Tofani Tiger. સોશિયલ મિડીયામાં એક વિડીયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળે છે કે, એક ચોર મંદિરમાં આવે છે. મંદીરમાં ચારે તરફ ફરે છે. કોઈ છે નહીં એની ખાતરી કરવા સાથે સેલ્ફી પાડે છે. ત્યારબાદ હનુમાનદાદાને પગે લાગે છે અને પછી દાનપેટી ઉઠાવીને નાસી જાય છે.
Journalist Anurag K sason દ્વારા ટ્વિટર પર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં કેપ્શન લખી છે કે, મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ચોરે મંદીરની દાનપેટી ગાયબ કરતાં પહેલાં બજરંગબલીને પ્રણામ કર્યા. મંદિરમાં ચોરી કરતાં સીસીટીવીમાં ઝડપાયેલા ચોરનો વિડીયો વાઈરલ થઈ રહ્યો છે.
(તોફાની ટાઈગરની આગવી સ્ટાઈલમાં આ સમાચારનું વિશ્લેષણ સાંભળવા વિડીયો જુઓ)
ટીટી મ્યાઉં… અવાજ સીટ ડાઉન થઈ ગયો છે… માટે સોરી…
ન્યૂઝરૂમ કશો વાંધો નહીં… તોફાની ટાઈગર સમાચાર શું છે.
ટીટી જોરદાર સમાચાર છે… બહુ જોરદાર… એકદમ જોરદાર… જોરદાર…
ન્યૂઝરૂમ જાતે નક્કી ના કરીશ… સમાચાર જણાવ…
ટીટી યસ… ન્યૂઝ ઇઝ ધીસ… કે મહારાષ્ટ્રના ઠાણેમાં એક છોકરો મંદિરમાં ઘુસ્યો… મંદિરમાં ઘુસીને આમ તેમ ફર્યો… પછી એણે મોબાઈલ કાઢ્યો… મોબાઈલ કાઢીને એણે સેલ્ફી પાડી.. સેલ્ફી પાડ્યા બાદ એ હનુમાનદાદા પાસે ગયો… હનુમાન દાદાને પગે લાગ્યો… એન્ડ ધેન… દાનપેટી ઉપાડીને રન કરી ગયો…
ન્યૂઝરૂમ રન કરી ગયો મિન્સ કે… દોડી ગયો… તોફાની ટાઈગરની કોઈ વિશેષ ટીપ્પણી..
ટીટી હા.. મને લાગે છે કે, ચોર ભગવાનથી ડરનારો એન્ડ ડફોળ હતો. હનુમાનદાદાને પગે લાગ્યો એટલે ભગવાનથી ડરનારો… અને મંદીરમાં ડાફોળિયાં માર્યા છતાં સીસીટીવી ના જોઈ શક્યો એટલે ડફોળ…
ન્યૂઝરૂમ થેન્ક્યુ તોફાની ટાઈગર…
ટીટી ખાલી થેન્ક્યુ ના હોય… થેન્ક્યુ વેરી મચ કહેવું પડે… હંઅઅઅ…
ન્યૂઝરૂમ ઓકે… થેન્ક્યુ વેરી મચ…
#tofanitiger #gujaratinews #funonnews #funnynews
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.