Funrang. બુધવારે ભુજ ખાતે કચ્છ ભાજપ પ્રેરિત સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની 100 રૂપિયે કિલોના ભાવે મળતાં કમલમ ફ્રૂટ દ્વારા તુલા કરવામાં આવી. મુખ્યમંત્રીને તોલવાનો કાર્યક્રમ પૂરો થયા બાદ ફ્રૂટના બોક્સ તપાસતાં એમાં કેળા નિકળ્યાં. એકંદરે, મુખ્યમંત્રી છેતરાયાં. આ બનાવમાં કમલમ બનીને બોક્સમાં બેસી ગયેલા કેળા શું કહે છે… આવો સાંભળીએ…
કેળું: જુઓ હું આ કેળાઓનો પ્રમુખ છું… અને હું જ એ લોકોને અહીં લાવ્યો છું. પણ, સાચું કહું મારો કોઈ વાંક નથી. અમને કહેવામાં આવ્યું હતું કે, મુખ્યમંત્રી જોવા હોય તો ચાલો… મુખ્યમંત્રીને નજીકથી જોવાનો લ્હાવો મળવાનો હોવાથી અમે બોક્સમાં બેસીને આવ્યા… અહીં આવ્યા પછી કેટલાંક લોકોએ અમને સમજાવ્યું કે, બોક્સની બહાર નિકળવાનું નહીં… અને હવે તમે કેળાં નહીં… કમલમ છો… એટલે સાહેબ, અમે મુખ્યમંત્રીને નથી છેતર્યા… હકીકતમાં તો અમારી સાથે છેતરપિંડી થઈ… મુખ્યમંત્રીના દર્શન પણ ના થયા.. સાચું કહું છું… આમાં અમારો કોઈ વાંક નથી.
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરો.
News source – Divya Bhaskar (સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)