• विशाल मेरी शादी है 26 अप्रैल को, मुझे भगा के ले जाना, आई लव यु, तुम्हारी कुसुम
  • 10 રૂપિયાની નોટ પર લખાયેલો લવ લેટર ટ્વિટર પર જોરદાર ચર્ચા જગાવી રહ્યો છે.

[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]

સોશિયલ મિડીયા ટ્વિટર પર હાલ 10 રૂપિયાની નોટ પર કુસુમ નામની છોકરીએ પ્રેમી વિશાલને લખેલો લવ લેટર ભારે ચર્ચા જગાવી રહ્યો છે. આમ તો આ લવ લેટર કરતાં કુસુમનો વ્યથા લેટર ગણી શકાય એવો છે. કુસુમના 26 એપ્રિલે લગ્ન છે ત્યારે એણે વિશાલને ભગાડી જવા વિનંતી કરી છે. આ લવ લેટર પર લોકો જાત જાતની કોમેન્ટ્સ આપી રહ્યાં છે.

ટ્વિટર પર વાઈરલ થઈ રહેલી 10 રૂપિયાની નોટ પર કુસુમે લખ્યું છે કે, વિશાલ મારા લગ્ન 26 એપ્રિલે છે, મને ભગાડીને લઈ જજે. આઈ લવ યુ. તારી કુસુમ. કુસુમ અને વિશાલ ક્યાંના છે અને કઈ 26 એપ્રિલના લગ્નની વાત છે? એ અંગે તો કોઈ ચોક્કસ જાણકારી પ્રાપ્ત થતી નથી. પરંતુ, @vipul2777 નામના ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ નોટ શેર કરીને લખ્યું છે કે, ટ્વિટર પોતાની તાકત બતાવો. 26 એપ્રિલ પહેલાં કુસુમનો આ મેસેજ વિશાલ સુધી પહોંચાડો. બે પ્રેમ કરવાવાળાનો મેળાપ કરાવવાનો છે. મહેરબાન કરી આપના ઓળખીતા તમામ વિશાલ નામના છોકરાઓને ટેગ કરો.

એક યુઝરે કોમેન્ટ કરી છે કે, એવું ના થાય કે, 26 એપ્રિલે 10 વિશાલ પહુંચી જાય કુસુમને ભગાડવા માટે. તો કેટલાંક લોકોએ વિશાલ અને બિશાલ મામલે ચર્ચા કરીને છોકરો બંગાળનો હોવાની વાતો કરી છે. જાત જાતની કોમેન્ટ્સમાં કેટલાંકે વિશાલને બેવફા કહીને સોનમ ગુપ્તા સાથે સરખાવી દીધો છે.

(આજનો Funrang જોક)

ચમન – ભાઈ હલવા પુરી હોય છે…

અમન – હા…

ચમન – ભેલ પુરી હોય છે…

અમન – હા…

ચમન – ખીર પુરી હોય છે…

અમન – હા ભાઈ…

ચમન – પાણી પુરી પણ હોય છે…

અમન – હા યાર.. તો શું…

ચમન – બસ ઉંઘ પુરી નથી…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.    

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *