(જ્યોતિષને લગત સચોટ જાણકારી અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
આજે કોઈ મનોરંજનની પ્રવૃત્તિમાં પરિવારજનો સાથે જોડાઈ શકો છો. ભાઈ – બહેનના સહકારથી ધનલાભ થવાની શક્યતા છે. પ્રિયજન આપની કોઈ વાતથી નારાજ થઈ શકે. આજે આપને પૂરતો આરામ મળી રહેશે. શુભ દિવસ.
આજે ઘરમાં સાજ સજાવટ અંગેના કાર્યમાં આપ વ્યસ્ત રહી શકો છો. દરેક કાર્યમાં આજે સજાગ રહેવું જરૂરી છે. આજે રોમાંસમાં નિરાશા સાંપડી શકે છે. જીવનસાથીને સમજવામાં ગેરસમજ થવાને કારણે ઉદાસ થઈ શકવું પડી શકે છે.
આજે ધાર્મિક અથવા આધ્યાત્મિક કાર્યોમાં સંલગ્ન રહેવાની શક્યતા છે. સંતાનના વર્તનને કારણે આપને આનંદ પ્રાપ્ત થશે. આજે આપ પોતાના માટે સમય કાઢી નહીં શકો. જીવનસાથી સાથે આજે ખૂબ ઉત્તમ સમય પસાર કરી શકો છો.
આજે આપનું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. મિત્રો સાથે ક્યાંક હરવા ફરવાનો પ્લાન બનાવી શકો છો. આજે નાણાંનો ખર્ચ ખૂબ વિચારીને કરવો હિતાવહ રહેશે. આપની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી શકે તેવા વ્યક્તિઓને મળવાનું આજે ટાળવું.
આજે પરિવારમાં નવા સદસ્યના આગમનના સમાચાર આપને રોમાંચિત કરી શકે છે. આજે આપે કામકાજનાં ક્ષેત્રમાં વધુ બોલવાનું ટાળવું જરૂરી છે. આજે રોકાણ કરવાનું ટાળવું જોઈએ. આજે ભાઈ-બહેન સાથે આનંદ પ્રમોદના કાર્ય કરી શકો.
આજે આપ ઉર્જાની ઉણપ અનુભવશો, તેથી શક્ય તેટલો આરામ કરવો હિતાવહ રહેશે. કોઈ દૂર રહેતો સંબંધીનો ફોન આવી શકે છે. આજે મગજ શાંત રાખીને વાત કરવી જરૂરી છે. જીવનસાથી આપની પ્રશંસા કરશે, સ્નેહ વરસાવશે.
આજે આપે જીવનની ઉજ્જવળ બાબતોને જોવાની દ્રષ્ટિ રાખવી જરૂરી છે. પરિવાર માટે આજે આપ માનસિક કસરત કરી શકો છો. પરિવારજનો સાથે ઉત્તમ સમય વિતાવવો લાભકારક રહે. આજનો આપનો દિવસ આનંદમય રહેશે.
આજે કોઈ ખાસ મિત્ર આપની માનસિક ગૂંચવણોમાંથી મુક્તિનો માર્ગ બતાવી શકે છે. નવો આર્થિક કરાર અંતિમ સ્વરૂપધારણ કરી શકે છે. સ્વજનો સાથેના મતભેદોને કારણે તણાવ અનુભવી શકો તેવી શક્યતા જણાય છે.
પોતાના સ્વાસ્થ્ય અંગે જરૂર કરતાં વધુ ચિંતા કરવાનું આજે ટાળશો તો રાહત પ્રાપ્ત થશે. આજે જીવનસાથી આપના માટે આનંદમય વાતાવરણ સર્જશે. પરિવારજનો સાથેના વર્તનમાં બરડતાં ત્યજીને આનંદ પ્રાપ્ત કરી શકશો.
આજે આપ કોઈ અસાધારણ કાર્ય કરી શકો છો. નાણાંનું રોકાણ આજે ખૂબ જ વિચારીને કરવું. કોઈ સ્વજન તરફથી સારો સમાચાર સાંભળવા મળી શકે છે. આળસનો ત્યાગ કરવો જરૂરી. જીવનસાથી આપના માટે કોઈ વિશેષ યોજના બનાવે.
આજે આપ એકદમ બાળક જેવું વર્તન કરો તેવી પૂરી શક્યતા જણાય છે. નાણાંનો વિચાર્યા વગર જ વ્યય કરી શકો છો. કોઈ વડિલની સમસ્યામાં મદદ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થઈ શકે છે. યાત્રા – પ્રવાસમાં લાભ પ્રાપ્ત થાય.
આજે કોઈ જ્યોતિષીની સલાહ આપના માનસિક સ્વાસ્થ્ય માટે ઉપયોગી નિવડી શકે છે. આર્થિક સમસ્યાને કારણે કોઈ કાર્ય અટકી શકે છે. ભાઈ – બહેનો સાથે ફિલ્મ કે મેચ જોવામાં સમય વિતાવી શકો છો. દિવસ મધ્યમ રહી શકે છે.