➡ વિક્રમ સંવત 2078 પોષ સુદ – ચૌદશ

 ➡ આજની ચંદ્ર રાશિ – મિથુન

:arrow: મેષ (અ,,ઈ)

આજે આપની ઉર્જાસ્તરમાં ઘટાડો જોવા મળશે. સંતાનો સાથે ગુસ્સાથી વર્તન કરવાનું ટાળશો. કોઈ ત્રાહિત વ્યકિતને કારણે જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. અહંકારને બાજુએ રાખીને કોઈપણ નિર્ણય કરવો જરૂરી. પોતાના સહકર્મીઓ સાથે દિવસ મધ્યમ રહી શકે છે.

:arrow: વૃષભ (બ,,ઉ)

અન્ય વ્યક્તિની આલોચના કરવાની આપની વૃત્તિ આપને આજે નીચું જોવડાવી શકે છે. કોઈને જવાબ આપવાનું ટાળશો. જીવનસાથી સાથે દિવસ મજેદાર રહેશે. કોઈપણ નિર્ણય તાત્કાલિક લેવાની આપની વૃત્તિ પર કાબૂ રાખશો તો દિવસ સારો રહેશે.

:arrow: મિથુન (ક,,ધ)

આજે દિવસ ભર તન – મનથી ભાગ દોડ અનુભવી શકો છો. આવકમાં વૃદ્ધિના યોગ છે. આજે એવા કોઈ વ્યક્તિને મળી શકો છો જે આપને ખુબ મહત્વ આપતી હોય. આજે નવા વિચારો આપના મન પર છવાયેલા રહી શકે છે, જે ભવિષ્યમાં લાભદાયક નિવડશે.

:arrow: કર્ક (ડ,હ)

આજે આપને નવી આર્થિક યોજનાઓનો સામનો કરવો પડી શકે છે. ટપાલ કે ઇમેલ દ્વારા આવેલો કોઈ મેસેજ આપને અને આપના પરિવારને ખુશ કરી શકે છે. આજે કોઈની સાથે મતભેદ કરવો નહીં. જીવનને હકારાત્મક દ્રષ્ટિ કોણથી જોશો તો દિવસ સારો રહેશે.

:arrow: સિંહ (મ,ટ)

આજે સ્વાર્થી લોકોથી અંતર બનાવવું જરૂરી છે, એમના કારણે માનસિક તાણ અનુભવી શકો છો. આજે પરિવારજનો માટે સમય કાઢવો જરૂરી છે. જીવનસાથીનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. કોઈની વાત પર આજે ભરોસો નહીં કરવાની સલાહ ઇશ્વર આપે છે.

:arrow: કન્યા (પ,,ણ)

આજે સંતાન આપની મરજી મુજબ વર્તન નહીં કરે, જેના કારણે માનિસક મુંઝવણ અનુભવી શકો છો. આજે નવા મિત્રો બની શકે છે. કોઈ નવી યોજના પર કામ શરૂ કરતાં પહેલાં બહુ વિચાર કરવો જરૂરી છે. આજનો દિવસ આપને આનંદ આપી શકે છે.

:arrow: તુલા (ર,ત)

આજે અધિક સંવેદનશીલ રહી શકો છો. જેના કારણે આપને નુકસાન પણ પહોંચી શકે છે. કોઈપણ પ્રકારનું રોકાણ કરવાનું આજે ટાળવું. કોઈપણ બાબતમાં ઉતાવળે નિર્ણય લેવો નહીં. પોતાના મનની વાત કોઈને કહેવી નહીં. દિવસ મધ્યમ રહી શકે છે.

:arrow: વૃશ્ચિક (ન,ય)

આજે અવસાદની સ્થિતિમાં આપની સ્માઈલ હેરાનગતિઓમાંથી છુટકારો આપી શકે છે. નાના – મોટાની ભૂલો જોવા કરતાં જતું કરવાની ભાવના રાખવી જરૂરી. આર્થિક લેવડ દેવડમાં સાવધાન રહેશો. જીવનસાથીને સમજશો તો જીવનમાં નવો માર્ગ પ્રાપ્ત કરી શકશો.

:arrow: ધન (ભ,,,ધ)

આજે સ્વાસ્થ્યની કાળજી લેશો. દારૂનો નશો ના કરવો. પોતાના ખર્ચ પર નિયંત્રણ કરવું જરૂરી. કામના દબાવને કારણે માનસિક તાણ અનુભવી શકો છો. જીવનસાથી પરત્વે શંકા કરવી નહીં. આજનો દિવસ આપને પુરતો આરામ કરો એવી સલાહ આપે છે.

:arrow: મકર (ખ,જ)

આજે રચનાત્મક કાર્યમાં જોડાઈને માનસિક શાંત પ્રાપ્ત કરી શકો છો. સગા સંબંદીઓનાં વિકાસના વિચારો મન પર હાવી રહી શકે છે. વકીલ પાસે કાયદાકીય સલાહ લેવા માટે સારો દિવસ છે. આજે આપનો દિવસ મધ્યમ રહી શકે છે.

:arrow: કુંભ (ગ,,,સ)

આજે પોતાનું ધૈર્ય જાળવી રાખશો, નાણાં કમાવવાની તક મળી શકે છે. પારિવારીક આયોજનમાં આપ આનંદ પ્રાપ્ત કરી શકશો. પ્રિયજનની તમામ માંગોનો પૂરી કરવાની આજે જરૂર નથી. જીવનસાથી આપના મનને સમજશે. કોઈ આધ્યાત્મિક વ્યક્તિ કે વડીલ સહાય કરી શકે છે.

:arrow: મીન (દ,,,થ)

આજે આશાવાદી બનવું જરૂરી છે. આપનો વિશ્વાસ નવી તક ઉભી કરી શકે છે. કોઈ વસ્તુની ખરીદી કરતાં પહેલા ખૂબ વિચાર કરવો જરૂરી. આજે પરિવારજનોના જણાવ્યા પ્રમાણે ચાલવું નહીં. મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે વાત કરતી વખતે શબ્દો સાચવીને વાપરવા.

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેની માહિતી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

#funrang #funrangnews #jyotish #rashifal #Bhavishya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *