(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

? મેષ (અ,,ઈ) ?

આજે આપ પોતાના શોખ પૂરા કરવામાં સારો એવો સમય વિતાવી શકો છો. આજે કોઈની વાત માનીને રોકાણ કરશો તો નુકસાન થવાની સંભાવના છે. આજે સાંજે ઘરે આગંતુક મહેમાનોની પધરામણી આનંદદાયક નિવડે.

? વૃષભ (બ,,ઉ) ?

આજે આપ આસપાસનાં લોકોને હસાવી શકશો. જમીન કે પ્રોપર્ટીના રોકાણમાં આજે હેરાનગતિ ભોગવવી પડી શકે છે. કાર્યક્ષેત્રમાં અન્ય લોકોની મદદ પ્રાપ્ત થાય તેવી શક્યતા. જીવનસાથી સાથે કોઈ મહત્વની ચર્ચા કરશો.

? મિથુન (ક,,ધ) ?

આજે આપ ભરપૂર ઉર્જા સાથે દરેક કાર્ય કરી શકશો. ભૂતકાળમાં કરેલા નાણાં વ્યય અંગે આજે ચિંતા થઈ શકે છે. ઘરમાં આજે નાના મોટા ફેરફાર કરો તેવી શક્યતા જણાય છે. જીવનસાથી તરફથી આજે પ્રેમ પ્રાપ્ત થાય.

? કર્ક (ડ,હ) ?

આજે કોઈ વિપરીત લિંગની વ્યક્તિની મદદથી વેપાર – ધંધા કે નોકરીમાં લાભ પ્રાપ્ત થઈ શકે છે. આજે પરિવારજનો સાથે હરવા ફરવા જાવ તેવી પણ શક્યતા છે. ઘણાં સમયથી કરવા માંગતા હોવ એવા કાર્ય કરશો.

? સિંહ (મ,ટ) ?

આજે આશાવાદી બનશો તો વિકાસના નવા દ્વાર ખુલતા જોવા મળશે. આજે કોઈ અંગત વ્યક્તિ સાથે ઝગડો થાય તેવી શક્યતા છે. આજે  મોબાઈલ – ટીવી કે લેપટોપમાં કિંમતી સમય વેડફશો. વૈવાહિક જીવન સારું રહેશે.

? કન્યા (પ,,ણ) ?

આજે નકારાત્મકતાને ટાળવી જરૂરી. સંતાનને કારણે આર્થિક લાભ થાય તેવી શક્યતા છે. મિત્રોની મદદ પ્રાપ્ત થશે. રચનાત્મક કામોમાં સફળતા પ્રાપ્ત થવાના યોગ જણાય છે. જીવનસાથીનું ઈશ્વરીય સ્વરૂપ જોવા મળશે.

? તુલા (ર,ત) ?

આજે શરીરમાં ક્યાંક દુઃખાવો રહે તેવી શક્યતા છે. રોકાણ કરતાં પહેલા આજે અધિક વિચાર કરવો જરૂરી. આજે દાન – પુણ્યના કાર્ય કરીને આનંદ પ્રાપ્ત કરી શકો છો. આજે પરિવારજનો સાથે મહત્વના મુદ્દે ચર્ચા કરશો.

? વૃશ્ચિક (ન,ય) ?

આજે કોઈ જૂના મિત્રની અચાનક મુલાકાત થાય. આજે નાણાંની બચત અંગેના વિચારો મનમાં ચાલ્યા કરે. આજે પ્રિયજનોના દૂર હોવાનો અહેસાસ ખટકી શકે છે. નવા કરાર કરવા માટે આજનો દિવસ ઉત્તમ સાબિત થઈ શકે.

? ધન (ભ,,,ધ) ?

આજે નાણાંને લગતી કોઈ મોટી બાબતનું સમાધાન આપના પક્ષમાં આવી શકે છે. પરિવારજનો આપનું મૂલ્ય સમજી શકે છે. આજે પ્રિયવ્યક્તિઓ સાથે વાતચિત કરતી વખતે કોઈ પણ કટું વચન બોલવાનું ટાળવું જરૂરી.

? મકર (ખ,જ) ?

આજે સ્વાસ્થ્ય સારું રહેશે. બપોર બાદ ધન લાભ થાય તેવી શક્યતા છે. ઘરના કામો તણાવ આપી શકે છે. કોઈને પણ મ્હેણા મારવાનું આજે ટાળવું જરૂરી. જીવનસાથીના સુષ્ક વર્તાવને કારણે માનસિક અશાંતિ ભોગવવી પડે.

? કુંભ (ગ,,,સ) ?

આજે આપ પોતાની લાગણીઓ પર કાબૂ રાખવામાં તકલીફ અનુભવી શકો છો. નાણાંનું રોકાણ કરવાના અન્ય માર્ગો આપને મળી શકે છે. આજે કામો સમયસર પૂરા કરવાનો પ્રયાસ કરવો. જીવનસાથી મજાકના મૂડમાં રહેશે.

? મીન (દ,,,થ) ?

આજે આપ આત્મવિશ્વાસ સાથે કાર્ય કરી શકશો. નાણાંને લગતી કોઈ બાબત પરિવારજનો, જીવનસાથી કે ભાગીદાર સાથે ઝગડો સંભવ છે. આજે મહત્વપૂર્ણ વ્યવસાયિક સોદા કરતી વખતે બીજાના દબાવમાં ન આવતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *