- ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં વ્યંગસભર કાર્ટૂનનું કમ્પાઇલેશન કરવાનો ફનરંગનો આગવો પ્રયાસ.
- ઇન્ટરનેટ પર ઉપલબ્ધ થતાં કાર્ટૂન્સનું કમ્પાઈલેશન કરાય છે, જો કોઈ સારું કાર્ટૂન રહી જતું હોય તો ધ્યાન દોરવા વિનંતી.
Funrang. સાંપ્રત ઘટનાઓ પર સજ્જડ વ્યંગ કરવાની આગવી કળા ધરાવતાં કાર્ટૂનિસ્ટની કળાને બિરદાવવાના પ્રયાસના ભાગ રૂપે ફનરંગ દ્વારા ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, ગુજરાત મિત્ર સહિતના ગુજરાતી સમાચાર પત્રોમાં પ્રસિદ્ધ થતાં કાર્ટૂનનું સંકલીનીકરણ કરવામાં આવે છે. મુખ્ય સમાચારો વાંચતી વખતે કદાચ આ કાર્ટૂન પર વાચકોની દ્રષ્ટિ પડી ના હોય તો, તેઓ સુધી કાર્ટૂન્સને પહોંચાડવા માટે આ વિડીયો બનાવવામાં આવે છે. ફનરંગ દ્વારા માત્ર કાર્ટૂનમાં દર્શાવાયેલી વાત જ રજૂ કરવામાં આવે છે. અલગ અલગ ન્યૂઝપેપર્સના કાર્ટૂનિસ્ટ વચ્ચે તફાવત કરવામાં આવતો નથી. કારણકે, આ એક આગવી કલા છે અને તમામ કલાકારો રોજ પોતાનું શ્રેષ્ઠ આપતાં હોય છે, એવું ફનરંગનું માનવું છે. કયું કાર્ટૂન સારું છે? એ જોનારની પોતાની વિવેક દ્રષ્ટિ પર આધાર રાખે છે.
ગુજરાત સમાચારના ફ્રન્ટ પેજ પર પ્રસિદ્ધ થયેલાં મંજુલના કાર્ટૂનમાં કોરોનાના નવાં નવાં વેરિયન્ટ લોકોને ડરાવતાં જ રહેવાના છે, જાણે કોરોના સામેનો જંગ કાયમી બની જવાનો છે. એ વાત પર કટાક્ષ કરવામાં આવ્યો છે.
ગુજરાત સમાચારમાં પેજ નંબર 15 પર પ્રસિદ્ધ થયેલાં મંજુલના કાર્ટૂનમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં નબળી પડેલી કોંગ્રેસને કારણે શરદ પવાર સાથે મળીને યુપીએ ગઠબંધન તોડી રહેલાં મમતા બેનર્જીની ચિત્રાત્મક પ્રસ્તુતિ કરાઈ છે.
સંદેશમાં પ્રસિદ્ધ થયેલાં યોમના કાર્ટૂનમાં કોઈપણ પ્રકારનો સવાલ કર્યા વગર માત્ર પાર્ટી હેડક્વાર્ટરના આદેશનું અક્ષરસઃ પાલન કરીને સફળ થઈ રહેલાં, વિવિધ પદો મેળવી રહેલાં રાજકારણીઓ પર વ્યંગ કરાયો છે.
દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલા લહેરીના કાર્ટૂનમાં કમોસમી સંજોગોમાં વિપક્ષી એકતાની છત્રી કાગડો બની ગઈ હોવા અંગે કટાક્ષ કરવામાં આવ્યો છે.
ગુજરાત મિત્રમાં પ્રસિદ્ધ થયેલાં અશોક અદેપાલના કાર્ટૂનમાં કોરોના મહામારીના પ્રારંભે બાલીશ સ્લોગન બોલનાર યુનિયન મિનિસ્ટર રામદાસ આઠવલે, હવે જ્યારે નવા વેરિયન્ટનો ખતરો સામે આવ્યો છે ત્યારે પણ માત્ર ગો… ગો.. કરીને જ સંતુષ્ટી પ્રાપ્ત કરશે કે શું? આ વાત પર વ્યંગ કરાયો છે.
વ્યંગસભર કાર્ટૂન વિશેનો આપનો અભિપ્રાય વિડીયોમાં અથવા તો વેબસાઈટ પર કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.
#funrang #gujaratsamachar #divyabhaskar #sandesh #gujaratmitra #gujaratinewspapers #gujaratnews #latestnews