વેદ-પુરાણો પ્રમાણમાં થોડી જટિલ ભાષા ધરાવે છે. જો વ્યક્તિએ ખરેખર સનાતન સંસ્કૃતિના પૌરાણિક ગ્રંથોના અધ્યયનની શરૂઆત કરવી હોય તો ઉપનિષદોથી કરી શકાય.

[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

પરખ ભટ્ટ (ભાગ-૩) મત્સ્યપુરાણ અને આધુનિક વિજ્ઞાનની ‘એન્ડ-પર્મિયન માસ એક્સટિન્ક્શન થિયરી’ બંને એ વાતની પુષ્ટિ કરે છે કે આજથી લગભગ ૨૫ કરોડ વર્ષ પહેલાં પૃથ્વીએ જોયેલાં પ્રલયના મૂળ કારણોમાંનું એક કારણ જ્વાળામુખી પ્રસ્ફુટન હતું!

और्वानलोपि विकृतिंगमिष्यति युगक्षये ।

विषाग्निश्चापि पातालात् संकर्षणमुखच्युत् ।

भवस्यापि ललाटोत्थतृतीयनयनानलः ॥

(મત્સ્યપુરાણ ૨.૫)

ભાવાર્થ: સર્વનાશનું તૃતીય દ્યોતક એ છે કે ધરતીના પેટાળમાંથી અગ્નિ ફાટી નીકળશે! પાતાળમાંથી આવેલો અગ્નિ વિધ્વંશનું કારણ બનશે. ધરતી ઉપરના ખાડાં/છિદ્ર/બાકોરાંમાંથી ઝેરીલો ધુમાડો પ્રસરી ઉઠશે.

ગયા અઠવાડિયે સર્વનાશના બે દ્યોતકો – દુષ્કાળ અને ઓઝોન સ્તરમાં ગાબડાં – અંગેના પૌરાણિક વર્ણનોથી અવગત થયા બાદ, આજે શ્રીવિષ્ણુના સર્વપ્રથમ મત્સ્ય અવતાર દ્વારા ઉચ્ચારાયેલાં સર્વનાશના ત્રીજા, ચોથા અને પાંચમા લક્ષણનો પરિચય મેળવીએ.

ઉપરોક્ત શ્લોકમાં સમાહિત ‘પાતાળ’ શબ્દ અંગે આપણા દેશમાં ઘણાં મતમતાંતરો પ્રવર્તે છે. કેટલીક રૂઢિગત કથાઓ અને અડસુ માનસિકતાને કારણે પાતાળનો અર્થ ‘નર્ક’ એવો કરી નાંખવામાં આવ્યો છે, જે સત્ય નથી. જ્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વાત કરતાં હોઈએ, ત્યારે ધરતીના પેટાળને પણ પાતાળ તરીકે ધ્યાનમાં લઈ શકાય.

હિમાચલપ્રદેશ ખાતે બદ્રિકાશ્રમના સંસ્થાપક અને ‘સાધના’ મોબાઇલ એપ્લિકેશનના ફાઉન્ડર સિદ્ધયોગી ઓમ સ્વામી ઘણી વખત પોતાના પ્રવચનોમાં કહે છે કે, ‘વેદ-પુરાણો પ્રમાણમાં થોડી જટિલ ભાષા ધરાવે છે. જો વ્યક્તિએ ખરેખર સનાતન સંસ્કૃતિના પૌરાણિક ગ્રંથોના અધ્યયનની શરૂઆત કરવી હોય તો ઉપનિષદોથી કરી શકાય.’

આ વાત યોગ્ય એટલા માટે છે કે કારણકે સીધા પુરાણો અથવા વેદો વાંચવા બેસી જવાથી વ્યક્તિની રૂચિ થોડા સમયમાં એમાંથી ગાયબ થઈ જવાની સંભાવના રહે છે, પરંતુ કથા સ્વરૂપે થયેલું વાચન વ્યક્તિનો રસ જાળવી રાખે છે અને તેને સતત નવા ગ્રંથો વાંચવા પ્રેરે છે. એક તબક્કે વ્યક્તિ જ્યારે સજ્જ થઈ જાય, ત્યારબાદ વેદ-પુરાણોનું અધ્યયન વધુ સરળ થઈ જાય છે.

એસિડ-વરસાદનો માર્મિક અંદેશો આપતાં મત્સ્ય અવતાર જણાવે છે,

सम्वर्तो भीमनादश्च द्रोणश्चदण्डोबलाहकः ।

विद्युत्पताकः शोणस्तुसप्तैतेलयवारिदाः ॥

(મત્સ્યપુરાણ ૨.૮)

ભાવાર્થ: સાત લાક્ષણિકતાઓ ધરાવતાં (વિપુલ પ્રમાણમાં પાણીથી ભરેલાં, જોરશોરથી ગર્જના કરતા, સાંબેલાધારે વરસવાની ક્ષમતા ધરાવનારા, દાહક ગુણ ધરાવનારા, શક્તિશાળી, વીજળીના ચમકારા ધરાવતાં અને રક્તવર્ણી રંગછટા ધરાવતાં) વાદળો વરસી પડશે અને સર્વનાશનું કારણ બનશે.

સર્વસામાન્ય વૈજ્ઞાનિક નિયમ એ છે કે જ્વાળામુખી પ્રસ્ફુટનને કારણે એવા પ્રકારના ‘પાયરો-ક્યુમલૉનિમ્બસ’ (Pyro-Cumulonimbus) વાદળો તૈયાર થાય છે, જેના નિર્માણ પાછળનું કારણ જ ઊંચુ તાપમાન અને ધુમાડો હોય છે! આ પાણી વિનાના વાદળો વીજળી પેદા કરે છે, જેના કારણે જંગલોમાં દાવાનળ ફાટી નીકળે છે. પૌરાણિક ગ્રંથોમાં દાવાનળને લીધે વેજિટેશનનો સફાયો બોલી ગયાના અસંખ્ય ઉદાહરણો મળી આવે છે. મત્સ્યપુરાણના દ્વિતીય અધ્યાયનો ત્રીજો, ચોથો અને આઠમો શ્લોક એ ઘટના તરફ આંગળી ચીંધે છે.

‘એન્ડ-પર્મિયન થિયરી’ પર કામ કરી ચૂકેલાં વૈજ્ઞાનિકોએ દક્ષિણ ચીનના મીશાનમાંથી કરોડો વર્ષ પહેલાં ફાટી નીકળેલાં એ દાવાનળના પુરાવા સમાન ચારકોલ અને કાર્બનના ઘટકતત્ત્વો પણ એકઠા કર્યા છે, જે મત્સ્યપુરાણની સત્યતા દર્શાવનાર વધુ એક ઉદાહરણ ગણી શકાય. ‘નેશનલ ઇન્ટરએજન્સી ફાયર-સેન્ટર’ના વર્ષ ૨૦૧૮ના રિપૉર્ટ મુજબ, વીજળી ખાબકવાને કારણે દર વર્ષે અમેરિકાના જંગલોમાં ફેલાતાં દાવાનળની ટકાવારી ૬૦ જેટલી છે!

મહિનાઓ સુધી ચાલતાં આવા દાવાનળ આખેઆખા જંગલનો સફાયો કરી નાંખે છે. અલબત્ત, દાવાનળને કારણે વન્યજીવોને થતું નુકશાન અન્ય કુદરતી આપત્તિ કરતા એટલા માટે ઓછું હોય છે, કારણકે જીવો પાસે ભાગી છૂટવાનો વિકલ્પ ખુલ્લો રહે છે! સાથોસાથ, એ પણ ભૂલવા જેવું નથી કે દાવાનળને કારણે વાતાવરણમાં આવતો પલ્ટો, દૂષિત થતી આબોહવા અને ગ્લોબલ વૉર્મિંગમાં પણ વધારો થાય છે; જે માનવજાતના સર્વનાશનું એક કારણ ગણી શકાય.

त्रिजगन्निर्दहन् क्षोभंसमेष्यति महामुने ।

एवंदग्धा महीसर्वा यदास्यद्भस्मसन्निभा ॥

आकाशमूष्मणा तप्तम्भविष्यति परन्तप ।

तत् सदेवनक्षत्रं जगद्यास्यति संक्षयम् ॥

(મત્સ્યપુરાણ ૨.૬ અને ૨.૭)

ભાવાર્થ: શ્રીવિષ્ણુસ્વરૂપ મત્સ્ય અવતાર રાજા સત્યવ્રતને જણાવે છે કે ધરતીનું તાપમાન અત્યંત વધી જશે, જેથી જળચર અને ભૂચર જીવોને ભયંકર તાપનો સામનો કરવો પડશે.

આધુનિક સંશોધકો કહે છે કે ‘એન્ડ-પર્મિયન’ કાળ શરૂ થતાં પહેલાં નિશ્ચિતરૂપે તાપમાનમાં વધારો થતો જોવા મળ્યો હતો. પૃથ્વીનું તાપમાન ૧૫-૨૦ ડિગ્રી સેલ્શિયસ જેટલું વધ્યું હતું, જે ૪૦ ડિગ્રી સેલ્શિયસ સુધી પહોંચ્યું હોવાના પ્રમાણ છે! આને લીધે ઘણા દરિયાઈ જીવો અને માનવજાતને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. વાતાવરણ સાથે અનુકૂલન સાધવાના પ્રયાસોમાં માનવો પણ ઠંડા વિસ્તારોમાં જઈને રહેવા લાગ્યા હતાં. ધરતી પરના જે જીવો માટે સ્થળાંતર શક્ય ન બન્યું, એ તમામનો આ સમયગાળા દરમિયાન ખાત્મો બોલી ગયો!

આ વિષય પર વર્ષો સુધી શોધખોળ કરી ચૂકેલાં નિષ્ણાંત પ્રોફેસર બેન્ટન જણાવે છે કે, ‘ગ્લૉબલ વૉર્મિંગને કારણે જુદા જુદા જીવોનું શરીર એમની શારીરિક ક્ષમતા મુજબ અમુક દિવસો કે અઠવાડિયા સુધી ટકી શકે. પરંતુ જો ગ્લૉબલ વૉર્મિંગને કારણે વધી ગયેલાં તાપમાનમાં અતિશય વધારો થઈ ગયો હોય, તો આવા જીવો એક સમય બાદ મૃત્યુ પામે છે! ખાસ તો ઉચ્ચ તાપમાનનો પારો મહિનાઓ કે વર્ષો સુધી નીચે જવાનું નામ જ ન લે, ત્યારે આવી ભયંકર સ્થિતિ સર્જાતી હોય છે!’

(ક્રમશઃ)

bhattparakh@yahoo.com 

(ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(સંપર્ક)

ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.

(WhatsApp Group Link)

Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *