• કાશીના સિદ્ધ તાંત્રિક ગણાતાં નાગા બાબાને મહાદેવી હાજરાહજૂર હતાં, એવું કહેવાતું. હાડ ધ્રુજાવી દેનારી પંચતત્વોની પ્રખર સાધનાઓથી શરૂ કરીને યક્ષિણીઓ-યોગિનીઓ-નિત્યાઓને એમણે સિદ્ધ કરી હતી!

[Funrang Founder / Editor – Mr.  Mehulkumar Vyas – 9978918796]

પરખ ભટ્ટ ગુરુ દ્વારા અપાતી દીક્ષાના મહત્વ અને તેના વિજ્ઞાન અંગે ગયા અઠવાડિયે આપણે ગોષ્ઠિ માંડી હતી. ગુરુ-શિષ્ય પરંપરાને સનાતન ધર્મમાં શા માટે વિશેષ ગણવામાં આવી છે, એનું મેં પહેલા પણ ઉદાહરણ આપ્યું હતું. ધારો કે, સાધકને નાથ સંપ્રદાયમાં દીક્ષા મળે છે તો તેનો સીધો અર્થ એમ છે કે ૨૧મી સદીનો ઉપાસક હજારો વર્ષ પહેલાં થઈ ગયેલાં આદિનાથ શિવ, ગોરખનાથ, મત્સ્યેન્દ્રનાથ સહિત નવ નાથોની પ્રચંડ ઊર્જા સાથે જોડાઈ જાય છે! એવી જ રીતે, ચાર પીઠો – બદ્રિકાશ્રમ જ્યોતિર્પીઠ, શારદા (દ્વારકા) પીઠ, ગોવર્ધન પીઠ, શૃંગેરી શારદા પીઠ – ના મઠાધિપતિઓ પાસેથી પ્રાપ્ત થનારી દીક્ષા સાધકને આદ્યગુરુ શંકરાચાર્ય સાથે જોડી દે છે.

ફક્ત આટલું જ નહીં, કેટલાક કિસ્સામાં સંપ્રદાયમાં થયેલાં મહાન ગુરુઓએ સાધકને સ્વપ્નમાં આવીને દિશાસૂચન કર્યા હોવાના દાખલા પણ નોંધાયા છે. મહત્વની વાત એ છે કે દીક્ષા વાસ્તવમાં સાધકનું તાલીમ-મેદાન છે. એક ઉત્તમ ગુરુ પોતાના શિષ્યને અધ્યાત્મમાર્ગે આગળ દોરી જવાનું પ્રોત્સાહન પૂરું પાડશે, તેની આધિદૈવિક ઉન્નતિનો માર્ગ સુનિશ્ચિત કરશે. સામે પક્ષે, અયોગ્ય ગુરુ પોતાના શિષ્યને સતત તેની ખામીઓ દર્શાવીને હતોત્સાહ કર્યે રાખશે!

મોટાભાગના સાધકો ગેરમાન્યતા ધરાવે છે કે ગુરુ બદલી ન શકાય! સત્ય આનાથી વિપરીત છે. ભગવાન દત્તાત્રેયના ૨૪ ગુરુઓ હતાં, એ વાતથી તમે અજાણ નહીં જ હો! જો વ્યક્તિને એવું પ્રતીત થાય કે અધ્યાત્મના માર્ગ પર તેનો વિકાસ અટકી ગયો છે, તો સંપૂર્ણ આદરભાવ સાથે ગુરુનો સાથ છોડવામાં કંઈ ખોટું નથી. અલબત્ત, જ્યારે સાધક કોઈકને પોતાના ગુરુસ્થાને બેસાડે છે, ત્યારે તેના મનમાં ગુરુના ગુરુપદ માટે એક ચોક્કસ સમયગાળો નિર્ધારિત હોવો જરૂરી છે. આ સમય દરમિયાન સંપૂર્ણ કર્તવ્યનિષ્ઠા અને સમર્પણ સાથે ગુરુને પોતાનું સર્વસ્વ સોંપી દેવું એ સાધકની ફરજ છે. જેમના માટે મનમાં લગીરેય શંકા હોય, એમને ગુરુ તરીકે ન સ્વીકારવા જોઈએ. પરંતુ એક વખત ગુરુ બનાવ્યા, તો પછી એ જ તમારા સંસારરૂપી ભવસાગરના તારણહાર છે એટલી શ્રદ્ધા-આસ્થા-વિશ્વાસ જરૂરી છે!

પોતાના સંસ્મરણો ‘ઇફ ટ્રુથ બી ટૉલ્ડ’માં ઓમ સ્વામીએ વારાણસીના નાગા સાધુનો કિસ્સો ટાંક્યો છે, જેઓ તેમના ગુરુ હતાં! ઑસ્ટ્રેલિયામાં પોતાની અબજો રૂપિયાની કંપનીનો ત્યાગ કરી, ફક્ત ૩૦ વર્ષની ઉંમરે સંન્યાસ લઈ લેનાર ઓમ સ્વામીનું મૂળ નામ અમિત શર્મા! નાગા બાબા પાસેથી દીક્ષા લીધા બાદ મહિનાઓ સુધી ઓમ સ્વામીએ એમની ખંતપૂર્વક સેવા કરી. એક પ્રકરણમાં તો તેઓ ત્યાં સુધી લખે છે કે, ‘એક શ્વાનનું જીવન મારા કરતા વધુ સારું કહી શકાય, એ પ્રકારનો અનન્ય શિષ્યભાવ દાખવીને મેં નાગા બાબાની ગુરુભક્તિ કરી હતી!’

નાગા બાબાએ વચન આપ્યું હતું કે તેઓ અમિત શર્મા (ઓમ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ)ને શ્રીવિદ્યાના રહસ્યો જણાવશે, પરંતુ ઘણાં મહિનાઓ સુધી તારીખ ઉપર તારીખ અપાતી રહી. બીજી બાજુ, ઓમ સ્વામીનું નિરીક્ષણ હતું કે દાયકાઓની સાધના પછી પણ નાગા બાબા પોતાના ગુસ્સા કે તિરસ્કાર-ધૃણાની ભાવના પર નિયંત્રણ સાધી શક્યા નથી. એક ગુરુ જ્યારે આ પ્રકારની વર્તણૂંક કરે, ત્યારે શિષ્યના મનમાં શંકાભાવ જાગે એ સ્વાભાવિક છે. જોકે, આ તમામ દુર્ગુણોની અવગણના કરીને પણ ઓમ સ્વામીએ મનમાં નક્કી કર્યુ હતું કે તેઓ અમુક-તમુક સમય પોતાના ગુરુને આપશે. મહિનાઓ સુધી ફક્ત બિસ્કિટ અને પાણીના સહારે શરીરને ટકાવ્યા બાદ સમયાવધિ પૂર્ણ થઈ, પરંતુ નાગા બાબા પાસેથી અધ્યાત્મ-ઉન્નતિનો માર્ગ ન મળ્યો એટલે આખરે ઓમ સ્વામીએ એક વિગતવાર પત્ર લખી, એમના પરત્વે પરમ આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી નાગા બાબાનો સાથ છોડ્યો. એ પછી બે વર્ષ સુધી, એમણે જાતે જ કોઈ ગુરુ વગર હિમાલયના પહાડોમાં મંત્રસાધના આરંભી. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૧૧ના રોજ સવારે પાંચ વાગ્યાની આસપાસ એમને યંત્રાધિષ્ઠાત્રી રાજરાજેશ્વરી મહાત્રિપુરસુંદરીનો જે સાક્ષાત્કાર થયો, એનું વર્ણન વાંચીને ભાવવિભોર થઈ જવાય. પરંતુ એ અંગે પછી ક્યારેક વાત કરીશું. આજે એમની ‘સાધના’ મોબાઈલ એપ્લિકેશન થકી લાખો શ્રદ્ધાળુઓ અધ્યાત્મક્ષેત્રે આગળ ધપી રહ્યા છે.

bhattparakh@yahoo.com

(ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *