(સચોટ જ્યોતિષીય માર્ગદર્શન અને ઉપાયો માટે સંપર્ક કરો.)

(જ્યોતિષાચાર્ય ડૉ. સંકેત પંડ્યા – 9825044244)

? મેષ (અ,,ઈ) ?

આજે આપની બુદ્ધિક્ષમતા ઉચ્ચ રહેશે. સકારાત્મક વિચારોથી આપ ઘણી સમસ્યાઓનું નિરાકરણ પ્રાપ્ત કરી શકશો. પારિવારીક સમસ્યાઓને આજે પ્રાથમિકતા આપવી જરૂરી રહેશે. આર્થિક સમસ્યા અંગે હેરાન થઈ શકવું પડી શકે છે.

? વૃષભ (બ,વ,ઉ) ?

આજે નકામા કારણોસર માનસિક અશાંતિ ભોગવવી પડશે. આજે નાણાંનો ખોટો વ્યય થાય તેવી શક્યતા છે. બાળકોની કોઈ સારી બાબતોથી આનંદ પ્રાપ્ત થાય. મન ઉદ્વિગ્ન રહેશે. જીવનસાથી સાથે કોઈપણ પ્રકારની ચર્ચા આજે ટાળવી.

? મિથુન (ક,,ધ) ?

આજે પોતાનાં વ્યક્તિત્વને નીચું દેખાડવું નહીં. નાણાં કોઈ અજાણ્યા સ્રોતથી આપને પ્રાપ્ત થઈ શકે છે. આજે આપનો દિવસ ખૂબ જ આનંદ દાયક રહેશે. કોઈ અંગત વ્યક્તિ સાથે આપને ખટરાગ થાય તેવી શક્યતા જણાય છે.

? કર્ક (ડ,હ) ?

આજે આપ નકારાત્મક ભાવથી ઘેરાયેલા રહેશો. આપને આજે રોકાણ ના કરવાની સલાહ ગ્રહયોગો આપી રહ્યા છે. આજે આપના કોઈ ખોટા શબ્દોને કારણે માનસિક અશાંતિ ભોગવવી પડી શકે છે. જીવનસાથી સાથે ચર્ચા કરવાનું આજે ટાળવું.

? સિંહ (મ,ટ) ?

આજનો દિવસ આપના માટે ઉત્તમ રહેશે. કામ માટે કરાયેલો પ્રવાસ આજે આપને થકવી શકે છે. આજે શાંત રહેવા માટે મૌન ધારણ કરવું જરૂરી છે. જીવનસાથી આપની પાસે કોઈ વિચિત્ર માંગણી કરી શકે છે, જે આપ પૂરી નહીં કરી શકો.

? કન્યા (પ,,ણ) ?

આજે આપની સવાર બહુ સારા વિચારો સાથે ઉગશે. કોઈ આધ્યાત્મિક કાર્યમાં આપને માનસિક શાંતિ પ્રાપ્ત થાય. સંતાન તરફથી આપને હેરાનગતિ થાય તેવી શક્યતા છે. આજે જીવનસાથીનો આપ વિશ્વાસઘાત કરો તેવી શક્યતા છે.

? તુલા (ર,ત) ?

આજે આપ પરિવારજનો સાથે સારો સમય વિતાવી શકો છો. આપની વૃત્તિ આજે નાણાંકીય બચત અંગેની રહી શકે છે. આપ આજે કોઈની પણ સાથે ચર્ચા કરવાનું ટાળશો તો રાહત અનુભવશો. જીવનસાથી આપની કોઈ વાતે નારાજ થાય.

? વૃશ્ચિક (ન,ય) ?

આજે આપ કોઈ મહત્વની વ્યક્તિને મળી શકો છો. સંતાન તરફથી ભૂતકાળમાં રહેલી ફરિયાદોનું નિરાકરણ પ્રાપ્ત થાય તેવી પૂરી શક્યતા છે. આપના ગુસ્સા પર આજે નિયંત્રણ રાખવું જરૂરી. જીવનસાથી આપની સાથે વાત કરવાનું ટાળશે.

? ધન (ભ,,,ધ) ?

આજે આપને કોઈ અંગત વ્યક્તિની ગેરહાજરી ખટકશે. આજે આપે પૂરતો આરામ કરવો જરૂરી. આપ આજે કાયદાકીય ગૂંચવણનો ઉકેલ શોધી શકો છો. જીવનસાથી, મિત્રો અને પરિવારજનો સાથે કટુ વચન બોલવાનું આજે ટાળવું.

? મકર (ખ,જ) ?

આજે આપે કાર્ય સિદ્ધ કરવા માટે વધુ મહેનત કરવી પડશે. આજે આપને માતા – પિતાના પૂર્ણ આર્શિવાદ પ્રાપ્ત થશે. આળસનો ત્યાગ કરવો જરૂરી. આજે આપ પોતાના જીવનસાથી સાથે કોઈ વાત છુપાવી શકો તેવી શક્યતા છે.

? કુંભ (ગ,,,સ) ?

ભૂતકાળમાં કરેલી ભૂલોનું આજે આપને પરિણામ પ્રાપ્ત થાય. આપના નિયત કાર્યોમાં અનેક વિઘ્નો આવે તેવી શક્યતા છે. ગુસ્સા પર નિયંત્રણ રાખશો તો સારો માર્ગ મળી શકશે. જીવનસાથી આજે આપના વર્તનથી દુઃખી થઈ શકે છે.

? મીન (દ,,,થ) ?

તમારી આવડત કરતાં વધુ દેખાડો કરવો આજે આપના માટે હાનિકારક સાબિત થાય. જેના પર ખૂબ ભરોસો કરતા હોવ એ વ્યક્તિ આજે વિશ્વાસઘાત કરી શકે છે. નાણાંનો ખોટો વ્યય થવાની શક્યતા. સંતાનની કોઈ વાતે નારાજ થઈ શકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *