- હરીયાણાનો ધનીરામ મિત્તલ આજેય પોલીસ પહોંચથી દૂર.
- LLB થયેલો ધનીરામ ગ્રાફોલોજી (હસ્ત લેખન) નિષ્ણાંત.
- ખોટો ઓર્ડર કરી જજને રજા પર ઉતારી બે મહિના જજ બની બેઠો.
- ધનીરામે છોડી મૂકેલાં ગુનેગારોને પોલીસે ફરી પકડવા પડ્યાં.
Mehulkumar Vyas. [9978918796]
Fun2 news । દેશના ચોરોમાં શિરમોર ગણવામાં આવતો હરીયાણાનો ધનીરામ મિત્તલે 25 વર્ષની ઉંમરથી ચોરી કરવાનું શરૂ કર્યું હતું. આજે ધનીરામ મિત્તલ 81 વર્ષનો થયો છે, પણ એ ક્યાં છે? એ વિશે પોલીસને હજી કંઈ ખબર પડી નથી. એલએલબીનો અભ્યાસ કરી કાયદાકીય દાવપેચ જાણતો ધનીરામ મિત્તલ ગ્રાફોલોજીમાં પણ સારી હથોટી પ્રાપ્ત કરી, નકલી દસ્તાવેજ બનાવવામાં માહીર છે.
લગભગ એક હજારથી વધુ વાહનોની ચોરીમાં સંડોવાયેલો ધનીરામ મિત્તલના બે કિસ્સાઓ હાલ ભારે ચર્ચામાં છે. જેમાં એક કિસ્સો એવો છે કે, વાહનચોરીના કેસમાં પોલીસ ધનીરામને પકડતી હતી અને કોર્ટમાં લઈ જતી હતી. જજ પણ એને ઓળખવા માંડ્યા હતાં. વર્ષ 2016માં એ છેલ્લી વાર પોલીસના હાથે ચડ્યો હતો. પોલીસે ધનીરામને કોર્ટ સમક્ષ રજૂ કર્યો ત્યારે જજ એને જોઈને અકળાઈ ગયા હતાં. અને ગુસ્સામાં જજે ધનીરામને કોર્ટની બહાર ઉભા રહેવા કહ્યું હતું.
જજે બહાર જવાનું કહ્યું અને ધનીરામે પોલીસ કર્મીઓના મનમાં ઠસાવ્યું કે, જજે જતા રહેવાનું કીધું. પોલીસ કર્મીઓને મુંઝવીને ધનીરામ ગાયબ થયો તે થયો આજદીન સુધી પોલીસ એને શોધી નથી શકી.
અનેક રાજ્યોમાં ચોરીને અંજામ આપનાર ધનીરામનો બીજો કિસ્સો હાલ ભારે ચર્ચામાં છે. હરીયાણાના જજ્જર ખાતેની કોર્ટમાં નકલી જજ બનીને ન્યાય કરવા અંગેનો… કાયદા અને ગ્રાફોલોજીના જાણકાર ધનીરામે કોર્ટના જજના નામનો નકલી રજાનો ઓર્ડર બનાવ્યો હતો. એ ઓર્ડરને આધારે જજ રજા પર ઉતરી ગયા અને એમની જગ્યાએ પોતાની બદલીનો નકલી ઓર્ડર બનાવી ધનીરામ જજની ખુરશી પર બિરાજમાન થઈ ગયો હતો.
લગભગ બે મહિના સુધી કોઈને શંકા પણ ના ગઈ કે, નકલી જજ કોર્ટ ચલાવી રહ્યો છે. ધનીરામે બે મહિનામાં બે હજારથી વધુ ગુનેગારોને જામીન આપી, છોડી મૂક્યા હતાં. તો અનેક નિર્દોષ લોકોને એણે જેલના સળિયા ગણાવ્યા હતાં. જોકે, આ અંગે વાત સપાટી પર આવી રહી છે એવી ભનક લાગી જતાં ધનીરામ ત્યાંથી રફૂચક્કર થઈ ગયો હતો. નકલી જજની પોલ ખુલ્યા બાદ ભોંઠા પડેલાં તંત્રને જામીન પર છોડી મુકવામાં આવેલાં ગુનેગારોને પકડવા કવાયત કરવી પડી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, ધનીરામ મિત્તલ ક્યાં છે? તે અંગે પોલીસ તંત્રને સ્હેજેય કડી મળી રહી નથી.
🙂 (FunRang Joke) 🙂
ટાઈગરઃ પકડું, આજથી હવે પંજાબી ખાવાનું બંધ.
પકડુઃ પ્રધાનમંત્રીના અપમાનનો બદલો લેવા!?
ટાઈગરઃ હંઅઅઅ….
પકડુઃ એટલે તું હમણાં લસ્સી નહીં પીએ?
ટાઈગરઃ ઓય લસ્સી તો છાસ કહેવાય, મંગાવ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz