• ઓસ્ટ્રેલિયના પશ્ચિમ સિડની ખાતે રહેતી 30 વર્ષિય લુઈસનો ખુલાસો.
  • મને આ બાબતમાં કોઈ હેરાનગતિ નથી, મારી પત્નીની ખુશીમાં હું ખુશ છું – લુઈસનો પતિ

Mehulkumar Vyas. [9978918796]

Fun2 news । સ્ત્રી સ્વાતંત્ર્યની વાતો ભલે કરવામાં આવતી હોય, પરંતુ વાસ્તવિક રીતે વિશ્વની મોટાભાગની સંસ્કૃતિમાં સ્ત્રીને પુરુષની પરાધીન જ ગણવામાં આવે છે. સ્ત્રીની ઇચ્છાને બહુ ઓછું મહત્વ મળતું હોય છે. ત્યારે ઓસ્ટ્રેલિયમાં એક એવું ખુશખુશાલ દંપત્તિ છે, જેમાં પત્નીની શારીરિક સંબંધની ઇચ્છાઓ પુરી કરવામાં પતિએ સહકાર આપ્યો છે અને એક રાતમાં પત્ની સાથે અજાણ્યા 18 પુરુષો સૂવા આવ્યા ત્યારે પતિએ કૉન્ડોમની વ્યવસ્થા કરી આપી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, આ વિગતો જાહેર થયા બાદ ઘણાં લોકો આ મામલાને નૈતિકતાની દ્રષ્ટિએ જોઈ રહ્યાં છે તો કેટલાંક લોકો સ્ત્રી સ્વાતંત્ર્યની કાળજી રાખનાર પતિના વખાણ કરી રહ્યાં છે. જોકે, વિવાદ સર્જાતાં Sex Files નામની વેબસાઈટ પરથી ઇન્ટર્વ્યૂ હટાવી લેવામાં આવ્યો છે.

વિશ્વની મોટાભાગની સંસ્કૃતિમાં સ્ત્રીને પોતાની ઇચ્છાઓ વ્યક્ત કરવાની બહુ ઓછી આઝાદી આપવામાં આવી છે. પુરુષો દ્વારા સ્ત્રીને ઉપભોગની વસ્તુ અથવા તો સ્વામિત્વની વસ્તુ તરીકે જોવામાં આવે છે. ભારતની વાત કરીએ તો પતિ – પત્ની થયા બાદ, પત્ની જાણે પતિની ગુલામ કે દાસી હોય એવું વર્તન કરવામાં આવે છે. એની કોઈપણ ઇચ્છાનો પૂરતો અવકાશ આપવામાં આવતો નથી. પત્ની તો ઠીક દીકરીઓને પણ ગળથૂંથીમાંથી સંસ્કાર આપવામાં આવે છે કે પોતાની ઈચ્છાઓ વ્યક્ત ના કરવી. આવા સંજોગોમાં ઓસ્ટ્રેલિયામાં એક અનન્ય ઘટના સામે આવી છે જેમાં પતિ પોતાની પત્નીની ખુશીમાં ખુશ રહે છે અને એની ઇચ્છા પૂરી કરવા માટે હદ બહાર જઈ શકે છે. આમેય ભારતીય શાસ્ત્રોમાં કહેવાયું છે કે, પ્રેમ શરીરને નથી કરવાનો હોતો… વ્યક્તિત્વને કરવાનો હોય છે. આ વાતની પુષ્ટી કરતી ઘટના ઓસ્ટ્રેલિયામાં બની હોવાની વિગતો સામે આવી છે.

(બ્રાઝીલના ન્યૂઝ જુઓ ખાંટુ નટુંના અંદાજમાં)

ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ સિડનીની રહેવાસી 30 વર્ષિય પરિણીતા લૂઈસ એક સંતાનની માતા છે અને ખુશખુશાલ દામ્પત્યજીવન વિતાવે છે. લૂઈસે તાજેતરમાં Sex Files નામની વેબસાઈટને આપેલાં ઇન્ટર્વ્યૂમાં ચોંકાવનારી વિગતો જણાવી હતી. લૂઈસે જણાવ્યું હતું કે, હું એક ચુસ્ત કેથલિક પરિવારમાં ઉછરી અને નાની ઉંમરમાં મારા લગ્ન કરી દેવામાં આવ્યા હતાં. મેં સૌથી પહેલીવાર મારા પતિ સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. મારા પતિથી મને એક સંતાન પણ થયું છે.જોકે, મારા મનમાં શારિરિક સંબંધ અંગે ઘણી કલ્પનાઓ હતી.

લૂઈસે કહ્યું કે, હું ખુશનસીબ છું કે મને આવો જીવનસાથી મળ્યો છે. જે મારી દરેક બાબતનું ધ્યાન રાખે છે. એણે મારા કાલ્પનીક શારીરિક સુખને પ્રાપ્ત કરવામાં પણ મદદ કરી. મારા પતિ કામમાં વ્યસ્ત રહેતાં હોવાને કારણે એમણે મારી ગેન્ગ બેન્ગની કલ્પના સાકાર કરવામાં સહકાર આપ્યો. પહેલીવાર મેં એક રાતમાં 10 પુરુષો સાથે રાત વિતાવી. અને મારા પતિએ કહ્યું કે, મઝા આવી? અને ત્યારબાદ આખી રાતની વાતો ખૂબ શાંતિથી સાંભળી હતી.

તેણે વધુમાં કહ્યું કે, વધુ એકવાર મને ગેન્ગ બેન્ગનો અનુભવ કરવાની ઇચ્છા થઈ ત્યારે મારા પતિ ઘરે હતાં તેઓ કૉન્ડમ લાવવા સહિત મારી સાથે કોઈ અજુગતું ના થાય એની દેખરેખ રાખી હતી. કારણકે, 18 પૈકીના ઘણાં પુરુષોને હું સ્હેજપણ ઓળખતી નહોતી. પહેલા ક્યારેય મળી નહોતી. એટલે મારા પતિ મારી સુરક્ષામાં તૈનાત થઈ ગયા હતાં. મેં અજાણ્યા શખ્સોને મારો નંબર નથી આપ્યો, નથી કોઈ અંગત વાત કરી, કે ના તો આ સંબંધને આગળ વધારવામાં કોઈ રસ દાખવ્યો. બસ એ એક રાતની વાત હતી. હું મારા પતિને જ પ્રેમ કરું છું અને મારા પતિનું મારા દીલમાં જે સ્થાન છે, એ બીજો કોઈ પુરુષ લઈ શકે એવો નથી.

(આજે ગુજરાતી સમાચાર પત્રોમાં છપાયેલા ન્યૂઝ કાર્ટૂન્સ જુઓ આ વિડીયોમાં)

લુઈસે કહ્યું કે, મારા પતિને મારા ચહેરા પરની ખુશી જોવામાં બહુ મઝા આવે છે. તેઓ મજાકમાં કહે છે હું એક એવા બાળક જેવું છું કે, મારું રમકડું હું બીજાને આપી શકું છું પણ શરત એક જ છે કે મને એ એવી જ કન્ડિશનમાં પાછું મળે.

ઇન્ટર્વ્યૂમાં લૂઈસે કહ્યું કે, મારા પતિના વ્યવહારના કારણે, હું સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ અનુભવું છું. મારા અને મારા પતિ વચ્ચે અતૂટ વિશ્વાસના સાચ્ચા સંબંધ છે. અમે એકબીજાને ખુલ્લા મનથી પોતાની વાત કરી શકીએ છીએ. અમે એકબીજાથી કોઈપણ વાત સંતાડતાં નથી. મેં જે કર્યું એમાં કંઈ ખોટું કર્યું હોય એવી મને સ્હેજેય લાગણી નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે, કેટલાંક લોકોનું માનવું છે કે ઇન્ટર્વ્યૂ આપનાર મહિલાનો ઇન્ટર્વ્યૂ https://www.acast.com/thesexfiles/episode7-unicorns આ લિન્ક પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, વિવાદ સર્જાતા એને હટાવી લેવામાં આવ્યો છે.

(ખાસ નોંધ – Fun Rang News આવા બનાવનું સમર્થન કરતું નથી. વાચક પોતાની વિવેક બુદ્ધિથી આ સમાચારની પ્રતિક્રિયા આપે. આ સમાચાર જુગુપ્સા પ્રેરક તરીકે જોવાને બદલે. પત્નીની ઇચ્છાને મહત્વ આપનાર પ્રેમી પતિની લાગણીથી સમજવા જરૂરી બને છે.)

😛 (FunRang Joke) 😛 

પકડું દુકાનમાં ગયો.

પકડું – તમારી પાસે ગોરા થવાની ક્રિમ છે?

દુકાનદાર – હાં છે…

પકડું – તો લગાડને… રોજ રાત્રે તારા કારણે ડરી જઉં છું…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *