હજુ પણ આધુનિક વિશ્વમાં એવા ઘણાં યોગીઓ વસવાટ ધરાવે છે, જેમનામાં પોતાના દેહને નવેસરથી ઘડી શકવાની ક્ષમતા છે!

સાધનામાં લીન થયા બાદ વ્યક્તિના મગજમાંથી ડેલ્ટા તરંગ ઉત્સર્જિત થાય છે, જ્યાં તેને ગૂઢાતિગૂઢ માહિતી અને જ્ઞાન પ્રાપ્ત થાય છે.

[Funrang Founder / Editor – Mr.  Mehulkumar Vyas – 9978918796]

પરખ ભટ્ટ હિમાલયના ગર્ભમાં ક્યાંક મહાન સિદ્ધયોગીઓના વસવાટની ધારણા સેવવામાં આવી છે. કેટકેટલા અભ્યાસુઓએ આ વાતની પુષ્ટિ કરી છે કે હિમાલયના પહાડોમાં આજની તારીખે પણ ‘સિદ્ધાશ્રમ’ નામનું પવિત્ર સ્થાન/આશ્રમ છે, જ્યાં મહાવતાર બાબાજી સહિત અન્ય સિદ્ધયોગીઓ સદીઓથી ધ્યાનસ્થ છે! થોડા સમય પહેલાં જ ‘વેદિક સાધના ફાઉન્ડેશન’ના સંસ્થાપક પૂજ્ય સ્વામી ઓમ દ્વારા ખાસ વિધિવત્ પૂજા-અર્ચના માટે બનાવવામાં આવેલી મોબાઇલ એપ્લિકેશન ‘સાધના’ના લૉન્ચમાં એમણે કહ્યું હતું કે, ‘સિદ્ધાશ્રમ એ એવી ગુપ્ત અને રહસ્યમય ભૂમિ છે, જ્યાં પ્રાચીનકાળમાં અત્યંત સિદ્ધ અને શક્તિશાળી ઋષિમુનિઓનો વસવાટ હતો. એમના વેદિક મંત્રોથી ગૂંજતો હિમાલય પર્વત સંપૂર્ણ મનુષ્યજગત ઉપર સુખ, સમૃદ્ધિ અને આનંદની વર્ષા કરતો હતો.’

પરમહંસ યોગાનંદ લિખિત ‘ઑટોબાયોગ્રાફી ઑફ અ યોગી’ (ગુજરાતી અનુવાદ: યોગી કથામૃત)માં મહાવતાર બાબાજી અંગે વિસ્તૃત વર્ણન વાંચવા મળે છે. એવું કહેવાય છે કે આ તમામ યોગીઓ ‘નિર્માણ કાયા’ ધરાવે છે, જેના વિશે વિસ્તૃત છણાવટ કરતાં સદ્ગુરુ જગ્ગી વાસુદેવ જણાવે છે કે, ‘હજુ પણ આધુનિક વિશ્વમાં એવા ઘણાં યોગીઓ વસવાટ ધરાવે છે, જેમનામાં પોતાના દેહને નવેસરથી ઘડી શકવાની ક્ષમતા છે! જેના કારણે સદીઓ સુધી દેહવૃદ્ધિ રોકી શકાય છે.’

મહાવતાર બાબાજીનો સાક્ષાત્કાર જેમણે કર્યો છે, તેઓ જણાવે છે કે બાબાજીનો દેખાવ ૩૦-૩૫ વર્ષના યુવાન જેવો છે! હકીકતે, તેમની વાસ્તવિક ઉંમર ૨૦૦૦ વર્ષોથી પણ વધુ છે, એવી માન્યતા પ્રવર્તે છે. પ્રશ્ન એ થાય કે શરીરને ઘરડું થતું અટકાવવું શક્ય છે? કોઈ ઉપાસક યોગાભ્યાસની મદદથી પરમ ચૈતન્યની એ અવસ્થા પ્રાપ્ત કરી શકે, જેમાં દેહની વૃદ્ધિ રોકી શકાય? સમયની ગતિ તમામ જીવો માટે એકસમાન હોવા છતાં તેના પર નિયંત્રણ મેળવવું શક્ય છે ખરું?

આલ્ફા અને થીટા તરંગો અંગેની વિસ્તૃત સમજણ મેળવ્યા બાદ આજે વાત કરી રહ્યા છીએ, ડેલ્ટા તરંગની! અધ્યાત્મવિશ્વમાં પગલાં માંડવા પાછળ કોઈપણ સાધકનો ઉદ્દેશ્ય બહુ જ સ્પષ્ટ હોય છે: પરમ રહસ્યની પ્રાપ્તિ. આધુનિક વિજ્ઞાન જેમ સૂર્યમંડળની બહાર પહોંચીને આકાશગંગાનો ‘ડ્રોન-વ્યૂ’ જોવા માટે તલપાપડ બન્યું છે, એવી જ રીતે મનુષ્યને જ્યારે પોતાના અસ્તિત્વથી પણ ગૂઢ, સમસ્ત ચેતનાને પેલે પાર રહેલાં પ્રાણ સંબંધિત રહસ્યો ઉકેલવાની ઈચ્છા થાય ત્યારે તેનું સુષુપ્ત મન ધીરે ધીરે સાધનાનાં માર્ગે વળીને જાગૃત થવા પ્રેરાય છે. આઠ અબજ લોકોમાં ફૂંકાયેલાં પ્રાણનો મૂળ સ્ત્રોત શોધવા માટે અષ્ટાંગ યોગ આધારભૂત શિલા છે.

સાધનામાં લીન થયા બાદ વ્યક્તિના મગજમાંથી ડેલ્ટા તરંગ ઉત્સર્જિત થાય છે, જ્યાં તેને ગૂઢાતિગૂઢ માહિતી અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. ‘સાક્ષાત્કાર’ની અનુભૂતિ આ સ્તરે થાય છે. સામાન્ય સંજોગોમાં જે જ્ઞાન માનવી જીવનભરના અભ્યાસ, વાચન અને સંશોધન બાદ નથી મેળવી શકતો, એ ડેલ્ટા તરંગના ઉત્સર્જન થકી મળે છે. હીલિંગ અને રી-જનરેશન હવે સરળ બની જાય છે. સિદ્ધાશ્રમના મહાયોગીઓ આ પ્રક્રિયાને અનુસર્યા બાદ નિર્માણ કાયા પ્રાપ્ત કરે છે, જેમાં પ્રાણને સદીઓ સુધી શરીરમાં ટકાવી રાખવા ઉપરાંત હ્રદયના ધબકારા ઓછા કરવા અને મગજની સક્રિયતા શૂન્યવત્ કરવી સંભવ છે. ત્યાં સુધી કહેવામાં આવે છે કે સિદ્ધયોગીઓ શ્વાસોચ્છવાસની પ્રક્રિયા પણ તેઓ દિવસો-મહિનાઓ-વર્ષો સુધી અટકાવી શકવા સક્ષમ હોય છે.

કેલિફૉર્નિયા સ્થિત ‘સેન્ટર ફોર ન્યુરો-અકૉસ્ટિક રીસર્ચ’ના સંશોધક ડૉ. જેફ્રી ડી. થૉમ્પસન દ્વારા વર્ષ ૧૯૯૯માં ‘માઇનસ ડેલ્ટા તરંગ’ (૦.૨૫ હર્ટ્ઝ પ્રતિ સેકન્ડ કે એનાથી પણ ઓછી આવૃત્તિ) અંગે પણ વાત કરવામાં આવી હતી, જેને તેમણે ‘એપસિલિયોન તરંગ’ નામ આપ્યું હતું. યોગાભ્યાસમાં ઉચ્ચસ્તરે પહોંચી ચૂકેલાં સાધકો એક એવી અવસ્થા પ્રાપ્ત કરે છે, જ્યાં એમનું મગજ ‘માઇનસ ડેલ્ટા’ અર્થાત્ ‘એપસિલિયોન’ તરંગનું ઉત્સર્જન કરે છે. સામાન્યતઃ માનવી નાકના બંને છિદ્રોમાંથી સપ્રમાણ શ્વાસ લઈ શકતો નથી. નાકનું ડાબું અથવા જમણું છિદ્ર વત્તા-ઓછા પ્રમાણમાં શ્વાસ લેવા-છોડવાની પ્રક્રિયા અનુસરતું હોય છે, પરંતુ ડૉ. થોમ્પસને નોંધ્યું હતું કે મેડિટેશનની એક્સ્ટ્રાઑર્ડિનરી અવસ્થા દરમિયાન મગજના હેમિસ્ફિયરમાં ડાબા અને જમણાં એમ બંને વિસ્તારોમાં ચાલતી પ્રક્રિયાઓ સંતુલન સાધીને એકાકાર થાય છે! જેની સીધી અસર સુષુમ્ણા પર જોવા મળે છે જેમાં નાકનાં બંને ફણગાંમાંથી એકસાથે શ્વાસોચ્છવાસ લઈ શકવા સંભવ બને છે!

(ક્રમશઃ)

bhattparakh@yahoo.com

(ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *