સનાતન ધર્મ પાસે આટઆટલા અદ્ભુત અને સંપૂર્ણપણે તાર્કિક ગ્રંથો હોવા છતાં વર્ષો સુધી આપણાં વેદ-પુરાણોને ફક્ત કપોળકલ્પના સાબિત કરવાની મથામણ ચાલતી રહી.

[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

પરખ ભટ્ટ

(૧) કૌટિલ્યનું અર્થશાસ્ત્ર: રાજા હરિશ્ચંદ્ર અને સૌભિકનાં ‘સૌભ’ નામે એક શહેરનો ઉલ્લેખ કૌટિલ્યે પોતાના લખાણમાં કર્યો છે; જેનો અર્થ છે, “એવી વ્યક્તિ, જેની પાસે હવાઈ-વાહનો ઉડાડી શકવાની તકનિક છે.” તદુપરાંત, પાઇલોટ માટે તેમણે ‘આકાશયોદ્ધા’ શબ્દનો ઉપયોગ કર્યો છે, જેનો અર્થ છે, “જેને આકાશમાં યુદ્ધ કરવા માટેની તાલીમ મળી હોય એ”!

(૨) સોમદેવ ભટ્ટનું કથાસરિતસાગર: રાજ્યધાર અને પ્રાણધાર નામે બે કારીગરો એકીસાથે ૧૦૦૦ મુસાફરો બેસી શકે એવા ઉડતાં રથ બનાવવામાં પાવરધા તથા હવાની તેજ ગતિએ ઉડાવી શકવા સક્ષમ હતાં.

(૩) કાલિદાસનું કુમારસંભવ: ઇસવીસન પૂર્વે પાંચમી સદીમાં કવિ કાલિદાસે લખેલા ‘કુમારસંભવ’માં ઇન્દ્રના સોને મઢેલ રથનાં સારથિએ ઉચ્ચારેલા શબ્દો: “અહીંથી પૃથ્વી કેટલી બધી સુંદર દેખાઈ રહી છે..!”

(૪) રાજા ભોજનું સમરાંગણ સૂત્રધાર: અગિયારમી સદીમાં રાજા ભોજ લિખિત ‘સમરાંગણ સૂત્રધાર’માં પાઇલોટે કેવા કપડાં પહેરવા જોઇએ, ખાવા-પીવાની આદતો કેવી હોવી જોઇએ, પૌરાણિક વિમાનોની ડિઝાઇન, બનાવટ અને સાચવણી અંગેની માહિતી પૂરી પાડવામાં આવી છે. રાજા ભોજે પોતાના આ પુસ્તકને વિવિધ પુરાણો અને વેદોપનિષદના સારરૂપે તૈયાર કર્યુ છે, જેમાં વાસ્તુશાસ્ત્રથી માંડીને કળા, સ્થાપત્ય જેવા પુષ્કળ વિષયો આવરી લેવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે અમેરિકા, બ્રિટન અને જર્મનીએ ખાસ પ્રકારના સોલર-ટ્રાવેલ અને ઇન્ટરસ્ટેલર ટ્રાવેલ માટે ‘સમરાંગણ સૂત્રધાર’માંથી અનુક્રમે ‘સૂર્ય મંડળ’ અને ‘નક્ષત્ર મંડળ’નો અભ્યાસ કર્યો હતો. જેમાં વિમાનનાં સાવ મૂળભૂત ટેકટિક્સથી માંડીને એડવાન્સ્ડ લેવલનું મિકેનિઝમ સમજાવવામાં આવ્યું છે.

એમાંય ખાસ કરીને યંત્રો વિશેનાં વર્ણનો ધરાવતાં પ્રકરણો સૌથી વધુ રસપ્રદ છે. શ્લોક ક્રમાંક ૯૫થી ૧૦૭માં મોટેભાગે વિમાનો અને રોબોટ અંગેનું લખાણ છે. મરક્યુરી એન્જિન ધરાવતાં વિમાનોને અલગ-અલગ પ્રકારે ઉડાડવા માટેના સિદ્ધાંતો અને એની ખાસિયતો વિશે પણ ઘણું કહેવાયું છે. ‘પિંજુલ’ અરીસાનો ઉપયોગ શત્રુ-વિમાન તરફથી છોડવામાં આવતાં લેસર-કિરણોથી પોતાનું રક્ષણ મેળવવા માટે થતો એ વાતનો ઉલ્લેખ છે. આજનાં સમયમાં જે લેસર-ટેક્નોલોજીનો ઉપયોગ શત્રુ-વિમાનનો ખાત્મો બોલાવવા માટે કરવામાં આવે છે એને ‘સમરાંગણ સૂત્રધાર’માં ‘મરિક’ નામ આપવામાં આવ્યું છે.

થોડા વર્ષો પહેલા ચીનના પુરાતત્વશાસ્ત્રીઓને તિબેટના લ્હાસામંથી સંસ્કૃત ભાષામાં લખાયેલું કેટલુંક પૌરાણિક સાહિત્ય મળી આવ્યું, જેને યુનિવર્સિટી ઓફ ચંડીગઢના સંસ્કૃત મહાપંડિત પાસે મોકલી અપાયું. પુષ્કળ રીસર્ચ કર્યા બાદ ત્યાંના એક વૈજ્ઞાનિક ડૉ. રૂથ રૈને જણાવ્યું કે તિબેટમાંથી મળી આવેલા આ રહસ્યમય સંસ્કૃત-સાહિત્યમાં એક ગ્રહ પરથી બીજા ગ્રહ પર જવા માટેની સ્પેસશીપ વિકસાવવા માટેની ટેક્નોલોજી અંગે માહિતી આપવામાં આવી છે! આધ્યાત્મિક યોગ-ગુરૂ સ્વામી દયાનંદ સરસ્વતી અને મહાન વૈજ્ઞાનિક આચાર્ય ભારદ્વાજે પણ ગુરૂત્વાકર્ષણબળની વિરૂદ્ધ દિશામાં (એક પ્રકારની સિદ્ધિ, જેને સંસ્કૃતમાં ‘લઘિમા’ કહે છે!) ઊડી શકનારા પૌરાણિક વિમાનોની વાતને માન્ય ઠેરવી છે. પુરાણકાળમાં આપણે ત્યાં આવા વિમાનોને ‘અસ્ત્ર’ કેટેગરીમાં મૂકવામાં આવ્યા હોવાને કારણે ભારતીય વૈજ્ઞાનિકોએ આ થિયરીને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં ન લીધી, પરંતુ કેટલાક ચીની વૈજ્ઞાનિકોએ એમના ‘સ્પેસ પ્રોગ્રામ સ્ટડી’ માટે અથથી ઇતિ સુધી આ સાહિત્યનો અભ્યાસ કર્યો છે.

કુલ ૨૫ પ્રકારનાં વિમાનોનો ઉલ્લેખ પુરાણોમાં થયેલો છે: શકુન, સુંદર, રૂક્મ, મંડળ, વક્રતુંડ, ભદ્રક, રૂચક, વિરાજક, ભાસ્કર, અજાવર્ત, પૌષ્કળ, વિરાંચિક, નંદક, કુમદ, મંડર, હંસ, શુકાસ્ય, સૌમ્યક, ક્રૌંચક, પદ્મક, સ્યામિક, પંચબાણ, ઔરિયાયન, પુષ્કર અને કોદંડ!

(૧) રૂક્મ : શંકુ આકારનું સુવર્ણ રંગનું વિમાન.

(૨) સુંદર : રોકેટ આકારનું ચાંદી રંગનું વિમાન.

(૩) ત્રિપુર : ત્રણ પાયાવાળું વિમાન.

(૪) શકુન : પક્ષી આકારનું પાંખોવાળું વિમાન.

ઉપરોક્ત ચાર પ્રકારનાં વિમાનોનાં આધારે બીજા ૧૧૩ પેટા-વિમાનો પણ પુરાણકાળમાં અસ્તિત્વ ધરાવતાં હતાં. કેટલાક વિમાનોમાં સૂર્યનાં કિરણોને શોષી તેનો ઉપયોગ સૌર-ઉર્જાનાં સંગ્રહ માટે કરવામાં આવતો!

સનાતન ધર્મ પાસે આટઆટલા અદ્ભુત અને સંપૂર્ણપણે તાર્કિક ગ્રંથો હોવા છતાં વર્ષો સુધી આપણાં વેદ-પુરાણોને ફક્ત કપોળકલ્પના સાબિત કરવાની મથામણ ચાલતી રહી. શ્રીવિદ્યા ઉપાસક અને ‘સાધના’ મોબાઈલ એપ્લિકેશનના ફાઉન્ડર ઓમ સ્વામી અવારનવાર પોતાના પ્રવચનમાં જણાવે છે કે જો હજુ પણ આપણે સનાતન ધર્મની રક્ષા માટે જાગૃત ન થયા તો આગામી 100 વર્ષોની અંદર ભારતની ભૂમિ પરથી સનાતન ધર્મનું નામોનિશાન મટી જશે!

bhattparakh@yahoo.com

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *