• મધ્ય પ્રદેશના ઈન્દોર ખાતે સ્પાની આડમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું.
  • થાઈલેન્ડની 7 યુવતી સહિત 10 મહિલાઓ અને 8 પુરુષની ધરપકડ.

Mehulkumar Vyas. [9978918796]

Fun2 News । ઇન્દોર પોલીસે સ્પાની આડમાં ચાલતાં સેક્સ રેકેડને ઝડપી પાડ્યું હતું. જેમાં થાઈલેન્ડની 7 યુવતીઓ ઝડપાઈ હતી. જે પૈકીની 4 થાઈ યુવતીઓના પાસપોર્ટ જોઈને પોલીસ ગૂંચવાઈ ગઈ હતી. કારણકે, પાસપોર્ટમાં તેઓનું જેન્ડર પુરુષ લખેલી હતી. પોલીસે આ બાબતની વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસે ઝડપી પાડેલાં 8 પુરુષો પૈકી 3 યૂવા ભાજપના નેતા હોવાની વિગતો સપાટી પર આવી હતી. હરસૂદ વિધાનસભા વિસ્તારના ભાજપ યૂવા મોરચાના નેતાઓ વરુમ યાદવ, વિવેક નામદેવ અને અશોક સિંગલા રાજ્ય સરકારના મંત્રી વિજય શાહના સહયોગી હોવાનું કહેવામાં આવે છે.

મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં એટમ સ્પા સેન્ટરમાં દેહ વ્યાપાર ચાલતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. એટમ સ્પામાંથી પોલીસે દેહ વિક્રય કરતી થાઈલેન્ડની 7 સહિત 10 મહિલાઓ તેમજ 8 પુરુષો મળી કુલ 18 જણાની ધરપકડ કરી હતી.

ઇન્દોર પોલીસ કમિશનર હરીનાયારણચારી મિશ્રાએ સમાચાર માધ્યમોને જણાવ્યુ હતું કે, થાઈલેન્ડની જે યુવતીઓને ઝડપી પાડવામાં આવી છે. એ પૈકી ચાર યુવતીના પાસપોર્ટમાં જેન્ડર પુરુષ લખવામાં આવેલું છે. જોકે, તેઓનું જાતીય પરીક્ષણ કરતાં તેઓ મહિલા હોવાની પુષ્ટિ થઈ છે. હાલ પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે કે, તેઓએ જાતી પરિવર્તન ભારતમાં કરાવ્યું છે કે ભારતની બહાર?

એકંદરે, આ ચાર યુવતીઓ પહેલાં યુવક હતાં અને બાદમાં પોતાની સર્જરી કરાવી, પરંતુ, પાસપોર્ટની અરજી કરવાનું કામ ટાળ્યું છે.

 🙂 (FunRang Joke) 🙂 

ટાઈગર ફૂલ ટાઈટ થઈ ગયો હતો.

પકડું – અલા ભાઈ, આટલો ટલ્લી કેમ થઈ ગયો છે?

ટાઈગર – મજબૂરી હતી…

પકડું – કેવી મજબૂરી?

ટાઈગર – બોટલનું ઢાંકણ ખોવાઈ ગયું હતું…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *