શેર બોલ્યો હાઉઉ..!! ।
કેડી કહોને ક્યાં છે?
મંઝીલ ભૂખ્યાં ચરણ છું!
-ડૉક્ટર સરુપ ધ્રુવ
મનોજ ખંડેરિયાની બહેતરીન પેશકશ એમ પણ બનેમાં રસ્તા કે ભોમિયાનાં છળથી શરું થતી વાતમાં એક પગ બીજા પગને છળે લગીની નિરાશાવાદી વાત સામે એક બળકટને સકારાત્મક શેર મળે છે. કો’ક અજાણ્યાં સ્થળ પહોંચવાં હંમેશ સમય વધુ લાગ્યાની લાગણી. પાછા ફરતી વેળાં જલ્દી આવી ગયાંનો અહેસાસથી ઉપરની વાત છે. અદભૂત શેરમાં સળગતી હવાઓની કવિયત્રી ડૉક્ટર સરુપ ધ્રુવ પ્રશ્ર્નથી વાત માંડે છે. જેનો જવાબ આપવાનો છે!! એ પ્રશ્ર્નનું કારણ સાની મિસરે ઉડીને આંખે વળગે એવું છે. અહીં વિસ્મય જોડે સમાધાનને સાધે છે. ભાવક ગૂંચવાતો નથી પરંતું રસ્તે ચઢે છે. ચરણની ભૂખ મંઝિલ છે.
પહોંચી ગયાં પછીનાં આનંદની ક્ષણભંગુરતાં જાણ્યાં બાદ પણ, અંજાન બનવાની વાત છે. તાલાવેલી છે, સક્રિયતા છે, વિટંબણાં છે, ને પછી નકરો આશાવાદ છે. રઝળપાટ નથી. ચોક્કસ સાધ્યને સાધવાની તાલાવેલી છે. પ્રવાસ બાહ્ય ન રહેતાં આંતર ચેતના કને કામ લેનારો બની જાય છે.
વાસ્તવિકતાની સીધી ઓળખ છે, અહીં સાહસ છે, સ્વાધ્યાય પણ છે, ને મનોકામના પણ મોજૂદ છે. પોતે ચરણ હોવું યાને સાધન અને સાધ્યનું સંયોજન હોવું. ચાલ્યાં ચરણ તે કાનજીને પગલી પડી તે રાધાજીની વાત યાદ આવ્યાં વિના રહેતી નથી!! શેરખાન પોતે આદમખોર ન રહેતાં સમજણખોર બની જાય છે.
બિલાડીનું મ્યાંઉ:
તેમને તેમનો પહેલો કાવ્યસંગ્રહ, મારા હાથની વાત (૧૯૮૨) માટે તેમને ગુજરાત સાહિત્ય પરિષદ તરફથી પારિતોષિક મળ્યું હતું.
હેલમેન / હેમેટ એવોર્ડ એનાયત કરાયો હતો. સફરનામા નામક અમદાવાદની આજ કાલ ને ભૂતકાળને ગ્રંથસ્થ કરનાર આજનાં લેખિકા થકીને વંદન કરી. સૌ વાંચકોને અગામી આવનાર ૮મી માચૅનાં વિમેન્સ-ડેની શુભેચ્છા પાઠવી શેરખાન વિરમે છે.
(આજનો Funrang જોક)
પકડું – કોઈ સારું કામ કરે તો, બીજા લોકો શું કરે છે?
ટાઈગર – એની પ્રશંસા કરે… પીઠ થપથપાવે…
પકડું – બરોબર, હવે દુનિયાની એવી કઈ વસ્તુ છે, જે સારું કામ ના કરે ત્યારે એની પીઠ થપથપાવાય છે?
ટાઈગર – (થોડું વિચારીને) તું મારા વિશે તો…
પકડું – અરે ના… તું જરાય નહીં… પણ, તારા જેવું… ટીવીનું રિમોટ કંટ્રોલ…
ટાઈગર – હંઅઅઅ… એ છે…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz