- Parveen Kaswan, IFS એકાઉન્ટ પરથી ટ્વિટ કરવામાં આવેલો વિડીયો.
- 24 ડિસેમ્બરે ટ્વિટ કરાયેલા વિડીયોના 71 હજારથી વધુ વ્યૂ.
FunRang News. સોશિયલ મિડીયામાં અજબ ગજબના વિડીયોઝ વાઈરલ થતાં હોય છે. હાલ ટ્વિટર પર એક વિડીયો વાઈરલ થયો છે. જેમાં ગેટ કૂદીને બંગલાના કમ્પાઉન્ડમાં આવી ચડેલો દિપડો પલક ઝપકમાં પાલતું કૂતરાંને ઉપાડી ગયો હતો.
IFS ઓફિસર પ્રવિણ કસ્વાન દ્વારા ગત તા. 24 ડિસેમ્બરના રોજ ટ્વિટર પર વિડીયો શેર કરવામાં આવ્યો હતો. જે તેઓને વ્હોટ્સએપ પર પ્રાપ્ત થયો હતો. વિડીયો ક્યાંનો છે તે અંગે જાણકારી પ્રાપ્ત થતી નથી. પરંતુ, આ વિડીયો વાઈરલ થયો છે.
વિડીયોમાં જોવા મળે છે કે, એક પાળેલું કુતરું રાત્રીના સમયે કમ્પાઉન્ડમાં ફરી રહ્યું છે. એને કંઈક આશંકા જતાં એ ગેટ તરફ જાય છે. ગેટ પાસે પહોંચતાં જ એને બીજી તરફ કંઈક ભયજનક હોવાનો ભાસ થતાં એ દોડી જાય છે. જોકે, બીજી જ સેકન્ડે એક દિપડો ગેટ પર છલાંગ લગાવીને કમ્પાઉન્ડમાં આવી ચઢે છે. અને ગણતરીની ક્ષણોમાં કૂતરાંને દબોચીને, કમ્પાઉન્ડની જાળી કૂદીને જતો રહે છે.
ટ્વિટર પર આ વિડીયોનાં અત્યાર સુધીમાં 71 હજાર જેટલાં વ્યૂ થઈ ચૂક્યા છે. અને અનેક લોકો કોમેન્ટ્સ કરી રહ્યાં છે.
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા 7016576415
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat. whatsapp. com/BFcVIbNaMAO8IlIZ6tInSj
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
Please subscribe my YouTube channel by clicking this link –
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg