કરચલો,વાઈરલ

  •  ➡ 17 ડિસેમ્બરે ફેસબુક પેજ Great Stuff પર પોસ્ટ થયેલાં વિડીયોના 6.3 મિલીયન વ્યૂ.
  •  ➡ વિડીયો પર લોકોએ કરી છે મજેદાર કોમેન્ટ્સ

Mehulkumar Vyas. ફન્ટુઝ કરચલાંનો મજેદાર ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો વિડીયો ફેસબુક પર વાઈરલ થયો છે. Great Stuff નામના પેજ પરથી ગત તા. 17 ડિસેમ્બરના રોજ આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો.

વિડીયોની શરૂઆતમાં તો ખાસ ખબર નથી પડતી કે શું થયું છે. પણ પછી ખ્યાલ આવે છે કે એક એપાર્ટમેન્ટમાં ઉંચાઈ પર રહેતાં શખ્સની કાળી ટી-શર્ટ નીચે પડી ગઈ છે. ટી-શર્ટ જમીન પર નથી પડી ગઈ પરંતુ, નીચેના માળની છત પર પડી છે. જોકે, એ શખ્સ નીચેના મકાનવાળાને કહીને ટી-શર્ટ લઈ શક્યો હોત. પરંતુ, તેણે એમ કરવાને બદલે કરચલાને દોરીથી બાંધીને લટકાવ્યો.

દોરીથી બાંધેલ કરચલો જાણે હીરો હોય એવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક મુકવામાં આવ્યું છે. અને ટી-શર્ટ પાસે પહોંચ્યા બાદ કરચલો એને પકડી લે છે. જેવો કરચલો ટી-શર્ટ પકડી લે છે તેવો જ એ શખ્સ એને ઉપર ખેંચી લે છે. અને કરચલાંનું મિશન પાર પડે છે.

આ વિડીયો અત્યાર સુધીમાં 6.3 મિલીયન લોકોએ જોયો છે અને મજેદાર કોમેન્ટ્સ પણ કરી છે. કેટલાંક લોકોએ કરચલાં માટે પ્રાર્થના કરી છે કે, એણે ટી-શર્ટ બચાવી હવે એનો જીવ બચે તો સારું. વિદેશમાં કરચલાં ખાવા માટે ઘરે લવાતાં હોય છે. એક જણે કટાક્ષ કરતાં લખ્યું છે કે, આ કામગીરીને પગલે કરચલાંને હવે ગરમ પાણીમાં સ્નાન કરાવવામાં આવશે. તો કેટલાંક જીવદયા પ્રેમીઓ એ શખ્સની આવી હરકત પર ગુસ્સે પણ થઈ ગયો છે.

આપને શું લાગે છે? એ શખ્સે કરચલાંનો આવો ઉપયોગ કર્યો એ યોગ્ય છે કે કેમ? કોમેન્ટ્સ કરી જણાવો.

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

 😎 (ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.) 😎 

9978918796 અથવા 7016576415

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)

 https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg

કરચલો,વાઈરલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *