- અમેરિકાના ન્યૂયોર્કની એક કૉલેજમાં પ્રોફેસરની ઓફિસમાં બનેલી ઘટના.
- કોરોનાકાળને પગલે કૉલેજ બંધ રહેતાં બોક્સ પર કોઈનું ધ્યાન ગયું નહોતું.
- કોલેજ ચાલુ થયા બાદ બોક્સ પર નજર પડતાં ડૉ. મેનન અચંબિત થઈ ગયાં.
- બોક્સમાંથી મળેલી ચીઠ્ઠી વાંચીને ડૉ. મેનન ગદગદીત થઈ ગયાં.
FunRang News. ન્યૂયોર્કની એક કૉલેજના પ્રોફેસર ડૉ. વિનોદ મેનનની ઓફિસમાં લગભગ 9 મહિના સુધી એક બોક્સ ધૂળ ખાતું પડી રહ્યું હતું. કોરોનાકાળને પગલે બોક્સ પર કોઈનું ધ્યાન ગયું નહોતું. જોકે, કૉલેજ ખુલ્યા બાદ ડૉ. વિનોદ મેનને બોક્સ ખોલીને જોયું તો એમાંથી રોકડા 1.80 લાખ ડૉલર એટલે કે 1.36 કરોડ રૂપિયા મળી આવ્યા હતાં. તે સાથે બોક્સ મોકલનાર અજાણ્યા વ્યક્તિએ એક ચીઠ્ઠી મોકલી હતી. એ ચીઠ્ઠી વાંચીને પ્રોફેસર ગદગદીત થઈ ગયા હતાં. તેમજ તેમણે અનન્ય ગર્વ અનુભવ્યો હતો.
અમેરિકાના સમાચાર માધ્યમોમાંથી મળતી જાણકારી અનુસાર, ન્યૂયોર્કની સિટી કૉલેજના એક પૂર્વ વિદ્યાર્થીએ ગત નવેમ્બર 2020માં ડૉ. વિનોદ મેનન માટે એક બોક્સ મોકલ્યું હતું. જોકે, કોરોનાને પગલે શિક્ષણ કાર્ય તેમજ કૉલેજ બંધ હોવાથી બોક્સ ડૉ. મેનનની ઓફિસના ખૂણામાં મુકી દેવાયું હતું. લગભગ નવ મહિના સુધી બોક્સ ધૂળ ખાતું પડી રહ્યું હતું.
(આ વિડીયોમાં ન્યૂઝ કાર્ટૂન જુઓ – દહાડો સુધરી જશે)
ત્યારબાદ કૉલેજ શરૂ થઈ હતી. અને તાજેતરમાં ડૉ. મેનનનું ધ્યાન ધૂળ ખાતાં બોક્સ પર પડ્યું હતું. બોક્સ પર ડૉ. મેનનની ઓફિસનું એડ્રેસ લખેલું હતું. જેથી તેમણે બોક્સ ખોલીને જોતાં તેમાંથી રોકડા 1.80 લાખ ડૉલર જોવા મળ્યા હતાં. તે સાથે એક ચીઠ્ઠી પણ હતી જેમાં લખ્યું હતું કે, સિટી કૉલેજમાંથી મને ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત થયું છે અને બીજા લોકોને તેનો ફાયદો મળે તે માટે આ ડૉનેશન મોકલી રહ્યો છું. આ પૈસાનો ઉપયોગ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે.
અજાણ્યા પૂર્વ વિદ્યાર્થી દ્વારા કૉલેજ પ્રત્યે અનોખી રીતે રૂણ ચુકવવામાં આવ્યું હોવાને પગલે પ્રોફેસર ડૉ. મેનન ગદગદીત થઈ ગયા હતાં. તેમણે સમાચાર માધ્યમનોને આપેલા ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે, ચીઠ્ઠી વાંચ્યા બાદ મને આ કૉલેજ સાથે સંકળાવા બદ્દલ ગર્વની અનુભૂતિ થઈ છે.
(આપના કોઈ મિત્રને કે પરિચિતને ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા હોય તો આ ન્યૂઝ એમને ફોરવર્ડ કરો. નીચેની તસવીર પર ક્લિક કરવાથી એ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ શકશે. )
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
Please subscribe my YouTube channel by clicking this link –
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg