- ફેસબુક પેજ પર શેર કરાયેલા વિડીયોમાં લખવામાં આવ્યું છે કે, “અબ તો જાનવરો મે ભી ઈન લોગો કે લિયે નફરત જાગ ઉઠી હૈ અબ તો સુધરો”
- ઘણાં લોકોએ પોલીસ કર્મીની દશા પર દયા દાખવતી કોમેન્ટ્સ કરી, તો ઘણાંએ મજા લીધી.
[Funrang Founder / Editor – Mr. Mehulkumar Vyas – 9978918796]
વાઈરલ વિડીયો । ‘સરકારી યોજનાની માહિતીનું પેજ’ નામના ફેસબુક પેજ પર એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં રસ્તે રખડતો આખલો પોલીસ કર્મીને ભેટી મારીને હવામાં ઉછાળે છે. વિડીયોની કેપ્શનમાં પોલીસ વિરોધી લખાણ લખવામાં આવ્યું છે. જોકે, કોમેન્ટ્સમાં ઘણાં લોકોએ પોલીસ કર્મીની દશા પર દયા ખાધી છે.
વિડીયોમાં પોલીસ કર્મીની ખરેખર દયા આવે એમ છે. રસ્તે રખડતાં ઢોરનો પ્રશ્ન ક્યારે ઉકેલાશે? એ તો આગામી વિધાનસભા ચૂંટણીમાં વિજેતા બનનાર પક્ષ જ નક્કી કરશે. ચૂંટણી પહેલાં કોર્ટ ભલે આ મામલે આદેશ કરે, પણ રાજકારણીઓ પશુપાલકોના મત ગુમાવવાનું લગીરેય પસંદ ના કરે.
વિડીયોમાં બનેલી ઘટના અંગે ફનરંગનો પોઈન્ટ ઓફ વ્યૂ
વિડીયો ક્યાંનો છે અને ક્યારનો છે એ ખબર નથી. પણ, વિડીયોમાં આખલો બિલ્લી પગે આવીને જે રીતે પાછળથી પોલીસ કર્મી પર હુમલો કરે છે. એ જોતાં એક શક્યતા એવી છે કે, આખલો ગયા જન્મમાં જરૂર કોઈ ખડ્ડુસ રાજકારણી રહ્યો હશે… ગયા જન્મમાં એ આવડત વગરના રાજકારણીને પોલીસની સેલ્યુટ લેવાનો ભારે અભરખો હશે. અને આ જન્મમાં પોલીસ કર્મી એને પીઠ બતાવીને ઉભો રહે એ તો એનાથી કેવી રીતે સહન થાય? એટલે એણે પોલીસ કર્મીને અડફેટે લીધો.
બીજી એક શક્યતા એવી હોઈ શકે કે, આખલાને કદાચ મોબાઈલમાં વ્યસ્ત પોલીસ કર્મી ના ગમ્યો હોય. અને એણે કામનું ભાન કરાવવા આવું કૃત્ય કર્યું હોય. એવું પણ હોઈ શકે કે, આખલો કદાચ કોઈ પાર્ટી કાર્યાલય પાસેનો એંઠવાડ ખાઈને આવ્યો હોય. જેના કારણે એના વિચારો ભ્રમિત થઈ ગયા હોય.
શક્યતાઓ તો ઘણી હોઈ શકે પરંતુ, આખલાએ આવી રીતે પોલીસ કર્મચારીને તો શું, સામાન્ય નાગરીકને પણ ભેટી ના મારવી જોઈએ. એક સામાન્ય નાગરીક તરીકે આખલાને એટલી જ વિનંતી કે, તમને રસ્તે રખડવાનો જે અનમોલ લ્હાવો પ્રાપ્ત થાય છે. તો રસ્તે રખડો… હરો ફરો ચરો… પણ કોઈને ના નડો… અને કોઈને નડવું જ હોય તો પણ ચુંટણીમાં ઝંપલાવો… જીતી જશો તો તમારી ભેટી ખાવા માટે પોલીસ કર્મીઓ તો શું પોલીસ અધિકારીઓ પણ સામેથી આવશે…
(આજનો Funrang જોક)
(અમન – ચમન બેઠાં હતાં ત્યાં રમણ ખુશ થતો આવ્યો)
રમણ – દોસ્તો મારી અને મારી ગર્લફ્રેન્ડના લગ્ન નક્કી થઈ ગયા…
અમન – અરે વાહ… અભિનંદન…
ચમન – અભિનંદન… ક્યારે છે લગ્ન?
રમણ – મારા 5 મે ના રોજ અને એના 15 મે એ…
(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)
દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111
(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)
9978918796 અથવા funrangnews@gmail. com પર મેઈલ કરો.
(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)
https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz