• તસવીર જોતાં જ તમને પુરુષનો ચહેરો દેખાયો કે સ્ત્રીનું શરીર?

[Funrang Editor – Mr.    Mehulkumar Vyas – 9978918796]

સોશિયલ મિડીયા તસવીર જોઈને અથવા તો વિડીયો જોઈને વ્યક્તિની પર્સનાલિટી અંગેના તર્ક રજૂ કરતી ઘણી સામગ્રી સોશિયલ મિડીયામાં જોવા મળતી હોય છે. કોઈપણ બાબત કે વસ્તુને જોવાનો દરેક વ્યક્તિનો પોતાનો આગવો અભિગમ હોય છે. અને આ અભિગમને આધારે જ પર્સનાલિટી અંગેના તારણો રજૂ કરવામાં આવતાં હોય છે.

આવી જ એક તસવીર સોશિયલ મિડીયામાં જોવા મળે છે. ઇન્સ્ટાગ્રામ પર માઇન્ડ જનરલ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવેલી તસવીરમાં જણાવાયું છે કે, તમને પહેલી નજરમાં શું દેખાયું? એક પુરુષનો ચહેરો કે એક મહિલાનું શરીર.

આ તસવીર પર અનેક લોકોએ કોમેન્ટ્સ કરી… કેટલાંકને પુરુષનો ચહેરો દેખાયો તો કેટલાંકને મહિલાનું શરીર. જોકે, તસવીરમાં બંને હયાત છે. આ સાથે પર્સનાલિટી વિશે કોમેન્ટમાં કહેવાયું છે કે, જેમને મહિલાનું શરીર નજરે પડ્યું, એ લોકો સકારાત્મક વ્યક્તિ છે. જોકે, એનો અર્થ એવો નથી કે આપનું ચરિત્ર ઉદાર છે. જ્યારે પહેલી નજરમાં પુરુષનો ચહેરો જોનાર વ્યક્તિમાં નેતૃત્વની ક્ષમતા છે. એમ જણાવાયું છે.

(આજનો Funrang જોક)

ચમન –  યાર મારે પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓને લંડનથી આવેલો મેસેજ મોકલવો છે…

અમન – લંડનથી મેસેજ તને આવ્યો…?

ચમન – હા ભઈ… લંડનથી નિરવ મોદી, વિજય માલ્યા અને લલિત મોદીએ મેસેજ મોકલ્યો છે.

અમન – શું મેસેજ છે?

ચમન – પરીક્ષાર્થી મિત્રો જેટલુ આવડે એટલુ લખજો. બાકી જરાય ચિંતા ના કરતા, અને એટલુ યાદ રાખજો કે, બેંકની લોન લેવાના ફોર્મમા બોર્ડના માર્ક્સની કોઈ કૉલમ નથી… All The best…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.    

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.    whatsapp.    com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *