વિક્રમ સંવત 2078 પોષ વદ – એકાદશી
આજની ચંદ્ર રાશિ – વૃશ્ચિક
મેષ (અ,લ,ઈ)
આજે દિવસ ખુશનુમા રહેશે. કોઈ નવી વ્યક્તિ સાથે આપનો પરિચય થશે કોઈની સલાહ પ્રમાણે નાણાંનું રોકણ કરવું જરૂરી. મહેનતનું ફળ મળશે.
વૃષભ (બ,વ,ઉ)
આજે કોઈને ઉધાર નાણાં આપવા નહીં. આજે સાંજનો સમય ખુશનુમા રહેશે. રમત ગમતમાં ખાસ ધ્યાન આપી શકશો. અભ્યાસમાં ધ્યાન લગાવી શકો છો.
મિથુન (ક,છ,ધ)
આજે યાત્રા પ્રવાસમાં મન મુશ્કેલી અનુભવી શકે છે. ખોટા ખર્ચનો યોગ છે. હિતશત્રુઓથી સાવધ રહેવું. કોઈની મદદ કરીને આનંદ પ્રાપ્ત કરી શકો છે.
કર્ક (ડ,હ)
આજે આપનો દિવસ આનંદમય પસાર થાય. તુલા રાશીનો કોઈ જાતક આપની મદદ કરી શકે છે. જીવનસાથી વિવાદ કરવો નહીં.
સિંહ (મ,ટ)
આજે આપના દરેક કાર્ય સફળ થશે. મહેનત કરવાને કારણે થાક અનુભવી શકો છો. વડીલોના આર્શિવાદ પ્રાપ્ત થાય. દિવસ શુભ રહેશે.
કન્યા (પ,ઠ,ણ)
આજે સ્વાસ્થ્યની કાળજી લેવી. સંતાન કે જીવનસાથી સાથે વાદ વિવાદ કરવો નહીં. જીવનમાં આજનો દિવસ યાદગાર રહી શકે છે. મિત્રોથી લાભ.
તુલા (ર,ત)
આજે ભાઈ ભાંડુની મદદ કરી શકો છો. જીવનસાથી અંગે કોઈ ચિંતા રહી શકે છે. સંતાનોના પ્રશ્નો હલ કરી શકશો. દિવસ મધ્યમ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
આજે કોઈ મહત્વની વ્યક્તિની મુલાકાત થઈ શકે છે. જીવનનો નવો ધ્યેય પ્રાપ્ત થઈ શકે છે. આજે ઇશ્વરની કૃપા આપની પર રહેશે.
ધન (ભ,ફ,ઢ,ધ)
આજે આપ કોઈની મદદ કરી શકો છો. આજે પરિવારજનો સાથે આનંદ પ્રાપ્ત થઈ શકે છે. આધ્યાત્મિક કાર્યમાં મન પરોવાયેલું રહેશે.
મકર (ખ,જ)
આજનો દિવસ સારો રહેશે. માતા – પિતાની સલાહ માનવી જરૂરી છે. સ્વાસ્થ્ય સારું રહેશે. જીવનસાથીની સાથે ખટપટ થઈ શકે છે.
કુંભ (ગ,શ,ષ,સ)
આજે ભૂતકાળમાં કરેલી ભૂલોનું પરિણામ ભોગવવું પડી શકે છે. નજીકના લોકો વિશ્વાસઘાત કરી શકે છે. દિવસ મધ્યમ રહી શકે છે.
મીન (દ,ચ,ઝ,થ)
આજનો દિવસ આપના માટે અનેક પ્રકારનાં વિઘ્નો લાવી શકે છે. પરિવારજનો આપની વાત માને એવી શક્યતા ઓછી છે. દિવસ મધ્યમ રહેશે.
(આજનો Funrang જોક)
ટાઈગર – ભાઈ ભારતની શોધ કોણે કરી હતી?
પકડું – કોણે?
ટાઈગર – મેં…. મને ક્લાસમાં ટીચરે નકશો બતાવી પુછ્યુ કે, ભારત ક્યાં છે… મેં જ શોધી બતાવ્યું હતું.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેની માહિતી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
#funrang #funrangnews #jyotish #rashifal #Bhavishya