- વડોદરા કૉંગ્રેસ કાર્યાલય ખાતે 3.30 કલાકે પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાની નિયુક્તિની ઉજવણી કરાશે.
ગાંધીનગર. ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે ઉત્તર ગુજરાતના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરને નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ગાંધીનગર ખાતે સાંજે મળનારી બેઠકમાં વિપક્ષી નેતા તરીકે પાવીજેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવાના નામની જાહેરાત કરવામાં આવશે.
છ મહિના અગાઉ કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાએ રાજીનામાં આપ્યા હતાં. ત્યારથી નવી નિમણૂંક અંગે સસ્પેન્સ સર્જાયું હતું. ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ રાજ્યભરમાં સભાઓ યોજી કૉંગ્રેસી કાર્યકરોને જૂથવાદ ભૂલી સંગઠનને મજબૂત કરવા કામ કરવા જણાવ્યું હતું. તેમજ કૉંગ્રેસને સત્તા પર લાવવા પ્રયાસ કરવા કહેવામાં આવ્યું હતું. જોકે, પ્રદેશ પ્રમુખ પદ અને વિપક્ષી નેતા માટે ખેંચતાણ ચાલી રહી હતી. જૂથવાદને કારણે નિમણૂંક ઘોંચમાં પડતાં રાહુલ ગાંધી સુધી વાત પહોંચી હતી. અને આખરે જૂથવાદને બાજુએ મૂકી કૉંગ્રેસ દ્વારા નિમણૂંક કરાઈ છે.
ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજના અગ્રણી તરીકે જાણીતા પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર વર્ષ 2002થી બે ટર્મ માટે દેહગામના ધારાસભ્ય રહ્યા હતાં. ત્યારબાદ 2009થી 2014 સુધી પાટણ લોકસભા બેઠકના સાંસદ રહી ચૂક્યા હતાં. આજે જગદીશ ઠાકોર દિલ્હીથી બપોરે ત્રણ વાગ્યાના અરસામાં અમદાવાદ આવશે. ત્યાંથી ગાંધીનગર ખાતે પક્ષની બેઠકમાં હાજરી આપવા પહોંચશે. આ બેઠકમાં વિધાનસભાના વિપક્ષી નેતા તરીકે સુખરામ રાઠવાના નામની ઘોષણા કરાશે.
ક્વાંટ તાલુકાના જામલી ગામના રહેવાસી અને પાવીજેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવા 8 વખત ધારાસભ્યની ચૂંટણી લડ્યા છે. જેમાંથી 5 વખત વિજેતા બન્યા હતાં.
કૉંગ્રેસ દ્વારા કરાયેલી નવી નિયુક્તિને કારણે આગામી વિધાનસભા ચૂંટણી માટે નવા સમીકરણો રચાશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
અત્રે નોંધનિય છે કે, વડોદરા કૉંગ્રેસ કાર્યાલય ખાતે નવ નિયુક્તિના ઉપલક્ષમાં ઉજવણી કરવામાં આવનાર છે.
#funrang #Vadodara #Ahmedabad #Surat #Rajkot #Gandhinagar #gujaratnews #gujaratinews #latestnews #newsupdate
Please Subscribe my YouTube channel by clicking this link –
https://www.youtube.com/channel/UCi9Oagp-aUKUjbKKfN6H0gg