અમેરિકાના માઉંટ વૉશિંગ્ટન પર સૂર્યોદય ટાણે નાસ્તો કરવા બેઠેલો શખ્સ ભૂખ્યો રહ્યો!!!
11 જાન્યુઆરીના રોજ ટ્વિટર હેન્ડલ માઉંન્ટ વૉશિંગ્ટન ઑબસવેંટ્રી દ્વારા કરાયેલી પોસ્ટ વાઈરલ.
Mehulkumar Vyas. [9978918796]
Fun2 news । ઘણાં લોકોને પર્વતોનો માહોલ બહુ મોજકારક લાગતો હોય છે. આવા જ એક પર્વત પ્રેમીએ ઠંડા પર્વત પર સૂર્યોદયના સાનિધ્યમાં ગરમા ગરમ નુડલ્સ ખાવાનો મૂડ બનાવ્યો હતો. જોકે, ઠંડા વાતાવરણે એને નુડલ્સ ખાવા પર મનાઈ ફરમાવી દીધી હતી. બરફાચ્છાદિત પર્વત પર -34 સેલ્સિયસ તાપમાનમાં મેગી તો ઠીક, ફોર્ક (મેગી ખાવાની ચમચી) પણ ઠુઠવાઈ ગઈ હતી. આ તસવીર સોશિયલ મિડીયામાં હાલ વાઈરલ થઈ છે.
One of our Observers found an area out of the 65+ mph winds this morning and was going to have some leftover spaghetti for breakfast at #sunrise but the -30F (-34C) temperatures prevented them from even taking a bite.
Our Higher Summits Forecast: https://t.co/TaZNjmpICj pic.twitter.com/FhFhX0BnF1— Mount Washington Observatory (MWO) (@MWObs) January 11, 2022
માઉંટ વૉશિગ્ટન ઑબસવેંટ્રી (@MWObs) ટ્વિટર હેન્ડલ દ્વારા ગત તા. 11 જાન્યુઆરીના રોજ આ ફોટો શેર કરવામાં આવ્યો હતો. અને કેપ્શનમાં લખ્યું હતું કે, અમારા એક ઑબ્ઝર્વરે એવી જગ્યા શોધી કાઢી. જ્યાં આજે સવારે 65 માઈલ પ્રતિ કલાક કરતાં ઝડપે પવન ફુંકાયો હતો. અને સૂર્યોદય સમયે નાસ્તમાં વધેલી સ્પેગેટી (નૂડલ્સ) ખાવાનો મૂડ બનાવ્યો હતો. જોકે, -30F (-34C) તાપમાનને કારણે એ એક બટકુ પણ ના ખાઈ શક્યો.
આ ફોટોગ્રાફ પર અત્યાર સુધી 1799 લાઈક્સ આવી ચૂક્યા છે. 548 જેટલા લોકોએ એને રીટ્વિટ કર્યું છે. ઘણાં લોકોએ કૉમેન્ટમાં આવી જગ્યા પર જવાની ઇચ્છા વ્યક્ત કરી તો, ઘણાં લોકોએ નુડલ્સ ખાવા ના મળી એ વાતે દુઃખ વ્યક્ત કર્યું. જોકે, ઘણાં લોકોએ ફોટોગ્રાફ અને ફોટોગ્રાફરના વખાણ કર્યા.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગત 28 ડિસેમ્બરના રોજ નુડલ્સ અને ઇંડુ હવામાં ફ્રિઝ થઈ જવાની તસવીર @olegsvn નામના ટ્વિટર યુઝર દ્વારા શેર કરવામાં આવી હતી. જેની કેપ્શનમાં લખ્યું હતું કે, આજે મારા હોમટાઉન નોવોસિબિરસ્ક સાઈબેરિયામાં પારો માઇનસ 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો.
😎 (FunRang Joke) 😎
પકડું – ટાઈગર, કેટલાંક મિત્રો 11માં ધોરણની માર્કશીટ જેવા હોય છે.
ટાઈગર – 11માંની માર્કશીટ જેવા એટલે?
પકડું – જીવનમાં ક્યારેય કામ જ ના લાગે.
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz