- ગત તા. 8 ડિસેમ્બરે તમીલનાડુના કુન્નુર જંગલમાં સર્જાયેલી દુર્ઘટનામાં એક માત્ર વરૂણસિંહ બચ્યા હતાં.
- ગૃપ કેપ્ટન વરૂણસિંહનું નિધન થયું હોવાની ઇન્ડિયન એરફોર્સ દ્વારા સત્તાવાર માહિતી જાહેર કરાઈ.
ફનરંગ ન્યૂઝ. ગત તા. 8 ડિસેમ્બરના રોજ તમીલનાડુના કુન્નુર જંગલોમાં MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થવાની દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં સીડીએસ બિપિન રાવત તેમની પત્ની મધુલિકા સહિત 13 વ્યક્તિના મોત નિપજ્યા હતાં. જ્યારે એક માત્ર ગૃપ કેપ્ટન વરૂણસિંહ જીવત બચ્યા હતાં. આજરોજ સારવાર દરમિયાન તેઓનું નિધન થયું હોવાની સત્તાવાર માહિતી ઇન્ડિયન એરફોર્સ દ્વારા જાહેર કરાઈ છે.
(આજે ગુજરાતી ન્યૂઝપેપરમાં પ્રસિદ્ધ થયેલાં ન્યૂઝવાળા કાર્ટૂન જુઓ વિડીયોમાં)
સુલુર એરબેઝથી વેલિંગ્ટન જઈ રહેલું MI-17V5 હેલિકોપ્ટરનો બપોરે 12.08 વાગ્યે વાયુસેના સાથે સંપર્ક તૂટ્યો હતો. ત્યારબાદ કુન્નુરના જંગલોમાં તે ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર 14 પૈકી 13 વ્યક્તિના સ્થળ પર જ મોત નિપજ્યા હતાં. જ્યારે MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થવાની દુર્ઘટનામાં જીવીત બચેલાં ગૃપ કેપ્ટન વરૂણસિંહ ગંભીર રીતે ઘવાયેલા હતાં. આર્મીની હોસ્પિટલમાં સારવાર કર્યા બાદ તેઓને બેંગલુરુ ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં આજરોજ તેમનું નિધન થયું હતું.
ગૃપ કેપ્ટન વરૂણસિંહે 10 હજારની ઉંચાઈએ તેજસ વિમાનની ફ્લાઈંગ કંટ્રોલ સિસ્ટમ ખરાબ થવા છતાં સફળતાપૂર્વક લેન્ડિક કર્યું હતું. આ કાર્ય માટે તેઓને આ વર્ષે સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.
મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલ પરિવાર સાથે ભોપાલમાં રહેતાં ગૃપ કેપ્ટન વરૂણસિંહનાં પરિવારના સભ્યો આર્મી, નેવી અને એરફોર્સ સાથે સંકળાયેલા છે. ઇન્ડિયન એરફોર્સમાં ફરજ બજાવનાર ગૃપ કેપ્ટન વરૂણસિંહના પિતા રિટાયર્ડ કર્નલ કે.પી.સિંહે આર્મી એર ડિફેન્સ રેજિમેન્ટમાં ફરજ બજાવી હતી. જ્યારે વરૂણસિંહના નાના ભાઈ લેફ્ટનેન્ટ કમાન્ડર તનુજસિંહ ઇન્ડિયન નેવીમાં ફરજ બજાવે છે.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please Subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg