(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

(નોંધઃ ચંદ્ર અનુસાર રાશિફળ)

? મેષ (અ,,ઈ) ?

આજે શંકાસ્પદ સ્વભાવને કારણે હેરાન થવું પડી શકે છે. આજે નાણાંની બચત કરવાના વિચારો મન પર છવાયેલા રહેશે. બાળકો સાથે આનંદ પ્રાપ્ત થાય. વૈવાહિક જીવનમાં આનંદ પ્રાપ્ત કરશો.

? વૃષભ (બ,,ઉ) ?

આજે બીજાની ઈચ્છા પૂરી કરવામાં આપે ખાસ મહેનત કરવી પડી શકે છે. દિવસ વ્યસ્ત રહેશે. સામાજીક ગતિવિધીઓમાં ભાગ લઈ શકો છો. વેપાર – ધંધામાં આજે લાભ થવાની શક્યતા. બનાવટીપણું ટાળવું.

? મિથુન (ક,,ધ) ?

આજે આપનો ગુસ્સો મિત્રો સાથે અણબનાવ ઉત્પન્ન થઈ શકે છે. બપોર બાદ ધન લાભ થવાની શક્યતા જણાય છે. ઘરની બાબતોમાં આજે વધારે સમય અને ધન વાપરવું પડી શકે છે. જીવનસાથી સાથે સારો સમય વિતશે.

? કર્ક (ડ,હ) ?

આજે અન્ય લોકોની મદદ કરવામાં આપને થાક અનુભવવો પડી શકે છે. મનોરંજનના કાર્યોમાં નાણાં ખર્ચી શકો છો. કામકાજના ક્ષેત્રે કોઈ મહત્વની ઘટના બની શકે છે. વૈવાહિક જીવનમાં ખટરાગનો સામનો કરવો પડે.

? સિંહ (મ,ટ) ?

આજે કોઈ શારીરિક તકલીફમાંથી છુટકારો પ્રાપ્ત થાય. આજે કોઈને ઉધાર આપવું નહીં. આજે અચાનક કોઈની સાથે રોમાન્ટિક મુલાકાત થઈ શકે છે. આજે એકાંતમાં સમય વિતાવવું ગમશે. જીવનસાથી પ્રેમાળ વર્તાવ કરે.

? કન્યા (પ,,ણ) ?

આજે મિત્રો – પરિવારજનો સાથે મોજ મસ્તીમાં સમય વિતશે. રોકાણ માટે નવી તકો પ્રાપ્ત થવાની શક્યતા. કોઈ અંગત વ્યક્તિના અજીબ મૂડને કારણે હેરાન થઈ શકો છો. જીવનસાથી તરફથી પ્રેમ પ્રાપ્ત થાય.

? તુલા (ર,ત) ?

આજે સ્વાસ્થ્ય નરમ – ગરમ રહી શકે છે. નાણાંકીય બાબતો અંગે પરિવારજનો કે જીવનસાથી સાથે ઝગડો થઈ શકે છે. પરોપકાર અને સામાજીક કાર્યોમાં સંલગ્ન રહી શકે છે. જીવનમાં સકારાત્મક બદલાવ લાવશો.

? વૃશ્ચિક (ન,ય) ?

આજે કોઈ બાબતનો આત્મવિશ્વાસ સાથે સામનો કરશો તો તકલીફમાંથી મુક્તિ મળશે. આર્થિક મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢી શકશો. કાર્યક્ષેત્રમાં કુટનિતીથી કામ પાર પાડી શકશો. જીવનસાથીનો પ્રેમ દુઃખ દૂર કરી દેશે.

? ધન (ભ,,,ધ) ?

આજે આપ પોતાને આનંદ આપે તેવા કાર્યોમાં સંલગ્ન રહેશો. નાણાંનો ખોટો ખર્ચો થવાની શક્યતા જણાય છે. ઘરની કોઈ બાબત પર ધ્યાન આપવું જરૂરી લાગશે. બાળકો સાથે સમય વિતાવીને આનંદ પ્રાપ્ત કરશો.

? મકર (ખ,જ) ?

આજે બેન્કને લગતી કે લેવડ દેવડને લગતી કામગીરીમાં વિશેષ ધ્યાન રાખવું જરૂરી. આજે બદનામી થવાના યોગ છે માટે સાવધ રહેવું. કામકાજમાં આપની વાત લોકો સાંભળશે. જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે.

? કુંભ (ગ,,,સ) ?

આજે નાણાંની કિંમત સમજાશે. બપોર બાદ આરામ કરવાનો મૂડ રહેશે. આજે કોઈ અંગત વ્યક્તિ સાથે વિવાદ થવાની શક્યતા છે. જીવનસાથી સાથે આજે તાલમેલ બનાવવામાં હેરાન થવું પડી શકે તેવી શક્યતા છે.

? મીન (દ,,,થ) ?

આજે દરેક કાર્ય ઉર્જા સાથે કરી શકશો. આજે કોઈને છેતરીને લીધેલા નાણાં ચુકવવાના વિચારો મનમાં આવી શકે છે. રચનાત્મક કાર્યો કરવાથી રાહત પ્રાપ્ત થશે. જીવનસાથીને કારણે મન ખિન્ન રહી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *