- ➡ કાલીચરણ સામે દેશદ્રોહનો કેસ કરવા ઉઠેલી માંગણી.
- ➡ છત્તીસગઢના રાયપુર ખાતે બે દિવસીય કાર્યક્રમના સમાપનમાં કાલીચરણે કર્યું રાષ્ટ્રપિતાનું અપમાન.
- ➡ રાષ્ટ્રપતિ માટે અપમાનજકન શબ્દનો ઉપયોગ કરી નથ્થુરામ ગોડસેને પ્રણામ કર્યા.
- ➡ કાલીચરણના ખેદજનક વક્તવ્ય સામે મહંત રામસુંદર દાસે આપી તિખી પ્રતિક્રિયા અને મંચ છોડ્યો.
FunRang News. છત્તીસગઢના રાયપુર ખાતે આયોજિત ધર્મસંસદના બે દિવસીય કાર્યક્રમના સમાપન ટાણે કાલીચરણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું ઘોર અપમાન કરતાં વિવાદ સર્જાયો છે. કાલીચરણ સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવા માંગણી ઉઠી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જે મંચ પરથી કાલીચરણે મહાત્મા ગાંધીજીનું અપમાન કર્યું એ મંચ પરથી જ મહંત રામસુંદર દાસે તિખી પ્રતિક્રિયા આપી હતી. અને બાદમાં મંચ છોડી દીધો હતો.
છત્તીસગઢના પાટનગર રાયપુર ખાતે યોજાયેલી બે દિવસીય ધર્મ સંસદમાં ભાષણ કરતી વખતે કાલીચરણ મહારાજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી માટે અત્યંત અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. અને નથ્થુરામ ગોડસેને પ્રણામ કર્યા હતાં.
કાલીચરણના ભાષણથી છંછેડાઈ ગયેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને છત્તીસગઢ ગૌ સેવા આયોગના અધ્યક્ષ મહંત રામસુંદર દાસે તિખી પ્રતિક્રિયા આપતાં ભાષણ આપ્યું હતું કે, દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ નિછાવર કરનાર રાષ્ટ્રપિતા વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ ના કરવો જોઈએ. જે ઉદ્દેશ્ય સાથે આ આયોજન કરાયું હતું તે પોતાનો રસ્તો ભટકી ગયા છે. હું આયોજકોને પુછવા માંગુ છું કે તેમણે આ ભાષણ સામે વાંધો કેમ ના ઉઠાવ્યો? મને દુઃખ છે પરંતુ હું મારી જાતને આ આયોજનથી દૂર કરી રહ્યો છું. ભાષણ પુરું કરી મહંત રામસુંદર દાસે મંચ છોડી દીધો હતો.
કાલીચરણની ટિપ્પણી વિશેના પ્રશ્નના જવાબમાં કાર્યક્રમના આયોજક નીલકંઠ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, કાલીચરણના નિવેદનથી તેઓ સંપૂર્ણ પણે અસહમત છે. આ સમગ્ર મામલે કોંગ્રેસ સહિતના નેતાઓએ કાલીચરણ મહારાજ સામે સોશિયલ મિડીયામાં આક્રોશ વ્યક્ત કર્યો છે.
કૉંગ્રેસી નેતા સંજય નિરૂપમે ટ્વિટમાં લખ્યું છે કે, यह भगवाधारी फ्रॉड राष्ट्रपिता महात्मा गांधी को सरेआम गालियां दे रहा है, इसे तत्काल अंदर करना चाहिए। गांधीजी से किसी को वैचारिक मतभेद हो सकता है, पर उनका अपमान करने का हक किसी को नहीं है। यह अक्षम्य अपराध है।
જ્યારે મહારાષ્ટ્રના ઉર્જામંત્રી ડૉ. નિતીન રાઉતે ટ્વિટ કર્યું છે કે, ये कैसा देश बना दिया नरेन्द्र मोदीजी आपने? जहां राष्ट्रपिता महात्मा गांधी को खुले मंच से गालियां दी जा रही है और सामने बैठे लोग तालियां पीट रहे हैं।
इन पर देशद्रोह लगा दें यही बापू को सच्ची श्रद्धांजली होगी।
રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા અને મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે ટ્વિટ કરી છે કે, सत्य, अहिंसा को झुठे और हिंसक कभी हरा नहीं सकते, बापू हम शरमिंदा है तेरे कातिल जिंदा है।
આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે ટ્વિટ કરી છે કે, ये कौन हे जो हमारे राष्ट्रपिता को गालियां दे रहा है? मोदीजी कुछ करेंगे, या इन्हे भी बस दिलसे माफ नहीं कर पाएंगे।
અત્રે ઉલ્લેખનિય છે કે, દેશભરમાં ધર્મ સંસદનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને છાશવારે સાધુ – સંતો દ્વારા વિવાદીત ભાષણો કરવામાં આવી રહ્યાં છે.
(આપના કોઈ મિત્રને કે પરિચિતને ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવાની ઇચ્છા હોય તો આ ન્યૂઝ એમને ફોરવર્ડ કરો. નીચેની લિન્ક પર ક્લિક કરવાથી એ વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ શકશે. )
https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
Please subscribe my YouTube channel by clicking this link –
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg