પાતાળ ભુવનેશ્વર ગુફામાં ભગવાન ગણેશની શિલારૂપી મસ્તકની બરાબર ઉપર ૧૦૮ પાંદડીઓ વાળું બ્રહ્મકમળ સુશોભિત છે. આ બ્રહ્મકમળથી જળબિંદુ ટપકે છે, જે ગણેશજીના શિલારુપી મસ્તક પર પડે છે. કહેવાય છે કે એમાંની કેટલીક બૂંદ ગણેશજીના મુખમાં સમાહિત થતી પણ જોઈ છે! માન્યતા છે કે આ બ્રહ્મકમળ સ્વયં શિવજીએ અહીં સ્થાપિત કર્યું હતું.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
પરખ ભટ્ટ । સાધનાના માર્ગે ચાલનારા સંતો, મહંતો, યોગીઓ અને તાંત્રિકો પોતાની વિધિઓમાં ગજાનન ગણપતિ મહારાજને વિશેષ મહત્વ આપે છે. હિમાચલ પ્રદેશ ખાતે આવેલાં બદ્રિકા આશ્રમના સંત અને સિદ્ધયોગી ઓમ સ્વામી તો અવારનવાર પોતાના પ્રવચનમાં કહે છે કે, મહાગણપતિની આજ્ઞા વગર સિદ્ધિ પ્રાપ્ત થવી શક્ય નથી. ઘણા બધા ઉચ્ચકોટિના સાધકો ઈશ્વરના દર્શન પ્રાપ્ત નથી કરી શકતાં, એની પાછળનું એક કારણ મહાગણપતિ-સાધનાની અવગણના પણ છે! ‘એન્શિયન્ટ સાયન્સ ઑફ મંત્ર’ નામના પુસ્તકમાં ગણપતિ-સાધનાની સંપૂર્ણ વિધિ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે સમજાવવામાં આવી છે. સર્વ દેવતાઓના ગણનાયક તરીકે જેમને સ્વીકારવામાં આવ્યા છે, એવા મહાગણપતિનો રાજીપો અને આશીર્વાદ પ્રત્યેક મંત્ર, તંત્ર અને યંત્રસાધના માટે અત્યંત અગત્યના ગણાય છે.
કુંડલિની ઊર્જાના સાત ચક્રોમાંના સર્વપ્રથમ ચક્ર અર્થાત્ મૂળાધાર ચક્રમાં જેનો નિવાસ છે, એવા મહાગણપતિની સાધનાને ગણેશોત્સવ દરમિયાન અત્યંત ગુપ્ત અને પ્રભાવશાળી ઉપાસના તરીકે સ્વીકારવામાં આવી છે.
ઉત્તરાખંડના પિથૌરાગઢમાં આવેલી રહસ્યમય પાતાળ ભુવનેશ્વર ગુફા તો અનેક શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. આ ગુફા વિશાળકાય પહાડીઓની નજીક ૯૦ ફૂટ અંદર છે. ઉત્તરાખંડના કુમાઉં મંડળના પ્રસિદ્ધ નગર અલ્મોરાથી શેરઘાટ થઈને ૧૬૦ કિલોમીટરનો રસ્તો પાર કર્યા બાદ પહાળીઓની વચ્ચે વસેલા સીમાન્ત વિસ્તાર ગંગોલીહાટમાં સ્થિત પાતાળ ભુવનેશ્વર ગુફા કોઈ આશ્ચર્યથી કમ નથી.
હિંદુ ધર્મમાં ભગવાન ગણેશને પ્રથમ પૂજ્ય માનવામાં આવે છે. ગણેશજીના જન્મ વિશેની ઘણી બધી કથાઓ પ્રચલિત છે. કહેવાય છે કે એકવાર ભગવાન શિવે ક્રોધવશ ગણેશજીનું માથું ધડથી અલગ કરી દીધું હતું, ત્યારબાદ, માતા પાર્વતીજીના કહેવા પર ભગવાન ગણેશને ગજ અર્થાત્ હાથીનું માથું લગાવીને પુનઃજીવિત કર્યા હતા, પરંતુ જે માથું ધડથી અલગ કર્યું હતું એ શિવજીએ આ ગુફામાં મૂકી દીધું હોવાની કથા છે.
પાતાળ ભુવનેશ્વર ગુફામાં ભગવાન ગણેશની શિલારૂપી મસ્તકની બરાબર ઉપર ૧૦૮ પાંદડીઓ વાળું બ્રહ્મકમળ સુશોભિત છે. આ બ્રહ્મકમળથી જળબિંદુ ટપકે છે, જે ગણેશજીના શિલારુપી મસ્તક પર પડે છે. કહેવાય છે કે એમાંની કેટલીક બૂંદ ગણેશજીના મુખમાં સમાહિત થતી પણ જોઈ છે! માન્યતા છે કે આ બ્રહ્મકમળ સ્વયં શિવજીએ અહીં સ્થાપિત કર્યું હતું.
આ ગુફાઓમાં ચારેય યુગના પ્રતિક રૂપે ચાર પત્થર સ્થાપિત છે. આમાંથી એક પત્થર જેને કળિયુગનું પ્રતિક માનવામાં આવે છે, એ હવે ધીરે ધીરે ઉપર ઉઠી રહ્યો છે! માનવામાં આવે છે કે જે દિવસે આ પત્થર દીવાલ સાથે અથડાઈ જશે, એ દિવસે કળિયુગનો અંત થઇ જશે!
કેદારનાથ, બદ્રીનાથ અને અમરનાથના દર્શન પણ અહીં થાય છે! બદ્રીનાથમાં બદ્રી પંચાયતની શિલારૂપ મૂર્તિઓ છે, જેમાં યમ-કુબેર, વરૂણ, દેવી લક્ષ્મી, ગણેશ તથા ગરુડનો સમાવેશ થાય છે. તક્ષક નાગની આકૃતિ પણ ગુફામાં બનેલાં ખડક પર જોવા મળે છે. આ પંચાયતની ઉપર બાબા અમરનાથની ગુફા છે તથા પત્થરની મોટી-મોટી જટાઓ ફેલાયેલી છે. આજ ગુફામાં કાળભૈરવની જિહ્વાના પણ દર્શન થાય છે. આના વિશે માન્યતા છે કે મનુષ્ય કાળભૈરવના મુખથી ગર્ભમાં પ્રવેશ કરી પૂંછ સુધી પહોંચી જાય, તો એને મોક્ષની પ્રાપ્તિ થઇ જાય છે.
સ્કંદપુરાણમાં વર્ણન છે કે સ્વયં મહાદેવ પાતાળ ભુવનેશ્વરમાં બિરાજમાન રહે છે અને અન્ય દેવી-દેવતા એમની સ્તુતિ કરવા માટે અહીં પધારે છે. એવો પણ ઉલ્લેખ છે કે ત્રેતાયુગમાં અયોધ્યાના સૂર્યવંશી રાજા ઋતુપર્ણ, એક જંગલી હરણનો પીછો કરતા કરતા જયારે આ ગુફા પાસે પહોંચ્યા અને પ્રવેશ કર્યો, તો એમણે આ ગુફામાં મહાદેવ સહિત ૩૩ કોટિ દેવતાઓના સાક્ષાત દર્શન કર્યા! દ્વાપર યુગમાં પાંડવો એ અહીં ચોપડ ભજવ્યું અને કળિયુગમાં જગતગુરુ આદિ શંકરાચાર્યનો ઈ.સ. ૮૨૨ ની આસપાસ આ ગુફામાં સાક્ષાત્કાર થયો, તો એમણે અહીં તાંબાના એક શિવલિંગની સ્થાપના કરી હતી.
(ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(સંપર્ક)
ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.