(તસવીર સૌજન્ય ઓટીટી ગુજરાત – પ્રકાશ વર્મા)
  • છેલ્લાં 10 દિવસથી કાલાઘોડા સર્કલ પાસે સર્જાયેલા ભંગાણને કારણે ગંદુ પાણી માર્ગો પર રેલાતું હતું.
  • ડેપ્યુટી મેયરે વાહનચાલકોને અથડાયા જોયા બાદ ભંગાણનું તાત્કાલિક રિપેરિંગ શરૂ કરી દેવાયું.

Mehulkumar Vyas. [9978918796]

વડોદરા । શહેર ભાજપ કાર્યાલયની પાસે આવેલા કાલાઘોડા સર્કલ ખાતે છેલ્લાં દસ દિવસથી સર્જાયેલા ભંગાણને કારણે ગંદુ પાણી માર્ગો પર રેલાતું હતું. આ મામલે અત્યાર સુધી ધ્યાન નહીં આપવામાં આવતાં સેંકડો રાહદારીઓને હેરાનગતિ ભોગવવી પડી હતી. એમાંય આજે સવારના સમયમાં તો પાંચ વાહનચાલકોને અકસ્માત પણ નડ્યો હતો. સારા નસીબે કોઈને ગંભીર ઇજા પહોંચી નહોતી. એમાયં એક અકસ્માતગ્રસ્ત યુવતીની મદદે તો યોગાનુયોગ સાક્ષાત ડેપ્યુટી મેયર નંદાબહેન જોશી પહોંચ્યા હતાં.

વાહનની અવરજવર ધરાવતાં માર્ગ પર ગંદું પાણી રેલાતું હોવાને કારણે લોકોને પડી રહેલી તકલીફ અને આજે સર્જાયેલી ઘટના સંદર્ભે ફનરંગ દ્વારા એવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી કે, કંઈ નહીં તો ભાજપના અગ્રણીઓ રાહદારીઓની સુરક્ષા માટે શહેરના મંદિરોમાં મૃત્યુંજય મંત્રના જાપ કરાવે. જોકે, મૃત્યુંજય મંત્રના જાપ કરાવવાને બદલે તાત્કાલિક ભંગાણનું સમારકામ શરૂ કરાવી દેવાયું હતું.

એકંદરે, કાલાઘોડા સર્કલ પાસેથી પસાર થનાર રાહદારીઓ – વાહનચાલકોને હવે ગંદા પાણીની સમસ્યાથી છુટકારો મળશે.

(તસવીર સૌજન્ય ઓટીટી ગુજરાત – પ્રકાશ વર્મા)

 🙂 (FunRang Joke) 🙂 

ટાઈગરઃ પકડું, આજથી હવે પંજાબી ખાવાનું બંધ.

પકડુઃ પ્રધાનમંત્રીના અપમાનનો બદલો લેવા!?

ટાઈગરઃ હંઅઅઅ….

પકડુઃ એટલે તું હમણાં લસ્સી નહીં પીએ?

ટાઈગરઃ ઓય લસ્સી તો છાસ કહેવાય, મંગાવ…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *