- ટુરિસ્ટ વ્હિકલ્સથી ઘેરાયેલી સિંહણનો ફોટો સોશિયલ મિડીયામાં વાઈરલ.
- સિંહના શિકાર માટે પશુ બાંધવામાં આવ્યું હોવાની ઘટના સામે જીવદયાપ્રેમીઓમાં રોષ.
અમરેલી. દિવાળી વેકેશન ટાણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સિંહ દર્શન માટે ગીર પહોંચ્યા છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં એક વિડીયો અને એક ફોટો સોશિયલ મિડીયામાં વાઈરલ થયાં છે. જેને પગલે જીવદયાપ્રેમીઓમાં રોષ વ્યાપ્યો છે.
અમરેલી જિલ્લા આસપાસના સિંહ દેખાયાના વિડીયો વાઈરલ થતાં હોય છે. ગુરુવારે એક એવો વિડીયો વાઈરલ થયો જેમાં સિંહ દર્શન માટે એક બળદને દોરડેથી બાંધીને ઉભો રાખવામાં આવ્યો છે. સિંહ દર્શન માટે પશુનો આ રીતે ભોગ આપવાની ઘટના સામે સિંહ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ નારાજ થયાં છે. તો સામે વન વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે. વાઈરલ થયેલો વિડીયો ગીર ગ્રામીણ કે રેવન્યુ વિસ્તારના ક્યાંનો છે તે અંગે તપાસ શરૂ કરી દેવાઈ છે. જોકે, હાલ વિડીયો અંગે કોઈ પુષ્ટિ મળી નથી.
જૂનાગઢ સીસીએફ દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે. જેને પગલે રેન્જ ઓફિસર્સ, ડીસીએફ ફોરેસ્ટર્સ, ગાર્ડ્સ વગેરે કર્મચારીઓ તપાસ કરી રહ્યાં છે. તેવી જ રીતે, ગીરમાં ટુરિસ્ટના વ્હિકલોની વચ્ચે બેઠેલી સિંહણનો એક ફોટો પણ સોશિયલ મિડીયામાં ભારે ચકચાર મચાવી રહ્યો છે. સિંહ પ્રેમીઓનું માનવું છે કે, આ રીતે સિંહની હેરાનગતિ કરવી યોગ્ય નથી.
#funrang #GujaratiNews #GujaratNews #LatestNews
ટચૂંકડી જાહેરાત
(ઓફિસ ભાડે / વેચાણ)
વડોદરા શહેરના હાર્દસમા દાંડીયાબજાર વિસ્તારમાં શ્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે શ્રી સિદ્ધિવિનાયક સ્ક્વેરના પહેલા માળે ઓફિસ ભાડે અને વેચાણથી આપવાની છે. રસ ધરાવતાં વ્યક્તિઓ – 9173611111 પર કોલ કરે.