- શુક્ર-શનિ રાત્રિ બિફોર નવરાત્રિમાં ખેલૈયાઓએ પરંપરાગત ગરબાનો આનંદ લૂંટ્યો.
- ખાણી-પીણીના કાઉન્ટર ઉપર સ્વાદિષ્ટ વાનગીઓની જ્યાફ્ત માણવા ગરબા રસિયાઓનો જમાવડો.
Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
દિવ્યકાંત ભટ્ટ, એટલાન્ટા । અમેરિકાના એટલાન્ટા સિટીમાં આવેલી ગોકુલધામ હવેલીમાં તા.13 થી 22 ઓક્ટોબર સુધી આદ્યશક્તિના ભક્તિ પર્વની સાથે નવરાત્રિ મેલા-2023 નું આયોજન કરાયું છે. જે અંતર્ગત વડોદરા સ્ટાઇલના ગરબાના આયોજન સાથે નવરાત્રિ પર્વનો રવિવારથી રંગેચંગે પ્રારંભ થયો છે. શુક્ર અને શનિવારે રાત્રિ બિફોર નવરાત્રિમાં ગોકુલધામ હવેલીના સાંવરિયા ગ્રુપના કલાકારોએ ગરબાની રમઝટ બોલાવતાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ગરબા રસિકોએ ગરબાનો ભરપૂર આનંદ લૂંટ્યો હતો.
અમેરિકાના એટલાન્ટામાં વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠ પીઠાધિશ્વર પૂ.દ્વારકેશલાલજી મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ ગોકુલધામ હવેલી કાર્યરત છે. આ ગોકુલધામ હવેલીમાં નવરાત્રિ મેલા-2023 નું આયોજન કરાયું હોઇ છેલ્લા 15 દિવસથી વોલેન્ટિયર્સ દ્વારા નવરાત્રિ માટેની તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. ચાલુ વર્ષે ગોકુલધામ હવેલીના જ કિર્તનકાર અને ગાયક અલ્પેશ સાવલિયા દ્વારા સ્થાપિત સાંવરિયા ગ્રુપના ગાયક મીનલ કાપડિયા તેમજ સાથી કલાકારો દ્વારા જ ગરબાની રમઝટ જમાવી ખેલૈયાઓને પરંપરાગત અને વડોદરા સ્ટાઇલના ગરબે રમાડવાનું આયોજન થયું છે.
ગોકુલધામ હવેલીમાં શ્રી યમુના મહારાણીના સાંનિધ્યમાં રવિવારથી ભક્તિભાવપૂર્વક નવરાત્રિ પર્વનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ રાત્રિના સમયે હવેલીના વિશાળ ટેન્ટમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ગરબા રસિકોએ ગરબે ઘૂમી નવરાત્રિના આયોજનની મજા માણી હતી. નવરાત્રિમાં ગરબાના આયોજન સાથે ખાણીપીણીના સ્ટોલ ઉપર ગરમાગરમ ભજીયાં, સમોસા-ચાટ, પાણીપુરી, પાપડીનો લોટ, સેવઉસળ અને પિત્ઝા અને ઠંડી ઉડાડતી ચ્હાનું વેચાણ કરાઇ રહ્યું છે. જેથી સ્વાદિષ્ટ વાનગીઓની જ્યાફ્ત માણવા ગરબા રસિકોનો ભારે ધસારો શુક્ર-શનિ અને રવિવારે જોવા મળ્યો હતો.
ખાણીપીણીની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે ગોકુલધામની કિચન ટીમના વોલેન્ટિયર્સ પિયૂષ પટેલ, રજનીભાઇ શેઠ, ગૌરાંગ પટેલ, રંજનબહેન શિરોયા, બકુલાબહેન પટેલ, કિરીટ શાહ, નિક્સન પટેલ, અશ્વિન પટેલ સહિત સર્વિંગ ટીમના ગિરીશ શાહ, વૈભવ શાહ, આકાશ પટેલ, કૌશલ દેસાઇ, પરાગ પટેલ સહિત અનેક વોલેન્ટિયર્સની મહેનત રંગ લાવી છે.
ગોકુલધામમાં આયોજિત નવરાત્રિ મેલા-2023 નું સુચારું આયોજન ચેરમેન અશોક પટેલ અને એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવાની આગેવાનીમાં કરાયું છે. સફળ આયોજનમાં એચ.આર એન્ડ ઓપરેશન મેનેજર બિજલ સોની, ટ્રેઝરર કિન્તુ શાહ, ગર્વનિંગ ટીમના સભ્યો હેતલ શાહ, જીગર શાહ, પરિમલ પટેલ, કેતુલ ઠાકર ઉપરાંત વોલેન્ટિયર્સ અતુલ શાહ, આત્મય તલાટી, સમીર શાહ, રાજેશ સુરેજા, મિલન ભૂત અને મહેન્દ્ર શાહ સહિત અનેક વોલેન્ટિયર્સ જહેમત ઉઠાવી રહ્યા છે.
(સંપર્ક)
ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો