(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)
(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)
? મેષ (અ,લ,ઈ) ?
આજે આપ ઉર્જાસભર રહેશે. કોઈ સ્વજન તરફથી નાણાંની બચત અંગે મહત્વની સલાહ સાંભળવા મળી શકે છે. જીવનસાથી સાથે કોઈ જૂની બાબતે ઝગડો થાય તેવી શક્યતા છે. યાત્રા પ્રવાસ પર જવું પડી શકે છે.
? વૃષભ (બ,વ,ઉ) ?
આજે પડવા વાગવાની શક્યતા હોવાથી સાવધાન રહેવું જરૂરી. વ્યક્તિત્વમાં સુધારો લાવવાનો વિચાર મનમાં છવાયેલો રહેશે. આજે વેપાર – ધંધામાં કોઈ મહત્વનો નિર્ણય લેવો પડી શકે છે. જીવનસાથી નારાજ થઈ શકે.
? મિથુન (ક,છ,ધ) ?
આજે આપનું કોઈ સપનું સાચું સાબિત થાય. નાણાંનું યોગ્ય જગ્યાએ રોકાણ કરી શકો છો. પરિવારજનો સાથે કોઈ બાબતે વિખવાદ થવાની શક્યતા જણાય છે. જીવનસાથી આજે આપને સાંત્વના આપી શકે છે.
? કર્ક (ડ,હ) ?
આજે કોઈ મહત્વના વ્યક્તિને મળતી વખતે આત્મવિશ્વાસ કેળવવો જરૂરી. આજે આર્થિક પક્ષ મજબૂત રહે તેવી પૂરી શક્યતા. આજે ટીવી કે મોબાઈલમાં વધારે સમય વિતી શકે છે. જીવનસાથી સાથે વિખવાત થઈ શકે છે.
? સિંહ (મ,ટ) ?
આજે શારિરીક મહેનતવાળા કાર્યો કરવાનું બને તેટલું ટાળવું જરૂરી. સંતાનને કારણે આર્થિક લાભ થવાની શક્યતા છે. નવા મિત્રો બની શકે છે. કોઈ વ્યક્તિ આપની પાસે સલાહ માંગવા આવી શકે છે.
? કન્યા (પ,ઠ,ણ) ?
આજે જૂની બિમારીમાંથી રાહત પ્રાપ્ત થવાની પૂરી શક્યતા છે. રોકાણ ફાયદાકારક નિવડશે. ઘણાં સમયથી નહીં મળેલા સગા સંબંધીઓ મળવા આવી શકે છે. જીવનસાથી આપના માટે કોઈ ખાસ આયોજન કરી શકે છે.
? તુલા (ર,ત) ?
આજે રોમાંચક ગતિવિધિઓમાં આપ સામેલ થઈને આનંદ પ્રાપ્ત કરી શકો છો. જૂના રોકાણને કારણે આજે લાભ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ જૂના મિત્રનો ફોન આજે આનંદ આપશે. જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહે.
? વૃશ્ચિક (ન,ય) ?
આજે રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ કરવાનો વિચાર લાભદાયક રહેશે. પરિવારજનો સાથે આનંદમય સમય પસાર થાય. કોઈની પણ સાથે કોઈ ચર્ચા કરવાનું ટાળવું. અન્ય વ્યક્તિને કારણે જીવનસાથી સાથે કચકચ થઈ શકે.
? ધન (ભ,ફ,ઢ,ધ) ?
આજે કામ માટે દોડધામ કરવી પડી શકે છે. આગંતુક મહેમાનોનું ઘરે આગમન થવાથી આનંદ પ્રાપ્ત થાય. માતા – પિતા નારાજ થઈ શકે છે. આજે વ્યર્થ બાબતોમાં સમય વેડફાઈ શકે છે. જીવનસાથી પ્રેમ આપશે.
? મકર (ખ,જ) ?
આજે સ્વાસ્થ્ય સારું રહેશે. આજે જરૂરીયાતમંદ વ્યક્તિને આપ તન – મન કે ધનથી મદદ કરી શકો છો. મહત્વની ચર્ચામાં આંખ – કાન ખુલ્લા રાખવા જરૂરી. પારિવારીક વિવાદોને કારણે જીવનસાથી સાથે તણાવ.
? કુંભ (ગ,શ,ષ,સ) ?
આજે મુશ્કેલીભર્યા સંજોગોમાં ફસાઈ શકો છો. સામાજીક કાર્યોમાં ભાગ લેવા જશો. પ્રિયજનોને ભેટ સોગાદ આપી શકો છો. બાળકો સાથે મન શાંત રાખીને ચર્ચા કરવી. જીવનસાથી સાથે ચકમક ઝરે તેવી શક્યતા છે.
? મીન (દ,ચ,ઝ,થ) ?
આજે આપની ચાલાકી અન્ય લોકો પકડી પાડશે. ભાગીદાર સાથે કંકાસ થાય તેવી શક્યતા. પ્રવાસ લાભકારક નિવડશે. જીવનસાથીને કોઈ કડવી વાત કહેશો તો એનું લાંબાગાળે નકારાત્મક પરિણામ જોવા મળશે.