- ઉઝબેકિસ્તાનની રાજધાની તાસ્કંદમાં બનેલી માનવામાં ના આવે તેવી ઘટના.
- ઝૂના સ્ટાફે સમયસૂચકતા વાપરી બાળકીને બચાવી લીધી.
- ઇજાગ્રસ્ત બાળકી સારવાર હેઠળ, માતાની ધરપકડ.
Mehulkumar Vyas. [9978918796]
વિશ્વ । ઉજબેકિસ્તાનની રાજધાની તાસ્કંદનો એક હૃદય હચમચાવી નાંખે તેવો વિડીયો સામે આવ્યો છે. તાસ્કંદના રાષ્ટ્રીય પ્રાણી સંગ્રહાલય (ZOO)માં એક માતાએ 16 ફૂટ ઉંચેથી પોતાની ત્રણ વર્ષની દીકરીને રીંછના એન્ક્લોઝરમાં ફેંકી દીધી હતી. લગભગ 16 ફૂટ નીચે પટકાયેલી બાળકીને પ્રાણી સંગ્રહાલયના સ્ટાફે સમયસૂચકતા વાપરીને બચાવી લીધી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, મહિલા બાળકીને ફંકતી હતી ત્યારે લોકોએ એને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો.
ગત સોમવારે બનેલી ઘટનાનાં સીસીટીવી ફૂટેજ સમાચાર માધ્યમોમાં આજે પ્રસારીત થયા હતાં. સીસીટીવી કેમેરામાં કેદ થયેલી ઘટનામાં જોવા મળે છે કે, મસમોટું જૂજૂ નામનું રીંછ પોતાના એન્ક્લોઝરમાં ફરી રહ્યું હોય છે. ત્યાં ઉપર ઉભેલી મહિલા અચાનક જ પોતાની દીકરીને એન્ક્લોઝરમાં ફેંકી દે છે.
https://youtu.be/Q6JvMFx9Mvo
રીંછના એન્ક્લોઝરના આશરે 16 ફૂટ ઉંડા ભાગમાં બાળકી પટકાય છે તે સાથે રીંછ દોડીને બાળકી પાસે જાય છે. ત્યાં જ પ્રાણી સંગ્રહાલયનો સ્ટાફ એલર્ટ થઈ જાય છે. રીંછને કંઈક ખાવાની લાલચ આપે છે અને રીંછનું ધ્યાન હટાવીને એને બીજી તરફ લઈ જવામાં આવે છે. અને બાળકીને બચાવી લેવામાં આવે છે.
ઝૂના કર્મચારીઓએ 16 ફૂટ ઉંચેથી પડવાને કારણે ઇજા પામેલી બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં તેની હાલત સુધારા પર હોવાનું જાણવા મળે છે. તો બીજી તરફ, દીકરીને ફેંકનાર મહિલાની પોલીસે ધરપકડ કરી હતી. મહિલાની માનસિક સ્થિતિ સારી ન હોવાની વિગતો જાણવા મળે છે.
(આજનો Funrang જોક)
(ટાઈગર એની ધૂનમાં જઈ રહ્યો હતો. ભૂલથી એક છોકરીને અથડાઈ ગયો)
ટાઈગર – સોરી…
છોકરી – આંધળો છે દેખાતું નથી..
(આટલું બોલી છોકરી આગળ વધી ત્યાં એક હેન્ડસમ છોકરાને અથડાઈ)
છોકરો – (સ્ટાઈલમાં) સોરીઈઈ…
છોકરી – ઇટ્સ ઓકે… કશો વાંધો નહીં…
ટાઈગર – (બૂમ પાડીને) કેમ મારા સોરીમાં એક ઓ ઓછો પડ્યો… કે પછી ઇઇઇઇ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz