રોજ દિગ્દર્શક કને અભિનય શીખી લીધા પછી,
હું કરું નક્કી શું મારે ખોલવું, તખ્તા ઉપર!
ગયા રવિવારે 6૦મો વિશ્ર્વ રંગભૂમિ દિવસ હતો. 27 March 1962 ના રોજ Jean Cocteau દ્વારા પ્રથમ સંદેશ લખાયો હતો. 6૦ વષૅની તાસિરાનુસાર આ દિવસ – નિમિત્તે ભજવાતાં નાટક પૂર્વે સંદેશાનું પઠન કરીને જ નાટક ભજવવામાં આવે છે.
Peter Sellers is the author of World Theatre Day 2022 message, action, and patience.
“Theater is the creation on earth of the space of equality between humans, gods, plants, animals, raindrops, tears, and regeneration. The space of equality and deep listening is illuminated by hidden beauty, kept alive in a deep interaction of danger, equanimity, wisdom, action, and patience”
આજનાં સજૅક કનેથી મળેલી ગઝલનો આ શેર. #SaturTheatre માં ભજવાયેલાં બાદલ સરકારનાં નાટકની કથા સાથે મેળ ખાય છે. હિન્દ ભટ્ટ દિગદશૅક તરીકે ખરાં ઉતર્યા એનો આનંદ ઉમળકો. “બાકી ઇતિહાસ” નામક નાટકની વિષય વસ્તુ એ હતી કે પતિ-પત્ની બન્ને સાહિત્યિક લેખન પ્રવૃતિ સાથે જોડાયેલાં છે. પત્નીને મદદ કરવાં પતિ છાપાની આત્મહત્યા વિષયક બાબતનાં કારણોનું નિરુપણ કરવાનાં વિષય પર સંભવિત વાર્તાનું નિરુપણ કરતો લેખ કરવાં કહે છે. પત્ની જે લખે છે એની ભજવણી થાય છે. એ કથાથી સંતુષ્ટ ન થતાં પતિ પોતાની કલમ ચલાવે એની પણ, પ્રસ્તુતિ થાય છે. બેવમાં એક જ ઘટના પર બે અભિવ્યક્તિ પોતપોતાનાં અથૅઘટનોનું મંચન થાય છે.
બાદલ સરકાર style પાત્ર મંચનનાં ભાગરુપે તખ્તાની શિસ્તને તોડી – છોડીને પ્રેક્ષકો સાથે સંવાદ સાધીને પોતે ઘટનાનો સાક્ષી બનીને પ્રેક્ષકોને જવાબદાર ઠેરવે એ બાબત technique ઉભરી આવે છે.
બિલાડીનું મ્યાંઉ:- બ્રિજેશ પંચાલ આ ગઝલમાં કુલ મિલાકે 5 શેર રચે છે. એ અચ્છો વાર્તાકાર – નાટ્યકાર ઉપરાંત સંવેદનશીલ સજૅક છે. એ સરળ હોવાને નાતે મારા પિતાજીને આવી સીધું જ પૂછી શકે છે કે… “તમારા જેવાં ભાઇબંધ જેવાં બાપા હોય? બાપા તો બાપ્પા હોય.” “પ” ને અડધો “પ” જોડીને સંવાદમાં પોતાની છાપ છોડી જાય છે. – (લેખક – બ્રિજ પાઠક)
(આજનો Funrang જોક)
અમન – યાર આજે કોઈ મુર્ખતાવાળી વાત નથી કરવી…
ચમન – કેમ ભઈ?
અમન – કોઈને મુરખ સમજવાની મુર્ખતા આપણે શું કામ કરવાની?
ચમન – એટલે તું મને…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz