• મિયામીથી લંડન જતી અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ 38માં ગુરુવારે બનેલી ઘટના.
  • મિયામીથી ઉડેલી ફ્લાઈટ મિયામીમાં ઉતારી અડીયલ પેસેન્જર પોલીસના હવાલે કરાયો.

Mehulkumar Vyas. [9978918796]

Fun2 News | ગુરુવારે અમેરિકાના મિયામી લંડન જવા ઉડેલી ફ્લાઈટમાં એક અડીયલ મુસાફરે માસ્ક પહેરવાની દરકાર લીધી નહોતી. ક્રૂ દ્વારા સમજાવવા છતાં મુસાફર ટસનો મસ નહીં થતાં આખરે પાઈલટે અડધેથી ફ્લાઈટ પાછી ફેરવી દીધી હતી.

ગત જાન્યુઆરી 2021માં ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા પ્લેનમાં માસ્ક પહેરવું ફરજીયાત કર્યું હતું. ત્યારબાદ માસ્ક પહેરવાને મુદ્દે મુસાફરો સાથે ફ્લાઈટ એટેન્ડન્ટ્સને માથાકૂટ થઈ હોવાના અનેક કિસ્સાઓ બન્યા છે. ઘણાં મુસાફરોએ બોલચાલ કરીને તો કેટલાંક માથાભારે મુસાફરોએ ફ્લાઈટ એટેન્ડન્ટ સાથે શારીરિક બળ પ્રયોગ કર્યો હોવાના કિસ્સા પણ બનવાં પામ્યા છે. આવો જ એક કિસ્સો ગુરુવારે બન્યો હતો.

ગુરુવારે અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટ 38 બોઈંગ 777 મિયામીથી લંડન જવા માટે ઉડ્યું હતું. વિમાનમાં 14 ફ્લાઈટ ક્રૂ અને 129 મુસાફરો સવાર હતાં. ફ્લાઈટમાં બેઠેલાં એક મુસાફરને ક્રૂ દ્વારા માસ્ક પહેરવાના નિયમનું પાલન કરવા સમજાવવામાં આવ્યો હતો. જોકે, મુસાફરે ફ્લાઈટ ઉડ્યા બાદ પણ માસ્ક પહેરવાનો ધરાર ઇન્કાર જ કર્યા હતો. અને ક્રૂ મેમ્બર્સ સાથે ઉદ્ધતવર્તન કર્યું હતું.

મુસાફરની અડીયલગીરીથી કંટાળેલા ક્રૂ મેમ્બર્સ દ્વારા પાઈલટને જાણ કરવામાં આવતાં, ફ્લાઈટ ફેરવીને મિયામી પરત લઈ જવામાં આવી હતી. મિયામી ખાતે પ્લેન ઉતરતાં જ પોલીસ કર્મીઓ હાજર હતાં. તેમણે અડીયલ મુસાફરને ફ્લાઇટમાં ઉતારી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

તો બીજી તરફ, અમેરિકન એરલાઇન્સના સત્તાવાર નિવેદન અનુસાર, ઘટના અંગે તપાસ ચાલી રહી છે. હાલના તબક્કે માસ્ક પહેરવાનો ઇન્કાર કરનાર મુસાફરને પ્રતિબિંધિત લોકોની યાદીમાં મુકી દેવામાં આવ્યો છે.

(આજનો Funrang જોક)

પકડું – ટાઈગર સિગરેટ પીવું બહુ જ હાનિકારક છે… ફેફસા ખરાબ થઈ જાય એનાથી…

ટાઈગર – એમ વાત છે, તો પછી મારે મારા રૂમમાં સિગરેટ સળગાવવી પડશે.

પકડું – કેમ ભાઈ?

ટાઈગર – મચ્છરનો બહુ ત્રાસ છે, સિગરેટ સળગાવી બધાં મચ્છરના ફેફસાં બગાડી નાંખીશ…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *