(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

? મેષ (અ,,ઈ) ?

આજે ક્ષણિક આવેગમાં કોઈ નિર્ણય લેવો નહીં. આજે સર્જનાત્મક વિચારો સાથે નાણાંનું રોકાણ કરી શકો છો. બપોર બાદ જૂના મિત્રોની સાથે મળવાનું થઈ શકે છે. આજે પ્રિયજનોની ભૂલોને અવગણવી જરૂરી છે.

? વૃષભ (બ,,ઉ) ?

આજે આપનો સ્વભાવ ઉદાર રહેશે. રોકાણ માટે સારો દિવસ છે. મિત્રોની મદદ પ્રાપ્ત થવાની પૂરી શક્યતા છે. પરિવારજનો સાથે આજે હરવા ફરવા જવાનું થઈ શકે છે. જીવનસાથી સાથે તરફથી મહત્વ પ્રાપ્ત થાય.

? મિથુન (ક,,ધ) ?

આજે મનપસંદ કાર્ય કરવામાં સમય વિતાવી શકો છો. મનોરંજનને લગતી બાબતોમાં આનંદ પ્રાપ્ત કરશો. આજે કામમાંથી પરિવારજનો માટે સમય કાઢશો. જીવનસાથી આજે આપને ઉર્જાસભર બનાવી શકે છે.

? કર્ક (ડ,હ) ?

આજે ગળા કે કમરમાં દુઃખાવો રહી શકે છે. આજે આરામ કરવો જરૂરી છે. બાળકોની તબિયતને કારણે હેરાન થવું પડી શકે છે. કોઈ આધ્યાત્મિક વ્યક્તિની સહાયતા પ્રાપ્ત થાય. જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે.

? સિંહ (મ,ટ) ?

આજે સ્વાસ્થ્ય સારું રહેશે. ખર્ચા પર નિયંત્રણ રાખવું જરૂરી. આજે આપની કોઈ વિશેષ ખાસીયતને કારણે દિવસ ખુશનુમા બની રહેશે. જીવનસાથી સાથે વેપાર અંગેની કોઈ જ બાબતોની ચર્ચા કરવાનું ટાળવું.

? કન્યા (પ,,ણ) ?

કોઈ સંત પુરુષના આર્શિવાદથી માનસિક શાંતિ પ્રાપ્ત થઈ શકે છે. અચાનક કોઈ આર્થિક લાભ થવાની શક્યતા. આજે મોબાઈલ – ટીવીમાં વધારે સમય બગાડી શકો છો. જીવનસાથી તરફથી પ્રેમ પ્રાપ્ત થાય.

? તુલા (ર,ત) ?

આજે ધાર્મિક કે આધ્યાત્મિક કાર્યોમાં રસરૂચિ રહેશે. આર્થિક તંગીમાંથી બહાર નિકળવાનો રસ્તો પ્રાપ્ત થાય. મુસીબતોમાંથી સત્વરે રસ્તો કરવાની કાબેલીયત આજે ખાસ ઓળખાણ અપાવે. દિવસ આનંદમય રહેશે.

? વૃશ્ચિક (ન,ય) ?

આજે સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. મહત્વકાંક્ષાઓ અંગે માતા – પિતા સાથે ચર્ચા કરવા સારો દિવસ. આજે બાગ – બગીચામાં હરવા ફરવા જવાનો મૂડ બની શકે છે. જીવનસાથી આજે આપની પ્રશંસા કરે તેવી શક્યતા.

? ધન (ભ,,,ધ) ?

આજે ભાઈ – બહેનને કારણે આર્થિક લાભ થઈ શકે છે. આજે ભરપૂર ઉર્જા સાથે સકારાત્મક પરિણામ પ્રાપ્ત કરી શકશો. વાંચનમાં સમય વિતાવવો આપને ગમી શકે છે. જીવનસાથી સાથે કોઈ બાબતે ખટપટ થઈ શકે છે.

? મકર (ખ,જ) ?

આજે કામકાજના ક્ષેત્રે હેરાનગતિ ભોગવવી પડી શકે છે. વિદેશથી કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય. ઈ-મેલ થકી કોઈ સારો સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. જીવનસાથીનું દૈવિય સ્વરૂપ આજે જોવા મળી શકે છે.

? કુંભ (ગ,,,સ) ?

આજે કોઈ મુસિબતમાં ફસાયેલા વ્યક્તિની મદદ કરી શકો તેવી શક્યતા. સાંજનો સમય મિત્રો કે પરિવારજનો સાથે આનંદમય રીતે વિતાવશો. જીવનસાથી સાથે મળીને ભવિષ્યની કોઈ યોજના અંગે વિચારણા કરશો.

? મીન (દ,,,થ) ?

આજનો દિવસ ફાયદાકારક રહેશે. નાણાંને લગતી બાબતોમાંથી માર્ગ પ્રાપ્ત કરી શકશો. આજે માનસિક અશાંતિનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથીના સગાંને કારણે વૈવાહિક જીવનમાં ખટરાગ થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *