શેર બોલ્યો હાઉઉ..!! – ફનરંગ પર આજથી શરૂ થાય છે એક નવી કોલમ, વાંચો દર રવિવારે શેરખાનનાં મનગમતાં શેર. આ કૉલમ અંતર્ગત ગજૅનમાં દર રવિવારે મનગમતાં શેર પર વાત કરશે શેરખાન. શેરખાન યાને ચટાપટાળો – મૂછાળો જંગલી ગઝલાહારી શિકારી. એનાં પરિવારમાં જ આવે બિલાડી જે અંતે સજૅકનાં સજૅનો વીશે રજૂ કરશે મ્યાઉં!! ફનરંગની અલાયદી પેશકશ બોલે તો.. રંગેચંગે!! ગર્જે તો..શેર બોલ્યો હાઉઉ..!!
આ અમારી નામના, જાહોજલાલી ક્યાં સુધી,
આ સભા, મુશાયરા ને દાદ, તાળી ક્યાં સુધી.
#ધર્મેશ પગી “ધર્મ”
“મેં પલ દો પલ કા શાયર હું, પલ દો પલ મેરી કહાની હૈ…જેવી સદાબહાર રચના યાદ કરાવે છે આ fantasy v/s realityની પાતળી ભેદ રેખાનું રેખાકંન સૂચક છે. ભૂતકાળમાં એવાંય શાયરો જેઓ રજૂઆતમાં બળૂકાં હતાં, જેઓ પોતાની આગવી શૈલીથી મૂશાયરાઓ લૂંટી લેતાં.
અનેક પ્રસંગોમાં બન્યું હોય એવું કે મરીઝ સાહેબ તેઓની સાથેનાં શાયરોની સરખામણીએ રજૂઆતમાં ઉણાં ઉતરતાં. કોઇ દમદાર શેર સાવ નબળી રજૂઆતે દાદ વગર વધેરાઇ જતો. એ તેમનાં મિત્રો સાંખી ન શકતા પછી એવું બનતું કે ઘાયલસાહેબ કે સૈફ પાલનપૂરી, કૈલાશ પંડિત જેવાં મરીઝ સાહેબનો એ જ શેર પોતાની આગવી છટાથી રજૂ કરી દાદ ઉઘરાવીને જાહેર કરતાં કે મરીઝ આ શેર બોલીને બેઠાં છે ને આ એમનો શેર છે. ત્યારે ભાવકો ભોંઠા પડી જતાં.
ઉલા સાનીમાં statement and argumentની ગરજ સારતો આ શેર આ વખતે શેરખાન તરફથી પેશે ખિદમત. તમને કેવો લાગ્યો એ જણાવજો. આવતાં રવિવારે ફરી મળ્યાં.
વાઘની માસી બિલાડીનું મ્યાઉં:-
છંદ:ગાલગાગા*૩ ગાલગા
આ ગઝલમાં કુલ ૭ શેર છે. કવિ પોતે ટૂંકીવાર્તા, ગીત, લધુ કાવ્યો પર હાથ અજમાવી ચૂક્યાં છે. સિવિલ કોન્ટ્રાક્ટરનાં વ્યવસાયમાં છે. વડોદરા બુધકવિ સભા તેમજ કવિ સંગતમાં સક્રિય છે. છેલ્લાં ઘણાં લાંબા સમયથી ગઝલમાં કામ કરે છે. અત્યાર સુધીમાં સંગ્રહ નથી.
(આજનો Funrang જોક)
ટાઈગર – યાર પકડું, મારી બહુ ઈચ્છા છે કે દુનિયાના ચારેય ખૂણામાં મારું નામ ફેલાય એવું કામ કરું…
પકડું – તો કર…
ટાઈગર – પણ એક લોચો પડે છે યાર…
પકડું – શું?
ટાઈગર – દુનિયા ગોળ છે… એના ચાર ખૂણા છે જ નહીં… એટલે પછી જવા દઉં છું…
Funrang classified
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો. )
9978918796 અથવા mehul. v. vyas@gmail. com / funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz