- “કાઈપો છે…” આ ટેગ લાઇનને આપણે આખુ વર્ષ આજના દિવસ માટે સાચવી રાખીએ છીએ.
- વર્ષનો આ પહેલો તહેવાર એકબીજા સાથે લાગણીથી જોડાવા માટે પણ મહત્ત્વનો છે.
- પરીવાર અને મિત્રો સાથે વિવિધ વ્યંજનોની જ્યાફતની મઝા કઇ ઓરજ હોય છે.
વડોદરા । સૌથી મહત્ત્વની વાત એ છે કે આખા દિવસ દરમ્યાન તમારી જાતને હાઈડ્રેટેડ રાખો. આપણે આખો દિવસ ધાબા ઉપર પતંગ ચગાવવામાં એટલા તલ્લીન બની જઇએ છીએ કે આપણને પાણી પીવાની ખૂબ જરૂર છે એ ભુલી જઇએ છીએ.
વારંવાર પાણી પીવા તમે બોટલ સાથે રાખી શકો છો અને મોબાઈલ એપના રીમાઇન્ડરની મદદ લઇ શકો છો. જ્યારે તમે કોઇનો પતંગ કાપો છો ત્યારે ઊજાૅનું સ્તર ઊચું રહે તે માટે પ્રવાહીની ખૂબ જરૂર પડે છે. પાણી ઉપરાંત છાશ, લીંબુનું શરબત, શેરડીનો રસ, નારીયેળનું પાણી લઈ શકાય. જોકે વધુ પડતી ખાંડવાળા પીણા લેવા હિતાવહ નથી.
તમે જ્યારે છત ઉપર હો ત્યારે પુરતુ વીટમીન ડી લઇ રહ્યા છો તેથી આ સમય દરમ્યાન કેલ્શિયમ યુક્ત તલની ચીકી, બોર, ફુટ અને અન્ય પૌષ્ટિક નાસ્તો લાભદાયક છે.
સ્વાદિષ્ટ ઊંધિયાનું પણ એટલુ જ મહત્વ છે. તેલ ઓછુ રાખવુ અને વધારાની કેલરી ઓછી કરવા સેવને બદલે શેકેલી પાપડી લેવી સલાહ ભર્યુ છે. જલેબી વગર ચાલવાનું નથી પણ સપ્રમાણ અને ક્ષમતા અનુસાર લેવી. ભોજન વચ્ચે વધુ અંતર પડે તો વચમાં થોડી મીઠાઈ કે નાસ્તો લેવો.
આવો, આ વખતે આપણે આપણી રોગ પ્રતિકાર શક્તિ વધે એવા સપ્રમાણ ખોરાક સાથે ઊત્તરાયણ ઊજવીએ.
– હરખ બક્ષી.
ક્લિનિકલ ડાયેટીશીયન.
Ph. :- 9408108400
lettuce.eathb@gmail.com
-lettuceeat.hb (Instagram)
(FunRang Joke)
પકડું સાઈકલ પર જતો હતો. એણે એક રાહદારીને ટક્કર મારી અને કહ્યું, ભાઈ, બહુ નસીબદાર છે તું.
વાગવાથી અકળાયેલા રાહદારીએ કહ્યું, એક તો સાઈકલ અથાડે છે અને કહે છે નસીબદાર છું…
પકડું કહેઃ જુઓ એવું નથી, હમણાં ટ્રક ડ્રાઈવરની નોકરી લેવા જ ગયો હતો. નોકરી ના મળી એટલે સાઈકલ પર આવ્યો… બાકી…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz