- સ્માર્ટફોન ધરાવતાં લોકોમાં પણ વિડીયો ઉતારવાનો આવો ઉત્સાહ જોવા નથી મળતો.
- વિડીયો શૂટિંગ કરવાને બદલે યુવાને વરઘોડો માણ્યો હોત તો એને કદાચ વધારે મઝા આવી હોત.
Mehulkumar Vyas. [9978918796]
વાઈરલ વિડીયો । લગ્ન પ્રસંગ હોય ક્યાં ફરવા ગયા હોય… કેટલાંક લોકોને ફોટો પાડવાનો, વિડીયો ઉતારવાનો જબરદસ્ત ઉત્સાહ હોય છે. જોકે, વોટ્સએપ પર વાઈરલ થયેલાં એક વિડીયોમાં જીઓના નાના ફોનમાં વરઘોડાનો વિડીયો બનાવવાનો યુવાનમાં જે ઉત્સાહ જોવા મળ્યો છે, એવો ઉત્સાહ તો કદાચ સારા એવા મેગા પિક્સલવાળો કેમેરો ધરાવતાં સ્માર્ટ ફોનધારકોમાં પણ જોવા ના મળે. જોકે, વાઈરલ વિડીયોમાં વરઘોડાનું વિડીયો શૂટિંગ કરતાં યુવકને નિહાળીને એવી લાગણી જરૂર થાય કે, ભાઈ, વિડીયો શૂટિંગ કરવાને બદલે વરઘોડો માણ્યો હોત તો તને કદાચ વધારે મઝા આવી હોત.
વાઈરલ વિડીયોમાં દેખાય છે કે, લગ્ન પ્રસંગનો વરઘોડો જઈ રહ્યો છે એમાં એક યુવાન વિડીયો ઉતારી રહ્યો છે. થોડીવારે ધ્યાનમાં આવે છે કે એના જીઓ ફોનની સ્ક્રિન પર સ્ક્રેચ પડેલાં છે અને નાનો અમસ્તો ફોન છે. પણ, છતાં યુવાન ખુબ મોજથી વિડીયો શૂટ કરી રહ્યો છે. જોકે, મઝાની વાત એવી છે કે, વિડીયો ઉતારવાના થનગનાટમાં યુવક વરઘોડામાં નાચતાં લોકોનાં ચહેરા શૂટ કરવાનું ભુલી જ ગયો.
વિડીયો અમદાવાદનો હોવાની વિગતો પ્રાપ્ત થાય છે જોકે, વિડીયો જ્યાનો પણ હોય… યુવાનનો ઉત્સાહ જોવા જેવો છે.
(આજનો Funrang જોક)
(ટાઈગર એની ધૂનમાં જઈ રહ્યો હતો. ભૂલથી એક છોકરીને અથડાઈ ગયો)
ટાઈગર – સોરી…
છોકરી – આંધળો છે દેખાતું નથી..
(આટલું બોલી છોકરી આગળ વધી ત્યાં એક હેન્ડસમ છોકરાને અથડાઈ)
છોકરો – (સ્ટાઈલમાં) સોરીઈઈ…
છોકરી – ઇટ્સ ઓકે… કશો વાંધો નહીં…
ટાઈગર – (બૂમ પાડીને) કેમ મારા સોરીમાં એક ઓ ઓછો પડ્યો… કે પછી ઇઇઇઇ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz