(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
? મેષ (અ,લ,ઈ) ?
આજે ખાન – પાનમાં વિશેષ કાળજી નહીં રાખો તો તબિયત નરમ – ગરમ થઈ શકે છે. તરલ પદાર્થના વેપારીઓને લાભ. આજે કોઈ શુભ સમાચાર જાણવા મળી શકે છે. આજે હરવા ફરવાનો મૂડ રહી શકે.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે પ્રત્યેક વ્યક્તિની વાત ધ્યાનપૂર્વક સાંભળવી આપના હિતમાં રહેશે. આર્થિક હાની થાય તેવી શક્યતા. આજે કોઈ મહિલાને કારણે આપને સફળતા પ્રાપ્ત થાય. જીવનસાથી સાથે મૃદુભાષામાં વાત કરવી જરૂરી.
? મિથુન (ક,છ,ધ) ?
આજે ઘરમાં કોઈ અણગમતું મહેમાન ટપકી શકે છે. આપના વર્તનને કારણે કોઈ સ્વજનને દુઃખ પહોંચી શકે. આજે મહત્વના કાર્યો બાજુ પર રાખીને મનપસંદ કામમાં વ્યસ્ત રહી શકો છો. જીવનસાથી સાથે આનંદ રહે.
? કર્ક (ડ,હ) ?
આજે સ્વાસ્થ્ય સારું રહેશે. આજે કોઈ મિત્ર આપની પાસે ઉધાર માંગી શકે છે. ખોટા ખર્ચાને કારણે જીવનસાથી આપની સાથે ઝગડો કરી શકે છે. આજે કામકાજમાં નાની – મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
? સિંહ (મ,ટ) ?
આજે પેટ અથવા દાંતમાં દુઃખાવો થવાના યોગ છે. પરિવારજનોની સહાયતાથી તકલીફોમાંથી મુક્તિ પ્રાપ્ત થાય. આજે કેટલીક ઉપલબ્ધીઓ પ્રાપ્ત થવાની શક્યતા. જીવનસાથી સાથે આત્મિયતા રહેશે.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે યાત્રા – પ્રવાસ ટાળવો. આજે રોજગારીની નવી તકો પ્રાપ્ત થાય છે. કોઈ પરિવારજનના વર્તનને કારણે દુઃખી થવું પડી શકે છે. આજે મોબાઈલ – ટીવી પર અધિક સમય વિતાવવો નહીં. ભેટ સોગાદ પ્રાપ્ત થાય.
? તુલા (ર,ત) ?
આજે પોતાની જાતને આશાવાદી બનાવવા પ્રેરીત કરશો. ડર, ઈર્ષ્યા, નફરત જેવા નકારાત્મક વિચારો મગજ પર છવાયેલા રહેશે. આજે આર્થિક લાભ થાય તેવી શક્યતા.
? વૃશ્ચિક (ન,ય) ?
સ્વાસ્થ્ય અંગેની બાબતોને આજે નજર અંદાજ કરવી નહીં. નાણાંને સુરક્ષિત કરવાનો વિચાર આજે કરવો જરૂરી. પરિવારજનો સાથે આજે સુમેળ રહેશે. જીવનસાથી સાથે ખુલ્લા મનથી વાત કરી શકશો.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે ઝગડાખોર સ્વભાવ પર નિયંત્રણ રાખવું જરૂરી. આજે જીવનસાથીની મદદથી મુશ્કેલ કાર્યોમાંથી પાર પડી શકશો. વ્યવસાયિક જીવનમાં નવી તકો પ્રાપ્ત થાય. પોતાની માટે સમય કાઢી શકશો.
? મકર (ખ,જ) ?
આજે આપની મજાક મસ્તી કરવાની રીતથી આસપાસના લોકો આનંદીત રહેશે. આજે ખોટા ખર્ચ થાય તેવી શક્યતા. માતા – પિતાના આર્શિવાદ લઈ ઘરની બહાર નિકળશો તો સર્વ કાર્ય સિદ્ધિ કરી શકશો.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે આપનો આત્મવિશ્વાસ પ્રબળ રહેશે. આર્થિક સમસ્યાઓનું રચનાત્મક નિવારણ લાવી શકશો. સંતાનોની પ્રગતિથી આનંદ પ્રાપ્ત થાય. વૈવાહિક જીવન આજે પૂર્ણ ખિલેલું રહેશે. સકારાત્મક વિચારો કરવા જરૂરી.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે અંગત મિત્રો સાથે સમય વિતાવીને રાહત પ્રાપ્ત કરી શકશો. આર્થિક સ્તરે એક જ સ્રોતથી નાણાં પ્રાપ્ત થાય. આજે આપની વાત સમજાવવામાં મુસીબત અનુભવી શકો છો. જીવનસાથી આપની ભૂલ બતાવશે.