- દારૂની વાસ શોધવા અલગ અલગ લોકોના મોંમા ઘુસું એને કોરોના ફેલાય તો મને દોષ ના આપતાં.
- મહાત્મા ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધી હોય ત્યાં, આવી દારૂડિયાઓ પકડવા માટે મારી શોધ નહોતી થઈ.
Mehulkumar Vyas. આજે થર્ટી ફર્સ્ટ રાજ્યભરની પોલીસ છાંટો પાણી કરનારાઓને પકડવા માટે તૈનાત થઈ ગઈ છે. બ્રેથએનેલાઈઝર્સ (શ્વાસ પરીક્ષણ યંત્ર) સાથે પોલીસ કર્મીઓ રસ્તાઓ પર ગોઠવાઈ જશે અને પવનને કારણે – ઠંડીને કારણે અથવા તો છાંટા પાણીને કારણે ડોલતાં – થથરતાં લોકોના મોઢામાં શ્વાસ પરીક્ષણ યંત્ર ખોસીને નક્કી કરશે કે જે તે વ્યક્તિ કોરી ઉજવણી કરી છે કે ભીની. આ સંજંગોમાં બિચારા શ્વાસ પરીક્ષણ યંત્ર મિન્સ કે બ્રેથએનેલાઈઝની વ્યથા કથા એનાં મનની વાત એના જ શબ્દોમાં વાંચીએ.
હાય… હું બ્રેથએનેલાઈઝર… આમ તો મારી શોધ 1958માં Robert Frank Borkenstein દ્વારા કરવામાં આવી હતી. ત્યારથી મારી ટેક્નોલોજીમાં ખાસ ફરક નથી પડ્યો. પણ, એ પહેલાં 1931માં Rolla N. Harger દ્વારા ડ્રંકોમીટર શોધાયું હતું. જેમાં પીધેલાંને ચકાસવા બહુ અઘરું પડતું હતું. અને એ પહેલાંની વાત કરું તો ઠેઠ 1927માં W.D. McNally નામની મહિલાએ એનો પતિ ભૂલથી પી ગયો તો નથીને? એ ચકાસવા માટે યંત્ર બનાવ્યું હતું. એમાં કયા કેમિકલ વપરાયા હતાં એની તો આજે કોઈને ખબર નથી પણ પીધેલો વ્યક્તિ ફૂંક મારે એટલે કેમિકલ રંગ બદલી નાંખતું હતું. અને ભુલથી પી ગયેલો પતિ ઝડપાઈ જતો હતો.
આ તો બધી થઈ મારા જન્મની અને મારા પૂર્વજોની વાતો… પણ પછી સમય આવ્યો કે પોલીસ તંત્ર દ્વારા મારો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો… દારૂ પીને બેફામ વાહન હંકારતાં લોકોને ઝડપી પાડવા માટે, ડ્રંક એન્ડ ડ્રાઈવ કરતાં બહુ બધાં લોકોને અમારી ટીમે ઝડપી પાડ્યા અને ઘણાં લોકોની કિંમતી જીંદગી બચાવી લીધી. એ વાતનું અમારી સમગ્ર જાતીને ખૂબ ગૌરવ છે અને એ તો રહેવાનું જ.
મૂળ વાત પર આવું તો, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ગુજરાતમાં કે જ્યાં દારૂબંધી છે, એવાં ગુજરાતમાં દારૂડીયાઓને ઝડપી પાડવા માટે અમને ખરીદવામાં આવ્યા એ દિવસે અમારી આખી ગુજરાતની ટીમને બહુ દુઃખ થયું હતું. ખરેખર એટલે મહાત્મા ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધી હોય ત્યાં, આવી દારૂડિયાઓ પકડવા માટે મારી શોધ નહોતી થઈ. એવું હું સ્પષ્ટ પણે માનું છું.
હવે તમે જ કહો કે, જ્યાં ચોરી જ ના થતી હોય, કોઈ ગુનાઇત પ્રવૃત્તિ ના થતી હોય, જ્યાં રામ રાજ્ય હોય એવી પવિત્ર જગ્યા માટે સીસીટીવી ખરીદવામાં આવે તો, એ વાત સીસીટીવીને ગમે? જ્યાં એકેય ઝાડ નથી એવું કહેવામાં આવે, જ્યાં લીલું ઘાંસ પણ જોવા ના મળતું હોય, એવી જગ્યામાં ઝાડ કાપવા કુહાડી ખરીદવામાં આવે, તો કુહાડીને ગમે? એક્ચ્યુલી મને તો આવી ફિલિંગ મારી બેટરીની બાજુના ખૂણામાં થઈ.
પહેલાં તો મને એમ કે, બસ હવે આખી જીંદગી કબાટમાં સડ્યા કરીશું. ગુજરાતમાં તો વળી બ્રેથએનેલાઈઝર પાસે શું કામ કઢાવશે? ઓફિસમાં બેસીને આરામ ફરમાવતાં સરકારી બાબુઓ જેવું જીવન જશે એવી આશા મનમાં બંધાઈ ગઈ. મેં ગુજરાતમાં દારૂબંધી વિશે સાંભળ્યું હતું પણ વાસ્તવિક દારૂબંધી કેવી છે એની સ્હેજેય ખબર નહોતી એટલે બસ એવી લાગણી થઈ ગઈ કે, જીવન બરબાદ થઈ જવાનું, પડી પડીને સડી જવાનું..
પણ ના… ગુજરાતમાં આવ્યા પછી ખબર પડી કે ઓહ નો… અહીં તો પુષ્કળ કામ છે, રેપ્યુટેશન પણ સારી છે, પેપરમાં ફોટા પડે છે, સમાચાર માધ્યમો ખાસ નોંધ લે છે. બીજા રાજ્યોમાં અમારી કોમનું આટલું માન સન્માન નથી કરાતું. પણ, અહીં તો… જબરદસ્ત… મહામસ્ત…
શરૂઆતમાં આ બધું સારું લાગતું હતું પણ, હવે અંતરાત્માનો અવાજ આવે છે કે, આ ખોટું છે, ડ્રાય સ્ટેટમાં તો દારૂ જ ના આવવો જોઈએ. દારૂ પીનારા જ ના હોવા જોઈએ. અને સાથે મારે પણ ના હોવું જોઈએ. આ આજની જ વાત કરું… કંઈ કેટલાંય લોકોના ડાચા મારે સુંઘવા પડશે. 100 જણના ડાચા સુંઘીશ તો કદાચ બે – પાંચ પીધેલાં નિકળશે. એમાંય પોલીસના ઓળખીતાં હોય કે પછી પોલિટીશીયનના ઓળખીતાં હોય… એ લોકોના મોંમા તો મારે ફોગટની તપાસ કરવાની થશે. હું છાતી ઠોકીને કહીશ કે આ ઓળખીતો – પાળખીતો પીધેલો છે… છતાં એને કંઈ નહીં થાય.
ઠીક છે… ચાલો છોડો… કામ તો કરવું જ પડશે… ઉપરથી આદેશ છે… 100 નિર્દોષ દંડાય તો વાંધો નહીં,,, બે – ચાર પહોંચેલી માયાઓ ના પકડાવી જોઈએ… ચાલો… નિકળો અહીંથી નહીંતર તમારા શ્વાસની વિગતો બોલવા માંડીશ… હેપ્પી ન્યૂયર… હસતાં રહેજો… અને સારો માલ મળે તો પીતા રહેજો… પણ, ખાલી આ નવા વર્ષની ઉજવણીના બે – ચાર દિવસ સાચવી લેજો. પછી આખું વર્ષ હું કંઈ કામ નથી કરવાનો…
(Funrang Joke)
પકડું સ્કૂલ સમયના મિત્રના ઘરે ગયો. ચા – પાણી કર્યા બાદ નિકળતી વખતે બાઈકની ચાવી કાઢવા ખિસ્સામાં હાથ નાંખ્યો, અને મિત્રની પત્ની બોલી ‘અરે ના… ના… છોકરાંઓને પૈસા આપવાની જરૂર નથી’ અને પકડુંને 100 રૂપિયાની ચોંટી…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગેના વિડીયો – ફોટોગ્રાફ્સ સાથેની માહિતી નીચેના નંબર પર વ્હોટ્સેપ કરો.)
9978918796 અથવા 7016576415
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz
(ફનરંગની યૂટ્યૂબ ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરવા નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://www. youtube. com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg
(આજના ન્યૂઝપેપર્સમાં પ્રસિદ્ધ થયેલાં ન્યૂઝ કાર્ટૂન્સ જુઓ આ વિડીયોમાં)