Mehulkumar Vyas. [9978918796]

Fun Varta । નાના અમથાં ગામનાં ખેડૂત નરોત્તમની મહેનત રંગ લાવી… એના ખેતરમાં સારો એવો પાક થયો. ખુશખુશાલ નરોત્તમે પાક લણ્યા બાદ અનાજના કોથળા બળદગાડામાં ચડાવી ઘર તરફ લઈ જતો હતો. ગાડામાં વજન વધારે હોવાથી બળદ મહામહેનતે આગળ વધી રહ્યા હતાં. એક ઢોળાવ પર ચડવા જતાં બળદગાડું ઉંધું વળી ગયું…

નરોત્તમે તાબડતોબ બળદોને છૂટા કર્યા અને નજીકના ઝાડ પાસે બાંધવા ગયો… ત્યાં એક અજાણ્યો શખ્સ બેઠો હતો. એણે નરોત્તમને કહ્યું કે… ભાઈ ચિંતા ના કરો… ગાડુ સીધુ કરવામાં હું મદદ કરીશ… પણ, પહેલા મારી સાથે સ્હેજ જમી લો…

નરોત્તમે કહ્યું કે ભાઈ તમારો આભાર પણ, અત્યારે જમી નહીં શકું… મારો મિત્ર વિકાસ ગુસ્સે થઈ જશે…

અજાણ્યો શખ્સ – અરે તમારા એકલાથી ગાડુ સીધું નહીં થઈ શકે… આવો આવો બે કોળિયા ખાઈ લો… પછી હું મદદ કરીશ જ…

નરોત્તમ – અરે ના ભાઈ, વિકાસ ગુસ્સે થઈ જશે…

નરોત્તમ આટલું બોલીને જવા જતો હતો ત્યાં અજાણ્યા શખ્સે ઉભા થઈ એનો હાથ ખેંચ્યો અને પરાણે બેસાડીને જમવા આગ્રહ કર્યો… નરોત્તમ કંઈ વિચારી ના શક્યો એણે ફટાફટ કોળિયા ભરવાનું શરૂ કર્યું… અજાણ્યા શખ્સે એને શાંતિથી જમવા જણાવ્યું પણ ખરું… જોકે, નરોત્તમના ચહેરા પર ચિંતા નીતરતી હતી અને ફટાફટ કોળિયા ચાવી રહ્યો હતો. અને બોલી રહ્યો હતો… જવા દો, વિકાસ ગુસ્સે થશે…

આખરે, કંટાળીને અજાણ્યા શખ્સે કહ્યું, તમે મિત્રથી આટલાં શું કામ ગભરાવ છો? શાંતિથી જમો… પછી આપણે ગાડુ સીધું કરીએ… અરે પણ, હા અત્યાર ક્યાં છે વિકાસ?

નરોત્તમ – ગાડા નીચે દબાયો છે…

(આજનો Funrang જોક)

(પકડુંએ હિમ્મત કરી ગર્લફ્રેન્ડ પાક્કીના ઘરે માંગુ નાંખવાનો વિચાર કર્યો. ટાઈગરને સાથે લઈને પહોંચી ગયો સીધો એના ઘરે)

પકડું (પાક્કીના પપ્પાને) – મારે તમારી છોકરી સાથે લગ્ન કરવા છે…

પાક્કીના પપ્પા – અરે પણ અમારી છોકરી તો હજી ભણે છે…

ટાઈગર – કશો વાંધો નહીં, એ ભણી લે ત્યાં સુધી ચા – નાસ્તો કરાવો… અમે એકાદ કલાક તો બેસવાના જ…

(દાંડિયા બજાર વિસ્તારમાં ઓફિસ ભાડે – વેચાણ)

દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિ વિનાયક મંદિરની સામે આવેલાં શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે – વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં શખ્સો સંપર્ક કરે – 91736 11111

(ધાર્મિક – સામાજીક કાર્યક્રમો અંગે જાણકારી આપો.)

9978918796 અથવા mehul.v.vyas@gmail.com / funrangnews@gmail.com પર મેઈલ કરો.

(ફનરંગ ન્યૂઝના વોટ્સએપ ગ્રૂપમાં જોડાવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો)

https://chat.whatsapp.com/HudhfYxRO090FnzisUr3wz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *