- મકરપુરા એસ.ટી. ડેપો પાછળ મહાલક્ષ્મીનગરમાં બોગસ ડૉક્ટરે દવાખાનું ખોલ્યું હતું.
- મકરપુરાના બોગસ ડૉક્ટરને સ્પેશ્યિલ ઓપરેશન ગૃપ (S.O.G.) દ્વારા ઝડપી પડાયો.
FunRang News. મકરપુરા એસ.ટી. ડેપો પાછળ આવેલા મહાલક્ષ્મીનગરમાં દવાખાનું ખોલી છેલ્લાં 4 વર્ષથી લોકોની એલોપથી સારવાર કરતો બોગસ ડૉક્ટર વિષ્ણુ કુશવાહાને એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યો હતો.
ગઈકાલે તા. 27 ડિસેમ્બરના રોજ એસ.ઓ.જી.ના પો.સ.ઈ. પી.વી. ચૌધરી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે એ.એસ.આઈ. શાંતિલાલ વાલજીભાઈને બોગસ ડૉક્ટર અંગે બાતમી મળી હતી. જેના આધારે એસ.ઓ.જી.ની ટીમે તપાસ હાથ કરતાં બોગસ ડૉક્ટર ઝડપાઈ ગયો હતો.
મકરપુરા રોડની હરીદર્શન સોસાયટીમાં રહેતો વિષ્ણુદેવપ્રસાદ ઇન્દ્રદેવપ્રસાદ કુશવાહાએ બિહારમાં ધો. 12 સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેણે ઘરે બેઠા કાઉન્સિલ ઓફ ઇલેક્ટ્રોહોમિયોપેથિક સિસ્ટમ એન્ડ મેડીસીનનો કોર્ષ કર્યો હતો. આ કોર્ષના સર્ટિફિકેટ તેમજ અભ્યાસ મેડીકલ કાઉન્સિલ માન્ય ના હોવા છતાં વિષ્ણુદેવપ્રસાદે કોઈપણ જાતના રજીસ્ટ્રેશન નોંધણી વગર દવાખાનું ખોલ્યું હતું.
મકરપુરા એસ.ટી. ડેપોની પાછળ આવેલા મહાલક્ષ્મીનગરમાં દુકાન નં. 32માં છેલ્લાં 4 વર્ષથી દવાખાનું ચલાવતાં વિષ્ણુપ્રસાદ પાસે કોઈપણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડિગ્રી નહોતી. છતાં તે દર્દીઓને તપાસીને એલોપેથિક દવાઓ આપતો હતો. અને લોકોના જીવન સાથે ગંભીર ચેંડા કરતો હતો.
છેલ્લાં ચાર વર્ષથી પ્રેક્ટિસ કરતાં બોગસ ડૉક્ટરની પાસેથી મેડીકલ ઇન્સ્ટુમેન્ટ તથા એલોપેથિક દવાઓ અન્ય અન્ય મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું હતું. તેમજ તેની વિરુદ્ધ ઇ.પી.કો. કલમ 336, 406, 419 તથા ધી ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ 1956ની કલમ 15 અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશ્નર એક્ટ 1963ની કલમ 30 – 33 મુજબ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવવામાં આવ્યો હતો.
બોગસ ડૉક્ટરને પકડી પાડવામાં એસ.ઓ.જી.ના પી.આઈ. એસ.જી. સોલંકી, પી.આઈ. આર. એ પટેલ, પી.એસ.આઈ. પી.વી. ચૌધરી, એ.એસ.આઈ. શાંતિલાલ વાલજીભાઈ, એ.એસ.આઈ. જાહિદઅલી કાસમઅલી, હે.કો. જયદિપસિંહ નટવરસિંહ, પો.કો. સતવિરસિંહ સોબનસિંહ અને પો.કો. આશિષપુરી મનસુખપુરીએ સારી કામગીરી બજાવી હતી.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
Please subscribe my YouTube channel by clicking this link –
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg