી શકે છે. જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે.

? વૃશ્ચિક (ન,ય) ?

આજે આપનો હસમુખો સ્વભાવ લોકોને ખુશ કરશે. આજે કીમતી ચીજવસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આજે કરેલી યાત્રાનું તરત ફળ નહીં મળે પણ ભવિષ્ય માટે યોગ્ય કદમ ઉઠાવ્યો ગણી શકાય છે.

? ધન (ભ,,,ધ) ?

આજે મહત્વના નિર્ણય લેવામાં આપને તણાવનો સામનો કરવો પડી શકે છે. આજે કરાયેલું રોકાણ ભવિષ્યમાં સારો એવો લાભ આપી શકે છે. આજે આપ ઇમાનદાર અને સ્પષ્ટવાદી રહેશો. જીવનસાથીએ બોલેલા સામાન્ય અસત્યથી ગુસ્સે થઈ શકો.

? મકર (ખ,જ) ?

આજે વાહન ચલાવતી વખતે ખાસ કાળજી રાખવી. ખર્ચાઓ પર કાબૂ રાખવો જરૂરી. આજે ખોટું બોલવાને કારણે આપ મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આજે પોતાની ભૂલોને સુધારવાનો વિચાર મન પર છવાયેલો રહેશે.

? કુંભ (ગ,,,સ) ?

આજે કોઈને પણ ઉધાર આપવાનું ટાળવું. આજે આપની કોઈ વાતે અંગત લોકો નારાજ થઈ શકે છે. આજે રચનાત્મક કાર્યોમાં સમય વિતી શકે છે. જીવનસાથી સાથે બેસીને ભૂતકાળની સારી બાબતો યાદ કરી શકો છો.

? મીન (દ,,,થ) ?

આજે માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે આધ્યાત્મિકતાનો સહારો લેવો જરૂરી. આજે વેપાર – ધંધા માટે કોઈ મહત્વની જાણકારી પ્રાપ્ત થઈ શકે છે. ગુસ્સાને કારણે આપ પરિવારજનોને નારાજ કરો તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *