- AIના કારણે લોકોની જીવનશૈલી પ્રભાવિત થઈ રહી છે.
- ઘણાં એક્સપર્ટનું માનવું છે કે AI માનવ જીવન માટે ખતરારૂપ છે.
Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
OMG । આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI ની આજે ભરપૂર ચર્ચા છે. મનુષ્ય જે કામ કલાકોમાં કરે છે એવાં ઘણાં કામ AI ગણતરીની સેકન્ડોમાં કે મીનીટોમાં કરી નાંખે છે. ઘણાં એક્સપર્ટ AIને મનુષ્ય માટે ખતરારૂપ ગણે છે. પણ, AI કેવા ભોપાળા મારી શકે છે એનો સચોટ દાખલો હાલ સોશિયલ મિડીયામાં વાઈરલ થઈ રહ્યો છે.
AIએ ભારતની કેટલીક જગ્યાની તસવીરો બનાવી છે એ જોઈને મોંમાંથી સરી પડે કે AI આવું ના હોય ભાઈ… ચાલો જોઈએ AIએ બનાવેલી અતરંગી તસવીરો…
સૌથી પહેલાં મહારાષ્ટ્રના નાગપુરની તસવીર જુઓ. AIને લાગ્યું કે નાગપુરના રસ્તાઓ પર નાગ આરામ ફરમાવતાં હશે. AIને ખબર નથી કે ભારતના રસ્તાઓ પર કૂતરાં અને ઢોર રખડે છે નાગ નહીં… પણ, છતાં એણે નાગનો ઢગલો ખડકી દીધો રસ્તા પર…
આ બીજી તસવીર જુઓ, અરૂણાચલ પ્રદેશના ઈંટાનગરની… AIએ ઈંટ શબ્દને બરોબર ફીટ રીતે પકડ્યો છે કે નહીં!?
આ ત્રીજી તસવીર બિહારના મધુબનીની છે.
આ ચોથી તસવીર છે.. ઝારખંડના ધનબાદ શહેરની… AI ધનને ધાન સમજ્યું લાગે છે, એટલે ધનના ઢગલા કરવાના બદલે રસ્તા પર ધાનના કોથળા ખડકી દીધા.. તમને શું લાગે છે?
આ ચોથી તસવીર કાનપુરની…. આવી તસવીર બનાવવા માટે AIને 100માંથી 1000 માર્ક્સ આપવા પડે કે નહીં… એ પણ માઇનસમાં…
આ પાંચમી તસવીર પશ્ચિમ બંગાળના ચંદનનગરની છે… AIનું માથું ગોતીને એના પર ચંદન ચોપડવું પડે કે નહીં!?
આ છઠ્ઠી તસવીર છે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાની.. ઇસરોએ ખોટી મહેનત કરી ચંદ્રયાન – 3 મોકલવાની… એવું કદાચ AIને લાગ્યું હોય..
આ સાતમી તસવીર છે… જમ્મુ-કશ્મીરના ગુલમર્ગની… AIએ ચારેબાજુ સુવાસ ફેલાવી દીધી…
આ આઠમી તસવીર છે… પશ્ચિમ બંગાળના રાણીગંજની… આ બધી રાણીઓમાં મહારાણી કોણ હશે? એ તો AI જાણે…
આટલી તસવીરો જોયા પછી… એવું નથી લાગતું કે AIએ નાગાલેન્ડની તસવીર ના બનાવીને બહુ મોટો ઉપકાર કર્યો…
(સંપર્ક)
ધાર્મિક – સામાજીક કાર્યક્રમો કે સમાચાર અંગે જાણકારી આપવા માટે 9978918796 પર વોટ્સએપ કરો અથવા કોલ કરો. અથવા તો funrangnews@gmail.com પર મેઈલ કરો.
(WhatsApp Group Link)
Funrang newsના વોટ્સએપ ગૃપમાં જોડાવા માટે આ લિન્ક પર ક્લિક કરો. https://chat. whatsapp. com/HudhfYxRO090FnzisUr3wz જેમને વોટ્સએપ ગૃપમાં એડ કરવા હોય એમને ન્યૂઝ ફોરવર્ડ કરો